Home /News /lifestyle /આ આસન કરવાથી જળવાઇ રહે છે શરીરનું સંતુલન, જાણો અઢળક ફાયદાઓ

આ આસન કરવાથી જળવાઇ રહે છે શરીરનું સંતુલન, જાણો અઢળક ફાયદાઓ

હેલ્ધી લાઇફ

Stress free exercise: આ આસન તમે ઘરે રોજ કરો છો તો તમારા શરીરની અંદર રહેલી અનેક બીમારીઓમાંથી તમને છૂટકારો મળી જાય છે અને તમારામાં આખો દિવસની સ્ટેમિના પણ રહે છે.

    લાઇફસ્ટાઇલ ડેસ્ક: આજની આ ભાગદોડભરી જીંદગીમાં અનેક લોકો પોતાની માટે સમય આપી શકતા નથી. વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે વ્યક્તિનું સ્ટ્રેસ લેવલ ખૂબ વધી જાય છે. સ્ટ્રેસ લેવલ વધી જવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે હેલ્થ સારી રાખવા અને સ્ટ્રેસ ફ્રી રહેવા માટે યોગને મહત્વ આપવું ખૂબ જરૂરી છે. જો તમે પણ થોડુ કામ કરો અને થાકી જાવો છો ત્યારે આ આસન તમારા માટે સૌથી બેસ્ટ છે. આ આસન કરવાથી વ્યક્તિને અનેક સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ આસનનું નામ છે ગરુડાસન. ગરુડાસન તમે રોજ સવારમાં કરો છો તો તમને અનેક બીમારીઓમાંથી છૂટકારો મળી જાય છે અને સાથે તમારું સ્ટ્રેસ લેવલ પણ ઓછુ થઇ જાય છે. આ સાથે જ તમે એકદમ રિલેક્સ થઇ જાવો છો. તો જાણી લો તમે પણ ગરુડાસન ઘરે કેવી રીતે કરશો અને શું છે એના ફાયદા.

    આ રીતે ગરુડાસન કરો


    આ આસન કરવા માટે સૌથી પહેલા મેટ પર તાડાસનની મુદ્રામાં બેસી જાવો. પછી શ્વાસ લો અને ધૂંટણને વાળી લો. હવે બન્ને હાથને તમારા ફેસને સામેની સાઇડ લઇ જાવો. ત્યારબાદ બન્ને બાજુઓને કોણીથી વાળી લો અને હથેળીઓને નમસ્કારની મુદ્રામાં લઇ લો. આમ કર્યા પછી તમારી ક્ષમતા મુજબ તમે આ મુદ્રામાં થોડીવાર રહો. ત્યારબાદ ધીરે-ધીરે તમારી અવસ્થામાં આવો. આ પક્રિયાને 4 થી 5 વાર કરો.

    આ પણ વાંચો: આ 5 આહાર ખરતા વાળની સમસ્યાથી અપાવે છે છૂટકારો

    આ છે ગરુડાસનના ફાયદા:


    માંસપેશિઓ મજબૂત કરે


    તમારી માંસપેશિઓ નબળી છે તો તમે રોજ આ આસન કરો. આ આસન કરવાથી સ્ટ્રેચિંગ એક્સેસાઇઝ થાય છે જે તમારા શરીરને સ્ટ્રેચ કરવામાં સહાય કરે છે. સ્ટ્રેંચિંગ તમારી માંસપેશિઓને મજબૂત કરવાનું કામ કરે છે.

    સ્ટ્રેસ દૂર


    આ આસન કરવાથી તમારું સ્ટ્રેસ લેવલ ખૂબ જ ઓછુ થઇ જાય છે. આ આસન કરવાથી તમને માનસિક શાંતિ મળે છે જેના કારણે તમે અનેક બીમારીઓથી બચી શકો છો.

    આ પણ વાંચો: ઓનલાઇન શોપિંગ કરતી વખતે ફોલો કરો આ સ્માર્ટ ટિપ્સ

    શરીરનું સંતુલન જાળવી રાખે


    આ આસન રોજ સવારમાં તમે 5 થી 6 વાર કરો છો તો તમારા શરીરનું સંતુલન જળવાઇ રહે છે. આ સાથે જ તમારો મુડ રિફ્રેશ થઇ જાય છે. આ આસન કરવાથી તમારા હાડકાં પણ સ્ટ્રોંગ થાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Exercise, Exercise Tips, Home

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन