શું મીઠાના કોગળા કરવાથી કોરોનાથી બચી શકાય છે?

શું મીઠાના કોગળા કરવાથી કોરોનાથી બચી શકાય છે?

પાણીમાં મીઠુ મિલાવી તેનાથી કોગળા કરવાથી અને સુતા પહેલા નાસ લેવાથી જેવી રીતો ભારતીય પરિવારોમાં પારંપરિક રીતે પ્રચલિત છે.

 • Share this:
  સાદુ તાપમાન અથવા નવ સેકું પાણી, પાણીમાં મીઠુ મિલાવી તેનાથી કોગળા કરવાથી અને સુતા પહેલા નાસ લેવાથી જેવી રીતો ભારતીય પરિવારોમાં પારંપરિક રીતે પ્રચલિત છે. બસ, જરૂરત આ સમયમાં તેના પર અમલ કરવાની છે. શું કોરોના સંક્રમણથી બચવા માટે આ પ્રકારની રીતો ઘણી મદદગાર રહેશે?

  અસલમાં, પુના સ્થિત સંધિવાતી કેન્દ્રના ડો. અરવિંદ ચોપડા આયુષ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ ક્લિનિકલ સમૂહના પ્રમુખ પણ છે અને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યું છે કે કોરોના વાયરસ સંક્રમણના સમયમાં સ્વાસ્થ્ય સંબંધી જાગરૂપતાના જે અભિયાન ચલાવવામાં આવે છે, તેમાં બચાવની આ રીતોને પણ સામેલ કરવામાં આવે. પરંતુ પ્રશ્ન એ છે કે, શું આ રીત કોવિડ-19 સંક્રમણના બચાવમાં કારગર છે?

  શું કોઈ વૈજ્ઞાનિક આધાર છે?

  ડો. ચોપડાએ જે પ્રકારના પ્રયોગ માટે હા ભરી છે તે પ્રયોગોથી કોરોના વાયરસ સંક્રમણથી બચવાના વૈજ્ઞાનિક પ્રમાણ બતાવતા ભારતના લોક સ્વાસ્થ્ય ફાઉન્ડેશનના ડો. શ્રીનાથ રેડ્ડીના હવાલાથી ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ વાયરસ શ્વાસ સંબંધી રોગ પેદા કરે છે, અને નાક, ગળા અને ફેફસા સુધી પહોંચે છે. જેથી હાથ ધોવા જેવી સાવધાનીઓની સાથે આ સાવધાનીઓ પણ રાખવાથી કોઈ નુકશાન નથી. પરંતુ બની શકે છે, કે કઈ ફાયદો પણ થાય. પરંતુ, હાલમાં તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ સામે નથી આવ્યું, કે તમને આ પ્રકારના પ્રયોગ કરવાથી કોરોના વાયરસ નહી થાય.

  ડબલ્યૂએચઓએ પણ પુષ્ટી નથી કરી

  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાની સલાહમાં સ્પષ્ટ કર્યું છે કે, નાક અથવા ગળાને નિયમિત રૂપથી મીઠાના પાણીથી સાફ કરવાથી સામાન્ય સર્દીની ફરિયાદના પણ સિમિત પ્રમાણ મળ્યા છે. પરંતુ, એ સ્પષ્ટ છે કે, શ્વાસ સંબંઓધી સંક્રમણોમાં તેનાથી બચાવ થાય તેવું જોવા નથી મળ્યું. તો પણ ફ્લીના આ સમયમાં કેટલાક દેશોમાં હેન્ડવોશ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી સાવધાનીઓની સાથે પારંપરિક સાવધાનીઓ પણ કરવી જોઈએ.

  આ સાવધાની રાખવાની રીત છે

  દેશના વોયરોલોજી ઈન્સ્ટીટ્યુટના વિશેષજ્ઞના હવાલે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મીઠાના પાણીની સાથે કોગળા કરવા અથવા નાસ લેવો સ્વાસ્થ્ય માટે એક સામાન્ય સાવધાની છે. અને તે કોરોના વાયરસ વિરુદ્ધ હથિયાર ન સમજવું જોઈએ. તો હાર્વર્ડના એક લોક સ્વાસ્થ્ય સંબંધી સ્કૂલના હવાલે કહેવામાં આવ્યું કે, આ પ્રેક્ટિસથી વાયરસ ફેફસાં સુધી નહીં પહોંચે, તેનો કોઈ પૂરાવો નથી.
  Published by:kiran mehta
  First published: