Home /News /lifestyle /Health Special: જાણો ગર્ભધારણ કરવા માટેના આયુર્વેદના નિયમો, કઈ રીતે સ્વસ્થ ગર્ભધારણ કરી શકાય

Health Special: જાણો ગર્ભધારણ કરવા માટેના આયુર્વેદના નિયમો, કઈ રીતે સ્વસ્થ ગર્ભધારણ કરી શકાય

જો તમારું વજન વધારે છે, તો વજન ઘટાડવું મહત્વપૂર્ણ છે.

તમારા જીવનસાથી સાથે સારા સંબંધ જાળવી રાખો. પ્રાચીન આયુર્વેદિક સાહિત્યમાં ‘સૌમાનસ્યમ ગર્ભધારણમ શ્રેષ્ઠમ’ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
ગર્ભાવસ્થા અને ગર્ભધાનને લઈ મેડિકલ સાયન્સ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે આયુર્વેદ વર્ષો પહેલાં તેની માટે કેટલાક નિયમો દર્શાવ્યા છે. આયુર્વેદ અનુસાર, ગર્ભાવસ્થા આકસ્મિક નહીં પણ આયોજિત હોવી જોઈએ. આથી યુગલોના શરીરની અને માનસિક તૈયારી અગાઉથી કરવી જરૂરી છે. આયુર્વેદ વધુ સારી અને તંદુરસ્ત ગર્ભાવસ્થા માટે શરીરમાં દોષોને સંતુલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હાલની વર્કિંગ પેટર્ન અને જીવનશૈલીને કારણે, ઘણા યુગલોને કુદરતી રીતે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે અને ચિંતા થાય છે, જે સમસ્યાને વધુ બગાડે છે. દિનચર્યા, આહાર અને મૂડમાં થોડા ફેરફારો દોષોને સારી રીતે સંતુલિત કરી શકે છે અને કુદરતી ગર્ભધારણની શક્યતાઓને વેગ આપે છે. અહીં થોડી ટીપ્સ આપી છે.

શાંત, હકારાત્મક અને ખુશ રહો


તમારા જીવનસાથી સાથે સારા સંબંધ જાળવી રાખો. પ્રાચીન આયુર્વેદિક સાહિત્યમાં ‘સૌમાનસ્યમ ગર્ભધારણમ શ્રેષ્ઠમ’ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે, દંપતીના મનની શાંતિપૂર્ણ અને સુખી સ્થિતિ એ ગર્ભધારણ માટે જરૂરી સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે.

શારીરિક રીતે સક્રિય રહો


પેલ્વિક કસરતો પર ધ્યાન આપો. યોગ આસનો, પ્રાણાયામ અને ધ્યાન જેવી ઓછી તીવ્રતાની કસરતોની ભલામણ કરવામાં આવે છે. પેલ્વિક યોગ પ્રજનન અંગો તરફ પરિભ્રમણને સુધારે છે અને તંદુરસ્ત ઇંડાના વિકાસને સમર્થન આપે છે. પ્રાણાયામ અને ધ્યાન ગર્ભવતી થવાનો પ્રયાસ કરતી વખતે બેચેન મનને આરામ કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: સલામત અને સાઉન્ડ પ્રેગ્નેન્સી માટે જાણો શું છે ફેટલ મેડિસિન

વહેલા સૂઈ જાઓ અને સૂર્યોદય પહેલા ઉઠો. આ દોષો અને હોર્મોન્સને સંતુલિત રાખવામાં મદદ કરે છે. ઊંઘના કલાકોની સંખ્યા મહત્વની નથી, તે ઊંઘ અને જાગવાનો સમય છે, જે વ્યક્તિના મેટાબોલિઝમને અકબંધ રાખે છે. સારા સ્વાસ્થ્ય માટે વ્યક્તિ રાત્રે 10 વાગ્યાની આસપાસ સૂવાનું અને સવારે 6 વાગ્યા સુધીમાં જાગવાનો નિત્યક્રમ પસંદ કરી શકે છે.

સરળ અને સરળતાથી પચે તેવા સુપાચ્ય ઘરે રાંધેલા ખોરાક પસંદ કરો; રિફાઈન્ડ કાર્બોહાઇડ્રેટ્સ, ટ્રાન્સફેટ, ઠંડા અને તળેલા ખોરાકને આરોગવાનું ટાળો.

જમવા માટે એક સુસંગત સમય જાળવો, વહેલું રાત્રિભોજન (સૂવાના ઓછામાં ઓછા 3 કલાક પહેલાં) કરવું લાભદાયક છે.



જો તમારું વજન વધારે છે, તો વજન ઘટાડવું મહત્વપૂર્ણ છે. જો તમારું વજન ઓછું હોય તો તંદુરસ્ત અને યોગ્ય વજન વધારવું જરૂરી છે. તંદુરસ્ત ગર્ભધાન માટે શ્રેષ્ઠ વજન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આયોજન કરતા ઓછામાં ઓછા 6 મહિના પહેલા ધૂમ્રપાન, આલ્કોહોલ અને કેફીનના સેવન કરવાનુ ટાળો.
First published:

Tags: Good Health, Lifestyle

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો