Home /News /lifestyle /

શું તમે આ રીતે કરો છો તુલસીનું સેવન? જો કરતા હોય તો સાવધાન, થઇ શેકે છે નુકસાન!

શું તમે આ રીતે કરો છો તુલસીનું સેવન? જો કરતા હોય તો સાવધાન, થઇ શેકે છે નુકસાન!

તુલસનું કેવી રીતે સેવન કરાય

ઘરમાં તુલસીનો છોડ હોવો તે ખૂબ જ શુભ ગણવામાં આવે છે. તુલસી ઔષધીય ગુણોથી ભરપૂર છે, જેનાથી સર્દી-ખાંસી, પેટનો દુખાવો, મેલેરિયા અનિયિત માસિક અને યૌન રોગ જેવી સમસ્યા દૂર થાય છે.

નવી દિલ્હી : તુલસી એક એવો છોડ છે જે 24 કલાક ઓક્સિજન આપે છે. તેની સાથે તેનું ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મ અને આયુર્વેદ ચિકિત્સામાં એક અલગ મહત્વ રહેલું છે. ઘરમાં તુલસીનો છોડ હોવો તે ખૂબ જ શુભ ગણવામાં આવે છે. તુલસી ઔષધીય ગુણોથી ભરપૂર છે, જેનાથી સર્દી-ખાંસી, પેટનો દુખાવો, મેલેરિયા અનિયિત માસિક અને યૌન રોગ જેવી સમસ્યા દૂર થાય છે. તુલસી રક્તને શુદ્ધ કરવાનું પણ કાર્ય કરે છે, પાચન શક્તિ અને ઈમ્યુનિટીમાં પણ વૃદ્ધિ કરે છે. કેટલાક લોકો તુલસીને ચાવીને તેનું સેવન કરે છે, તુલસીના પત્તાનું ચાવીને સેવન કરવાથી દાંતોને નુકસાન થાય છે. તુલસીને ચાવીને ખાવાથી શું નુકસાન થાય છે અને તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ તેની જાણકારી અહીંયા આપવામાં આવી છે.

તુલસીના પત્તાનું ચાવીને સેવન ન કરવું જોઈએ

અનેક બીમારીઓને દૂર કરવા માટે તુલસીના પત્તાનું સેવન કરવામાં આવે છે. કેટલાક લોકો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે સવારે તુલસીના પત્તાનું ચાવીને સેવન કરે છે. તુલસીના પત્તાનુ દાંતથી ચાવીને સેવન ન કરવું જોઈએ. તુલસીમાં ભરપૂર માત્રામાં મરક્યુરી એટલે કે પારો અને આયર્ન રહેલું છે. તુલસીમાં આર્સેનિક પણ રહેલું છે. જ્યારે તમે તુલસીના પત્તાનું ચાવીને સેવન કરો છો, તે તમામ વસ્તુઓ દાંતના સીધા સંપર્કમાં આવે છે. જે દાંતને નુકસાન પહોંચાડી શકે છે. આ પ્રકારે તુલસીનું સેવન કરવાથી દાંત ખરાબ થઈ શકે છે અને અનેક પ્રકારની દાંતની સમસ્યા સર્જાઈ શકે છે. આ કારણોસર તુલસીનું ચાવીને સેવન ન કરવું જોઈએ. પાણીની મદદથી તમે તુલસીને ગળી શકો છો અને તેનું અન્ય કેવી રીતે સેવન કરવું જોઈએ તેની અહીં જાણકારી આપવામાં આવી છે.

આ પણ વાંચો - સુરત : Coronaનો કહેર, 'પટેલ પરિવારમાં તો કોઈ ના બચ્યું, ઘરને તાળુ મારવું પડ્યું, મહુવાના ગામડાઓમાં હાલત ખરાબ

તુલસીનું કેવી રીતે સેવન કરવું?

· તમે તુલસીના પત્તાને કૂટીને ચામાં નાખીને તેનું સેવન કરી શકો છો.

· તુલસીના પત્તાને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરી શકાય

· તુલસીના પત્તાને પીસીને પાણીમાં નાખીને તેનું સેવન કરી શકાય.

· તુલસીનું સેવન કરવા માટે તમે બજારમાં મળતી તુલસી ઘનવટીનો ઉપયોગ કરી શકો છો.

· તુલસીનું સેવન કરવા માટે બજારમાં મળતા પંચાંગ જ્યૂસનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચોકોરોના કાળમાં કરો મુનક્કાનું સેવન, ઈમ્યુનિટીમાં થશે વૃદ્ધિ અને સ્વાસ્થ્યને થશે અનેક લાભ

· તુલસીના પત્તાને છાંયડાને સુકવીને અને પીસીને તેનો પાઉડર બનાવીને સેવન કરી શકાય.

· તુલસીના તાજા પાનને પીસીને તેની ગોળીઓ બનાવીને તેનું સેવન કરી શકો છો.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી, તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published:

Tags: Health News, Tulsi

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन