Home /News /lifestyle /

અંજીરનો ઇતિહાસ છે 11 હજાર વર્ષ જૂનો: ધાર્મિક ગ્રંથોમાં પણ છે તેનો ઉલ્લેખ, જાણો તેનો રોચક ઇતિહાસ

અંજીરનો ઇતિહાસ છે 11 હજાર વર્ષ જૂનો: ધાર્મિક ગ્રંથોમાં પણ છે તેનો ઉલ્લેખ, જાણો તેનો રોચક ઇતિહાસ

અંજીરનો ઇતિહાસ છે 11 હજાર વર્ષ જૂનો

The history and benefits of figs, Anjeer: અંજીરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. સંશોધન મુજબ તેનો ઉદભવ મધ્ય પૂર્વ કેન્દ્રમાં થયો હતો અને દક્ષિણ-પશ્ચિમ એશિયામાં તેનો વિકાસ થયો હતો. એવું માનવામાં આવે છે કે લગભગ 11,000 વર્ષ પહેલાં આ વિસ્તારોમાં તે ઉગતું હતું.

વધુ જુઓ ...
  Anjeer Benefits: અંજીર (Fig) ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક ફળ (Healthy Fruit) છે. દરેક ધર્મમાં તેના માટે અલાયદું સ્થાન છે. ભારતમાં હિંદુ-મુસ્લિમ અને ઈસાઈ સહિતના ધર્મો (The importance of figs in religions)માં અંજીરને ખૂબ જ સન્માનપૂર્વક જોવામાં આવે છે. અંજીરને ગુણો (Figs benefits)નો ખજાનો માનવામાં આવે છે. તે હૃદય (Heart) માટે તો લાભકારી છે. આ સાથે શરીરને યુવાન (Young) રાખવામાં પણ મદદ કરે છે. તેના ચમત્કારી ગુણના કારણે યુવાનોની તાકાત વધે છે.

  11 હજાર વર્ષોનો ઇતિહાસ


  અંજીરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. સંશોધન મુજબ તેનો ઉદભવ મધ્ય પૂર્વ કેન્દ્રમાં થયો હતો અને દક્ષિણ-પશ્ચિમ એશિયામાં તેનો વિકાસ થયો હતો. એવું માનવામાં આવે છે કે લગભગ 11,000 વર્ષ પહેલાં આ વિસ્તારોમાં તે ઉગતું હતું. અંજીરને ખાસ સ્થાન મળવા લાગ્યું હતું. એક સમય તો એવો આવ્યો કે, પ્રાચીન યુનાનમાં આ ફળની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઇ.સ.પૂ. 2000ની આસપાસ ભૂમધ્ય સમુદ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તે ઉગવા લાગ્યું હતું.

  આ પણ વાંચો: Child Care: જાણો કેટલી ઉમરથી બાળકોને ખવડાવી શકાય મસાલા? ક્યાં મસાલા છે સુરક્ષિત?

  અંજીર 16મી સદીમાં અમેરિકામાં અને 17મી સદીમાં જાપાન પહોંચ્યું હતું. ભારતના પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં અંજીરનું વર્ણન નથી. પરંતુ ધાર્મિક માન્યતાઓમાં તેનું મહત્વ જોવા મળે છે.

  ગંધ વગરનું રસદાર ફળ


  અંજીર ગુલર જાતિનું ફળ છે. તે ઝાડ પર ફૂલ વગર જ ઊગી નીકળે છે. અંજીરને તાજા અને સૂકવીને એમ બંને રીતે ખાઈ શકાય છે. હવે તો અંજીર ઇરાન, મધ્ય એશિયા અને હવે ભૂમધ્ય સમુદ્રમાં ઉગાડવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં તો તેનું બમ્પર ઉત્પાદન થાય છે. આ નાનકડા ફળમાંથી ગંધ આવતી નથી. તે આછો પીળો, ઘાટો સોનેરી અથવા ઘાટો જાંબલી રંગમાં મળે છે. તે કોઈ પણ કલરમાં હોય પણ તેના સ્વાદમાં કોઈ ફરક પડતો નથી

  અંજીર કેટલું મીઠું હશે તે વાત તેને ક્યાં ઉગાડવામાં આવ્યું છે અને કેટલું પાકેલું છે? તેના પર નિર્ભર હોય છે. અંજીરને આખેઆખું ખાઈ શકાય છે.
  અલગ અલગ ધર્મોમાં છે વિશેષ મહત્વ

  વિશ્વના મુખ્ય ધર્મોમાં અંજીરને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતીય ઉપખંડના ત્રણ મુખ્ય ધર્મો હિંદુ, બૌદ્ધ અને જૈન તેના વિશે જુદા જુદા અર્થઘટનો ધરાવે છે. ભગવાન વિષ્ણુનો ઉદ્ભવ અંજીરના વૃક્ષ નીચે થયો હોવાની હિંદુ પૌરાણિક કથા છે. અંજીરનું વૃક્ષ પ્રતીકાત્મક રીતે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ સાથે જોડવામાં આવે છે.

  શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પવિત્ર અંજીર (સાયકામોર) વૃક્ષ ચેતનાની ઘણી શાખાઓનું પ્રતિનિધિત્વ કરે છે જે બધી એક જ શાશ્વત સ્ત્રોત સાથે સંકળાયેલી હોવાનું જણાવાયું છે. બીજી તરફ બૌદ્ધ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ભગવાન બુદ્ધે પવિત્ર અંજીરના વૃક્ષ નીચે બેસીને બોધિ (જ્ઞાન) પ્રાપ્ત કર્યું હતું. એ જ રીતે જૈન પરંપરાઓમાં તપસ્વીઓને ઘણીવાર પવિત્ર અંજીરના વૃક્ષો નીચે ધ્યાન કરતા વર્ણવવામાં આવ્યા છે

  એડમ અને ઈવે અંજીર ખાધું હતું?


  ખ્રિસ્તી ધર્મના પવિત્ર ગ્રંથ બાઇબલમાં અંજીરનું વર્ણન કરવામાં આવ્યું છે. જે મુજબ ઈવ અને એડમે જ્ઞાન વૃક્ષનું ફળ ખાધા બાદ તેમને શરમની અનુભૂતિ થવા લાગી હતી. જેથી તેમણે પોતાના અંગને અંજીરના પાનથી ઢાંકી દીધા હતા. તેમણે જે ફળ ખાધું હતું તે અંજીર હોવાનું કહેવાય છે.

  બીજી તરફ મુસ્લિમોના પવિત્ર ગ્રંથ કુરાનમાં અંજીર સ્વર્ગમાંથી ઉતરેલું વૃક્ષહોવાનું કહેવાયું છે. ગ્રંથના સુરા 95નું શીર્ષક 'અલ-તિન' છે, જેનો અર્થ અંજીર થાય છે. પયગમ્બર મુહમ્મદ કહે છે કે, જો મારે સ્વર્ગમાંથી નીચે આવેલા કોઈ ફળ વિશે જણાવવું હોય તો હું અંજીરનું નામ લઈશ. ગ્રંથમાં વિવિધ રોગો સામે રક્ષણ આપતા અંજીરની વિશેષતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  કબજિયાત અને પેટની તકલીફોમાં આપે છે રાહત


  અંજીરને આરોગ્યપ્રદ માનવામાં આવે છે. અંજીરમાં કેળા કરતા વધુ ફાઇબર અને પોટેશિયમ હોય છે. પાકેલા અંજીરમાં માત્ર 22 ટકા સુગર હોય છે. તજજ્ઞોના મત મુજબ અંજીરમાં વિટામિન A અને B કોમ્પ્લેક્સ મળે છે. તેમાં પ્રોટીન મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ અને સોડિયમ જેવા મિનરલ્સ પણ હોય છે. અંજીરને કબજિયાત અને પેટ સંબંધિત તકલીફો માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે. તેમાં રહેલું ફાયબર પાચન ક્રિયા સુધારે છે.

  હૃદયને તંદુરસ્ત રાખે છે અંજીર


  ફૂડ એક્સપર્ટ અને ન્યૂટ્રિશન કન્સલ્ટન્ટ નિલંજના સિંહે અંજીરના ફાયદા ગણાવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે અંજીર હૃદય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. અંજીરમાં ઓમેગા 3 અને 6 જેવા ફેટી એસિડ્સ પણ જોવા મળે છે. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. અંજીર ફળમાં કેલ્શિયમ મળે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. શારીરિક નબળાઈ દૂર કરવા માટે અંજીરનું વરિયાળી સાથે સેવન કરવું જોઈએ

  અંજીરમાં આયર્ન હોય છે, જેથી તે ખાવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે. અંજીર શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. તેનું સેવન કરવાથી ધમનીઓ સુરક્ષિત રહે છે. ડાયાબિટીસના દર્દીઓ અંજીર ફળનું સેવન કરી શકે છે. તેમાં કુદરતી સ્વીટનર્સ છે અને તે ખૂબ ઓછા હોય છે.

  આ પણ વાંચો: Kolache Poha Recipe: નાસ્તામાં સાદા પૌંઆ ખાયને કંટાળી ગયા છો? તો બનાવો કોંકણી સ્ટાઈલમાં કોલાચે પૌંઆ

  તેમણે અંજીરના વધુ પડતા સેવન સામે ચેતવણી પણ આપી હતી. તેમના જણાવ્યા અનુસાર અંજીરના અનિયંત્રિત અને અનિયમિત સેવનથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. તેમાં ફાઇબર હોય છે, તેથી તેનું વધુ પડતું સેવન લૂઝ મોશનનું કારણ બની શકે છે. વધુ પડતા સેવનથી પેટમાં દુ:ખાવો અને સોજાની સમસ્યા થઈ શકે છે. તેથી અંજીરનું સેવન કંટ્રોલમાં કરવું જોઈએ.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle, ખોરાક

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन