Yoga and Sexual health: યોગ સેક્સ લાઇફ સુધારશે, સ્ટ્રેસ ઘટાડશે, વાંચો વધુ ફાયદાઓ
Yoga and Sexual health: યોગ સેક્સ લાઇફ સુધારશે, સ્ટ્રેસ ઘટાડશે, વાંચો વધુ ફાયદાઓ
યોગ સેક્સ લાઇફ પણ સુધારે છે
Yoga improves Sexual health : ઇરેક્ટાઇલ ડિસફંક્શન (erectile dysfunction ) એ નપુંસકતાનું એક ખાસ લક્ષણ છે, જે ધીમે ધીમે અથવા અચાનક થઈ શકે છે. પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનની (premature ejaculation) જેમ ઇરેક્ટાઇલ ડિસફંક્શન પણ મોટાભાગે મનોવૈજ્ઞાનિક પરિબળોને કારણે થાય છે, જેને યોગ દ્વારા નિયંત્રિત કરી શકાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સેક્સ એ આપણી સંસ્કૃતિ કે સંસારના નિયમનો એક ભાગ છે. પરંતુ આજે પણ ભારતીય સમાજમાં જાહેરમાં આ મુદ્દા પર વાત કરવાથી લોકો શરમ અનુભવે છે અથવા તો તેને નીચી દ્રષ્ટિએ જોવામાં આવે છે. પરિણામે, જાતીય આરોગ્યને લગતી સમસ્યાઓ (sexual health issues)નો ભોગ બનેલી અથવા સેક્સ વિશેની માહિતી (Information about sex) મેળવવાનો પ્રયાસ કરતી મોટાભાગની વ્યક્તિઓ ઘણીવાર અપ્રમાણિત ઓનલાઇન વેબસાઇટ્સ અને માહિતીઓનો સહારો લે છે અથવા તેમના મિત્રોની સલાહનું પાલન કરે છે.
સેક્સ વિશે વ્યાપક ખોટી માહિતીને દૂર કરવા માટે, News18.com આ સાપ્તાહિક સેક્સ કોલમ શરૂ કરી છે, જેનું શીર્ષક છે 'લેટ્સ ટોક સેક્સ'. આશા રાખીએ છીએ કે આ કોલમ દ્વારા સેક્સ વિશે વાતચીત શરૂ કરવામાં મદદ મળશે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જાતીય સ્વાસ્થ્યના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવશે. આ કોલમ સેક્સોલોજિસ્ટ પ્રોફેસર (ડો) સારંશ જૈન લખી રહ્યા છે. આજની કોલમમાં યોગ જાતીય તકલીફોને (Yoga for Sexlife) દૂર કરવામાં કઈ રીતે મદદ કરી શકે છે અને જાતીય આરોગ્યને કઈ રીતે સુધારે છે તે અંગે જાણકારી અપાઈ છે.
યોગ વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી રહ્યો છે, લાખો સક્રિય પ્રેક્ટિશનર્સ અને લોકો તેનો અભ્યાસ કરે છે અને રોજીંદા જીવનમાં સામેલ કરે છે. તે ચિંતા અને હતાશાને હળવી કરવા, બ્લડ પ્રેશર ઓછું કરવા, સાંધાના દુ:ખાવામાં સુધારો કરવા, પીડામાં રાહત અને અન્ય ઘણી માનસિક અને શારીરિક તકલીફોમાં રાહત આપે છે. યોગ પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં સેક્સ્યુઅલ ફંક્શન વધારવા માટે પણ કામ કરી શકે છે. દરેક વ્યક્તિ જાણે છે કે વર્કઆઉટ કરવાથી તમારી સેક્સ લાઇફ સુધરી શકે છે, પરંતુ યોગથી તમને તે બધા ફાયદાઓ મળે છે, ઉપરાંત તમારી લવ લાઇફમાં કેટલાક એન્હાન્સમેન્ટ્સ પણ મળે છે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. જો તમે કસરતને વધુ મજેદાર બનાવવામાં માંગતા હોય કે પછી તમારી સેક્સ લાઇફને રસપ્રદ બનાવવાની રીતો શોધતા હોય યોગ આ દરેક વસ્તુનો ઉપાય હોઇ શકે છે.
યોગથી મળે તન અને મનની શાંતિ
યોગ તણાવ દૂર કરે છે. જે મહિલાઓ માટે સૌથી વધુ લાભદાયક બાબત છે. પુરુષો આરામ કરવા માટે સેક્સ કરે છે, પરંતુ સેક્સ કરવા માટે મહિલાઓને રિલેક્સ થવું જરૂરી છે. યોગ શરીર અને મનને શાંત કરવામાં મદદ કરે છે. જ્યારે સ્ત્રીઓમાં તણાવનું સ્તર ઘટે છે ત્યારે તેઓ વધુ સારી રીતે જાતીય વિચારો કરી શકે છે. જોકે ઘણા પુરુષોને જાતીય રીતે ઉત્તેજિત થવા માટે સમાન સ્તરની આરામની જરૂર હોતી નથી. તેમ છતાં હળવાશ અનુભવવાથી તેમને તેનો વધુ આનંદ માણવામાં મદદ મળી શકે છે.
સેક્યુઅલ સ્ટેમિના વધારશે
શરીર ચિંતાની સ્થિતિમાં કેમિકલ અને હોર્મોન્સ મુક્ત કરે છે. જ્યારે તમે આ અવસ્થામાં જાતીય સંભોગ કરો છો ત્યારે લોહીમાં મુક્ત થતા હોર્મોન્સ તમારા શરીરને રાસાયણિક સંતુલનની સ્થિતિમાં પાછા લાવવા માટે પ્રયાસ કરે છે. પરિણામ વહેલું સ્ખલન થાય છે. યોગથી તમારી ચિંતાઓ અને તણાવ દૂર થશે. શ્વાસોચ્છવાસની અમુક કસરતો અથવા પ્રાણાયામ કરવાથી ચિંતામાંથી મુક્ત થશો.
એક સારી સેક્સ લાઇફ માટે તમારી જાત પ્રત્યે તમારે સારું અનુભવવું જરૂરી છે. જ્યારે તમે યોગ કરો છો, ત્યારે તમે તમારી જાતને અને શરીરને સ્વીકારી શકો છો. આ સાથે જ તમે સ્ટ્રેન્થ અને મસલ ટોન ડેવલપ કરશો એટલે તમારું શરીર પણ સારું દેખાશો અને તમે સારું અનુભવશો.
શિશ્નોત્થાનની સમસ્યા ઘટાડશે
ઇરેક્ટાઇલ ડિસફંક્શન (erectile dysfunction ) એ નપુંસકતાનું એક ખાસ લક્ષણ છે, જે ધીમે ધીમે અથવા અચાનક થઈ શકે છે. પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનની (premature ejaculation) જેમ ઇરેક્ટાઇલ ડિસફંક્શન પણ મોટાભાગે મનોવૈજ્ઞાનિક પરિબળોને કારણે થાય છે, જેને યોગ દ્વારા નિયંત્રિત કરી શકાય છે.
ફ્લેક્સિબિલીટી, સેન્સિટીવીટી અને કંટ્રોલ વધારશે
તમારા મોશન અને ફ્લેક્સિબિલીટી વધારવા માટે યોગ સૌથી શ્રેષ્ઠ છે. હિપ ઓપનર્સ જેવી પોઝિશનને પેલ્વિસમાંથી પરિભ્રમણ અને લોહીના પ્રવાહમાં સુધારો કરી શકે છે, સંવેદનશીલતામાં વધારો કરે છે. ‘મૂળ બંધ’ પેલ્વિક ફ્લોર પ્રત્યે જાગૃતિ અને નિયંત્રણ પેદા કરી શકે છે તેમજ આ સ્નાયુઓને મજબૂત બનાવી શકે છે. તમારા માસિક ધર્મમાં આવતી સમસ્યાઓ દૂર કરે છે અને તમારી સેક્સલાઇફને વધુ સારી બનાવે છે.
અભ્યાસ દર્શાવે છે કે જે મહિલાઓ નિયમિત યોગ કરે છે તેમનામાં ફોલિકલ ઉત્તેજક હોર્મોન, લ્યુટેઇનાઇઝિંગ હોર્મોન અને પ્રોલેક્ટિનનું સ્તર નીચું હોય છે, જે માસિક સ્રાવના ઓછા ગંભીર લક્ષણો દર્શાવે છે.
નવી સેક્સ પોઝીશન અજમાવો
અમુક યોગ પોઝીશન સેક્સ પોઝીશન્સમાં પણ ઉપયોગી છે. તેમાં તમે તમારા અંગૂઠાને સ્પર્શ કરવાની અને તમારા માથાની પાછળ એક પગને લપેટવાની તમારી નવી ક્ષમતાનો ઉપયોગ કરી શકો છો. યોગ તકનીકો પુરુષો અને સ્ત્રીઓ બંનેની શારીરિક પ્રવૃત્તિઓ અને જાતીય સંતોષ આપવામાં સુધારો કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર