Home /News /lifestyle /

Weight Loss: જાણો વજન ઘટાડવામાં દહીં કઈ રીતે સાબિત થઈ શકે છે ઉપયોગી અને ફાયદાકારક

Weight Loss: જાણો વજન ઘટાડવામાં દહીં કઈ રીતે સાબિત થઈ શકે છે ઉપયોગી અને ફાયદાકારક

જાણો વજન ઘટાડવામાં દહીં કઈ રીતે સાબિત થઈ શકે છે ઉપયોગી

How to eat curd for weight loss: વજન વધવા પાછળનું એક મુખ્ય કારણ અવ્યવસ્થિત અથવા નબળી પાચનક્રિયા છે, તમારી સિસ્ટમમાંથી કચરાના અનિયમિત સ્ત્રાવના પરિણામે તમારા વજનમાં વધારો થઈ શકે છે. દહીંમાં રહેલા બેક્ટેરિયલ તત્વ તમારા આંતરડાના કાર્યોને સુધારવામાં મદદ કરે છે, જેના પરિણામે યોગ્ય ચયાપચય અને પાચન ક્રિયા થાય છે.

વધુ જુઓ ...
  દહીં (Curd) એ આપણા આહારનો મહત્વપૂર્ણ ભાગ છે. તે પોષક તત્વોથી સમૃદ્ધ છે અને પાચન પ્રક્રિયામાં વધારો કરવા માટે કામ કરે છે. દહીં પ્રોબાયોટિક ડેરી પ્રોડક્ટ છે, જે તમારા ભોજનમાં સામેલ કરવાથી ખૂબ જ આરોગ્યપ્રદ રહે છે. તેમાં જીવંત બેક્ટેરિયા હોય છે, જેને લેક્ટોબેસિલસ બલ્ગેરિકસ (Lactobacillus bulgaricus) તરીકે ઓળખવામાં આવે છે. આ બેક્ટેરિયમ ડિસપેપ્સિયાને સરળ બનાવવા માટે સાબિત થયું છે.

  વધુમાં, પ્રોટીન વજન ઘટાડવા માટેની મુખ્ય જરૂરિયાત છે અને દહીંમાં પણ પ્રોટીનની ખૂબ મોટી માત્રા હોય છે.

  અહીં દહીંના કેટલાક લક્ષણો છે જેના દ્વારા ખાતરી કરી શકાય છે કે દહીં તમને ફ્લેટ અને ટોન બોડીના આશીર્વાદ આપી શકે છે.

  આ પણ વાંચો: આ 3 કારણોથી વધી શકે છે હિપ્સ પરની ચરબી, નિતંબ પરની વધતી ચરબીને આ રીતે અટકાવો

  સરળ પાચનક્રિયા


  વજન વધવા પાછળનું એક મુખ્ય કારણ અવ્યવસ્થિત અથવા નબળી પાચનક્રિયા છે, તમારી સિસ્ટમમાંથી કચરાના અનિયમિત સ્ત્રાવના પરિણામે તમારા વજનમાં વધારો થઈ શકે છે. દહીંમાં રહેલા બેક્ટેરિયલ તત્વ તમારા આંતરડાના કાર્યોને સુધારવામાં મદદ કરે છે, જેના પરિણામે યોગ્ય ચયાપચય અને પાચન ક્રિયા થાય છે.

  પ્રોટિનનું સારુ પ્રમાણ


  આથો લાવવાની પ્રક્રિયામાં દહીંનો ઉપયોગ કરવામાં આવે છે, જે હેઠળ દૂધના ઘન પદાર્થોને પ્રવાહીમાંથી અલગ કરવામાં આવે છે, જે દહીંને ખૂબ જ કોન્સન્ટ્રેટેડ અને પ્રોટીનથી સમૃદ્ધ બનાવે છે.

  1 ઔંસ દહીં, (ભારતીય ઘરોમાં "દહી" તરીકે જાણીતું છે) 12 ગ્રામ પ્રોટીન ધરાવે છે. પ્રોટીનથી ભરપૂર આહાર હોવાને કારણે દહીં તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. જે તમારી ભૂખને નિયંત્રણમાં રાખે છે. તે તમારા મસલ્સને લીન રાખે છે, જે તમારા પેટમાંથી વધુ પડતી ચરબીને ઘટાડે છે.

  કેલ્શિયમનો અદ્ભૂત સોર્સ


  એક પૌષ્ટિક ડેરી પ્રોડક્ટ હોવાને કારણે, દહીંમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જે હાડકાની મજબૂતાઈને વધારવામાં મદદ કરે છે. દહીં તમારા શરીરમાં થર્મોજેનેસિસની પ્રક્રિયાને સુધારવામાં મદદ કરે છે, જેના પરિણામે મેટાબોલિક રેટ વધે છે.

  દહીંમાં પોષક તત્ત્વો


  દહીંમાં કેલ્શિયમ, વિટામિન B-12, વિટામિન B-2, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે જે શરીરના સર્વાંગી વિકાસ અને વૃદ્ધિ માટે જરૂરી છે. આ જરૂરી પોષક તત્વો દહીં બનાવતી વખતે દૂધમાંથી મેળવવામાં આવે છે. જો કે, દહીં દૂધ કરતાં વધુ ઝડપથી પચી શકે છે.

  પોષક તત્ત્વો કોષોમાંથી વધુ પડતું પાણી છોડે છે જે તમારા બ્લેડર એચલે કે મુત્રાશય સુધી પહોંચે છે, આ લોહીમાં શર્કરાના સ્તરને સામાન્ય જાળવી રાખવામાં પણ મદદ કરે છે.

  લેક્ટોઝ ઈનટોલરન્સ ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ


  તમારા આહારમાં ડેરી ઉત્પાદનો ઉમેરવાથી વજન ઘટાડવાની અસરકારક પદ્ધતિ સાબિત થઈ શકે છે. જો કે, લેક્ટોઝ ઈનટોલરન્સ ધરાવતા લોકો માટે આવું નથી. દહીં એ એકમાત્ર ડેરી પ્રોડક્ટ છે, જે લેક્ટોઝ ઈનટોલરન્સ ધરાવતા લોકો આહારમાં સામેલ કરી શકે છે.

  અગાઉ વર્ણવ્યા મુજબ, દહીં ફર્મેન્ટેશન અને બેક્ટેરિયમ ઉમેરીને બને છે, બેક્ટેરિયા દૂધમાં લેક્ટોઝ સામગ્રીને લેક્ટિક એસિડમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે.

  આ પણ વાંચો: Morning walk benefits: રોજ સવાર સાંજ ચાલવાથી થાય છે આટલા ફાયદા, બ્રેસ્ટ કેન્સર સહિત આ બીમારીઓનું ઘટે છે જોખમ

  પૌષ્ટિક સ્નેક!


  દહીંમાં કેલરી ઓછી હોય છે અને તે તમારા ચયાપચયના સ્તરને ઝડપી બનાવે છે. એક વાટકી દહીં પ્રોટીન અને અન્ય પોષક તત્વોથી એટલું સમૃદ્ધ છે કે તે તમારી ભૂખને સંતોષી શકે છે અને તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તમે તાજા મધ અને બદામ ઉમેરીને પણ દહીં ખાઈ શકો છો અથવા શાકભાજી ઉમેરીને દહીંનું કચુંબર તૈયાર કરી શકો છો અને તેનો સ્વાદ માણી શકો છો.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle, Weight loss, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन