Home /News /lifestyle /

Tips to Good Speaker : શું તમે પણ બનવા માંગો છો સારા સ્પીકર? જાણો બેસ્ટ વક્તા બનવા માટેની ટિપ્સ

Tips to Good Speaker : શું તમે પણ બનવા માંગો છો સારા સ્પીકર? જાણો બેસ્ટ વક્તા બનવા માટેની ટિપ્સ

તમારી વાત યોગ્ય રીતે કહેવી એ એક કળા છે, આ કળા બધાની પાસે હોતી નથી (તસવીર -canva.com)

Attractive Speech - રાજકારણ હોય કે વ્યવસાય, શિક્ષણ કે અભિનય, દરેક ક્ષેત્રમાં સારો વક્તા ઉંચા શિખરો સ્પર્શે છે. તો ચાલો તમને જણાવીએ કે એક સારા વક્તા કેવી રીતે બની શકાય

તમારી વાત યોગ્ય રીતે કહેવી એ એક કળા છે, આ કળા બધાની પાસે હોતી નથી. કેટલાક લોકો ખૂબ જ પ્રતિભાશાળી હોય છે, પરંતુ તેઓ સારા વક્તા (good speaker) નથી હોતા. તેઓ પોતાની વાત લોકોને અસર કરે તે રીતે રાખી શકતા નથી. પરંતુ કેટલાક લોકો બોલવામાં એટલા માહેર હોય છે કે મહેફિલ, સભા કે ભીડ ગમે તે હોય, તેઓ બધાનું ધ્યાન ખેંચે છે. લોકો માત્ર તેમને સાંભળતા જ રહે છે. તેમની વાણીમાં એટલું આકર્ષણ (Attractive Speech) છે અને ભાષામાં એટલી સાદગી હોય છે કે લોકોનું ધ્યાન તેમના પર જ ધ્યાન કેન્દ્રિત રહે છે.

બોલવાની આ કળા પણ શીખી પણ શકાય છે અને જન્મજાત પણ હોય છે. રાજકારણ હોય કે વ્યવસાય, શિક્ષણ કે અભિનય, દરેક ક્ષેત્રમાં સારો વક્તા ઉંચા શિખરો સ્પર્શે છે. તો ચાલો તમને જણાવીએ કે એક સારા વક્તા (Tips to be a Good Speaker) કેવી રીતે બની શકાય, તેનામાં કેવા ગુણો હોવા જોઈએ અને કઈ વસ્તુઓથી બચવું જોઈએ?

તમારા ડર પર મેળવો કાબૂ

કોઈ પણ કામ કરવા કે શીખવા માટે સૌથી મહત્વની વાત એ છે કે જે વસ્તુ તમને તે કામ કરવાથી રોકે છે અથવા તો તમારામાં તેની સાથે જે સંકોચ જોડાયેલો છે તેને દૂર કરો. મતલબ કે તમારે સ્ટેજ પર, મીટિંગ્સમાં, કોન્ફરન્સમાં કે પબ્લિકમાં બોલવાનો જે ડર છે તેને દૂર કરવો ખાસ જરૂરી છે.

તમારે શક્ય તેટલું સ્ટેજ પર આવવાનો અને બોલવાનો પ્રયાસ કરવો પડશે. જ્યારે તમે આ કામ વારંવાર કરશો ત્યારે સ્ટેજનો ડર તમારી અંદરથી બહાર નીકળી જશે અને પછી તમારી સામે ગમે તેટલી ભીડ હોય, તમે આ બધાની સામે ઉભા રહીને ડર્યા વિના બોલી શકશો.

વાત કહેવા માટે વાપરો સરળ ભાષા

જો તમે એક સારા વક્તા બનવાની બનવા માંગો છો, તો સૌથી અગત્યની બાબત એ છે કે તમે તમારી વાણીમાં કેવા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરો છો. નિષ્ણાતો જણાવે છે કે સ્ટેજ પર બોલતી વખતે હંમેશાં સરળ શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ, ભાષણમાં તમારે એવા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ જે શ્રોતાઓ સમજી શકતા નથી.

સાંભળનારની આંખોમાં જોઇને બોલો

જો તમે સ્ટેજ પર હોવ કે કોઈ સભાને સંબોધતા હોવ તો એક મહત્ત્વની વાત એ છે કે શ્રોતાઓની આંખોમાં આંખ પરોવીને બોલવું. ઓડિયન્સ સામે નજર મીલાવીને વાત કરવાથી તમારી અંદર આત્મવિશ્વાસ પેદા થશે.

આ પણ વાંચો - બાળકો માટે ખૂબ જ જરૂરી છે આઉટડોર એક્ટિવિટી, આટલા છે શારીરિક અને માનસિક ફાયદા

લખેલું વાંચવાથી બચો

કોઈપણ સારો વક્તા એ છે જે સીધા વાતચીત દ્વારા પોતાનો મુદ્દો બોલે છે. લખેલું વાંચવાથી શ્રોતા સાથેનો સંવાદ તૂટી જાય છે. તમારે પેપરમાં વાંચીને બોલવાનું હોય ત્યારે શ્રોતાઓ કાગળ તરફ નમેલું તમારું માથું જોતા હશે, તમારી આંખો અને તમારી બોલવાની શૈલીને નહીં. આવા શ્રોતાઓને લાગે છે કે કોઈ તેમને પુસ્તક વાંચી રહ્યું છે. આવું ભાષણ પણ કંટાળાજનક બની જાય છે.

ભાષણ શરૂ કરતા પહેલા બનાવો માહોલ

સારો વક્તા એ છે જે સમગ્ર વાતાવરણને પોતાની મરજી પ્રમાણે બનાવે અને પછી પોતાની વાત રાખે. વક્તવ્ય પહેલાં, તે જોક્સ અથવા કોઈપણ વ્યંગ દ્વારા શ્રોતાઓ માટે માહોલ હળવાશ ભર્યો કરે છે. તેથી શ્રોતાઓનું ધ્યાન પણ તેના તરફ જાય છે.

ભૂલને તરત જ સુધારો

જો, ભાષણ આપતી વખતે તમારા મોંમાંથી કંઈક ખોટું નીકળ્યું, કોઈ ડેટા અથવા તથ્ય ખોટું નીકળી ગયું, તમને કોઈ સ્થાનનું નામ ખોટું લાગ્યું, કોઈ વ્યક્તિનું નામ ખોટું લાગ્યું તો આવી સ્થિતિમાં તરત જ માફી માંગો અને તેને સુધારો અને ભાષણ ચાલુ રાખો.

ઓડિટન્સમાં જગાવો જુસ્સો

એક સારો સ્પીકર તે હોય છે જે તેના ભાષણ કે પોતાની વાતો દ્વારા સાંભળનારને ઉત્સાહ અને જોશથી ભરી દે છે. તમારી વાણી એટલી સ્પષ્ટ હોવી જોઇએ કે તમારું ભાષણ સાંભળવું કે વિચારોને સાંભળીને તેમની અંદર ઉત્સાહ અને જોશ પેદા થઇ જાય. તે તમારા અવાજ સાથે અવાજ મીલાવવા તત્પર બની જાય.

ભાષામાં રાખો મર્યાદા

એક પ્રામાણિક સ્પીકરની સૌથી મોટી નિશાની તેની ભાષામાં રહેલી મર્યાદા છે. તેથી સ્પીકરે હંમેશા એવી ભાષાનો ઉપયોગ કરવો જોઇએ જેનાથી કોઇનું મન ન દુભાય અથવા તો કોઇની લાગણીને ઠેસ ન પહોંચે. આ સિવાય તમારા વક્તવ્યનો દરેક શબ્દ ખાસ ધ્યાન રાખીને પસંદ કરવો જોઇએ.

બીજા સ્પીકરની કોપી ન કરશો

ઘણા સ્પીકર અન્ય સ્પીકરની ભાષા કે શૈલીની નકલ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ધ્યાનમાં રહે કે કોઇની કોપી કરવાથી ઓડિયન્સમાં તમારી ખરાબ છબી ઉભી થઇ શકે છે. કારણ કે ઓડિયન્સ પહેલા જ જે ભાષણ સાંભળી ચૂકી છે તેના માટે ફરી સમય શા માટે બગાડશે.
First published:

Tags: Lifestyle, Lifestyle News

આગામી સમાચાર