Home /News /lifestyle /

તમે ક્યાંક સ્લીપ ડિસોર્ડરના શિકાર તો નથી ને, જાણો વોર્નિંગ સાઈન્સ

તમે ક્યાંક સ્લીપ ડિસોર્ડરના શિકાર તો નથી ને, જાણો વોર્નિંગ સાઈન્સ

ImageCredit : Pexels/Andrea Piacquadio

Warning Signs Of Sleep Disorder: તમને સતત ઉંઘને લઈને ગંભીર સમસ્યાઓ રહે છે, તો તેનું કારણ ઉંઘ વિકાર એટલે કે સ્લીપ ડિસઓર્ડર(Sleep Disorder) હોઈ શકે છે. ઘણું મોડુ થઈ જાય તે પહેલા આવો જાણે વોર્નિંગ સાઈન્સ(Warning signs) અને તેને અવગણશો નહી.

વધુ જુઓ ...
  Warning Signs Of Sleep Disorder: ઉંઘથી જોડાયેલી સમસ્યાઓ ઘણી સામાન્ય હોય છે. જેનો સામનો ઘણાં લોકો કરતા હોય છે. આપણી વ્યસ્ત જીવનશૈલીને કારણે આપણે આસાનીથી ઉંઘી શકતા નથી અને સાઉન્ડ સ્લીપ લઈ શકતા નથી. જો લાંબા સમય સુધી આમ જ ચાલ્યા કરે તો તે સ્લીપ ડિસઓર્ડરમાં ફેરવાઈ જાય છે. વધારે મોડુ થઈ જાય તે પહેલા આ ડિસઓર્ડરના ચેતવણી સંકેતો(Warning signs) પર ધ્યાન આપવુ જરૂરી છે. જેથી તરત જ ડોક્ટરનો સંપર્ક કરીને સમયસર તેનો ઉપચાર થઈ શકે. તો આજે તમને આ સંકેતો વિશે જણાવીશું.
  સ્લીપ ડિસઓર્ડર ચેતવણીના સંકેત
  1. તમે સતત ઉંઘતા પહેલા 30 મિનિટથી વધુ સમય લો છો.
  2. તમને 7-8 કલાકની ઉંઘ લીધા બાદ પણ થાક અને ચિડચિડિયાપણું વર્તાય છે.
  3. રાત્રે તમે ઘણીવાર જાગો છો અથવા ઘણીવાર તમારી ઉંઘ ઉડી જાય છે.
  4. તમને દિવસે વારંવાર થોડીવાર માટે ઉંઘ લઈ લેવાનું મન થાય છે.
  5. તમે ટીવી જોતા કે સંગીત સાંભળતા આસાનીથી સુઈ જાવ છો.
  6. ઉંઘમાં તમે ખુબ જ જોરથી નસકોરા બોલાવો છો અથવા તમારા શ્વાસ લેવાનો અવાજ સંભળાય છે.
  7. તમને દિવસે જાગતા રહેવા માટે કેફિન જેવા ઉત્તેજક પદાર્થની જરૂર લાગે છે.
  સ્લીપ ડિસઓર્ડરનું નિદાન:
  ઉંઘની સમસ્યાનું નિદાન(Diagnosis) કરવા માટે સૌથી પહેલુ પગલુ છે કે તમે તમારી ઉંઘની ગુણવત્તાનો ટ્રેક રાખો. રોજની તમારી ઉંઘની પેટર્નનો અભ્યાસ કરો જેમકે લાંબી ઉંઘ, સુવા અને જાગવાનો સમય કે પછી એવુ કોઈપણ કારણ જે તમારી ઉંઘની ગુણવત્તાને પ્રભાવિત કરતું હોય. જેમકે કેફિન, દારૂ, કસરત, આવી વાતોને ટ્રેક કરો અને ડાયરીમાં તેનો રેકોર્ડ રાખો. જેનાથી તમે ડોક્ટર સાથે યોગ્ય ચર્ચા કરી શકો અને તેમની મદદ લઈ શકો.
  સ્લીપ ડિસઓર્ડરનું કારણ
  નાક અને સાઈનસમાં સોજો, દમ, હાઈ બ્લડપ્રેશર, પાર્કિંસસની બિમારી, ક્લિનિકલ ડિપ્રેશન, ચિંતા, પુઅર સ્લીપ પેટર્ન, ખરાબ લાઈફસ્ટાઈલ, વધુ પડતો તણાવ, ખરાબ ડાયેટ પેટર્ન જેવા કારણો તમને સ્લીપ ડિસઓર્ડરનો શિકાર બનાવી શકે છે.
  સ્લીપ ડિસઓર્ડરના પ્રકારો
  સ્લીપ ડિસઓર્ડરના પણ ઘણાં પ્રકાર હોય છે, જેમકે અનિદ્રા (Insomnis), રેસ્ટલેસ લેગ્સ સિંડ્રોમ (Restless Legs Syndrome), સ્લીપ એપ્રિયા (Sleep Apnea), નાર્કોલેપ્સી (Narcolepsy), સર્કેડિયન રિધમ ડિસઓર્ડર (Circadian Rhythm Sleep Disorder), ક્લેન-લેવિન સિન્ડ્રોમ(Kleine-Levin Syndrome) અને ઇડિયોપેથિક હાઈપરસોમનિયા (Idiopathic Hypersomnia). અમે અહીં તમને એક જ સૂચન કરીશું કે જો તમને લાંબા સમય સુધી ઉંઘ ન આવવાની સમસ્યા રહે તો વધારે રાહ જોયા વગર ડોક્ટરનો સંપર્ક કરો.

  (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચના સામાન્ય જાણકારી પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત જાણકારનો સંપર્ક કરો)
  Published by:Margi Pandya
  First published:

  Tags: Fitness, Good Health, HeathTips, Lifestyle, News in Gujarati, Sleep disorder, Warning Signs, ગુજરાતી ન્યૂઝ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन