Home /News /lifestyle /પૈસાનું સેવિંગ કરવા આ ટિપ્સ છે જોરદાર, જાણો અને તિજોરીને રાખો પૈસાથી ભરેલી

પૈસાનું સેવિંગ કરવા આ ટિપ્સ છે જોરદાર, જાણો અને તિજોરીને રાખો પૈસાથી ભરેલી

આ રીતે પૈસાનું સેવિંગ કરો

Money Management Tips: દરેક વ્યક્તિએ લાઇફમાં સેવિંગ કરવું જોઇએ. સેવિંગ કરવાથી અનેક ઘણો ફાયદો આપણને પોતાને થાય છે. જો તમે સેવિંગ કરતા નથી તો તમારી જીંદગીમાં આવતી મુશ્કેલીઓ સામે લડતા થાકી જાવો છો. સેવિંગ તમને ભવિષ્યમાં કામમાં આવતી એક મોટી વસ્તુ છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સિંગલ હોય કે મેરિડ..દરેક લોકોને પૈસાની જરૂરિયાત હોય છે. પૈસા વગર કંઇ જ ચાલતું નથી. જીંદગીમાં પૈસા બહુ જરૂરી બાબત છે. આ સાથે જ ઘણાં લોકોની પાસે પૈસા બહુ હોય છે પરંતુ એમનું કોઇ પણ પ્રકારનું પ્લાનિંગ ના હોવાથી એમના પૈસા બચતા નથી એટલે કે તેઓ જોઇએ એ પ્રમાણમાં સેવિંગ કરી શકતા નથી. પરંતુ તમને જણાવી દઇએ કે તમે ગમે તેટલું સારું કમાતા હોવ તો પણ સેવિંગ કરવું ખૂબ જરૂરી છે. તમારું સેવિંગ તમને અનેક રીતે પાછળથી કામમાં આવે છે. ખાસ કરીને વાત કરીએ તો મેરેજ પછી સેવિંગ કરવામાં અનેક ઘણી તકલીફ પડતી હોય છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો આ ટિપ્સ જાણી લો અને સેવિંગ કરો.

    ખર્ચા પર ધ્યાન આપો

    મેરેજ ડોટ કોમના અનુસાર ઘણાં કપલો એવા હોય છે જે એમના ખર્ચા પર ધ્યાન આપતા હોતા નથી. આ સાથે જ એકબીજા સાથે વાતચીત પણ કરતા હોતા નથી. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. એકબીજા સાથે ખર્ચાની વાત કરો અને એમાંથી પૈસા બચાવીને સેવિંગ કરો.

    આ પણ વાંચો: કર્લી વાળની આ રીતે રાખો કાળજી

    ખર્ચા પર કંટ્રોલ કરો


    હંમેશા દરેક વ્યક્તિએ પોતાના ખર્ચા પર કંટ્રોસ કરવો જોઇએ. ઘણાં બધા કપલ એવા હોય છે જે ગમે તેટલો ખર્ચો કરે તો પણ એમને એ વિશેની જાણ હોતી નથી. જો કે આ એક બહુ ખરાબ આદત છે. તમે કેટલો ખર્ચો કરો છો એની જાણ તો તમને હોવી જ જોઇએ. જો તમારો ખર્ચો વધારે છે તો એને ઓછો કરો અને એ પૈસાનું તમે સેવિંગ કરો.

    આ પણ વાંચો: બાળકો બની રહ્યા છે ડાયાબિટીસનો શિકાર

    બજેટ બનાવો


    તમે તમારા મહિનાનું બજેટ બનાવો. એક મહિનામાં તમારે આટલા રૂપિયાનો ખર્ચ કરવાનો છે એ ટાઇપનું હંમેશા બજેટ બનાવો. બજેટ બનાવવાથી તમારી ઇન્કમની તમને જાણ થાય છે અને ખર્ચો કંટ્રોલમાં પણ કરી શકો છો. બજેટ બનાવીને પણ તમે મસ્ત સેવિંગ કરી શકો છો.


    સેવિંગ્સ પર ધ્યાન આપો


    તમે તમારી ઇન્કમ પ્રમાણે હંમેશા સેવિંગ પર ધ્યાન આપો. આ સાથે જ તમે એ પ્લાનિંગ કરો કે તમારે આ વર્ષમાં ટોટલ કેટલું સેવિંગ કરવાનું છે. આ ટાઇપના વિચારોથી તમે સારું એવું સેવિંગ કરી શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Lifestyle, Tips to solve Money Problem

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन