Home /News /lifestyle /વધુ પડતો આરામ બનશે હરામ! વધારે ઊંઘ લેવી પણ બની શકે છે હાનિકારક, જાણો તેની નકારાત્મક અસર

વધુ પડતો આરામ બનશે હરામ! વધારે ઊંઘ લેવી પણ બની શકે છે હાનિકારક, જાણો તેની નકારાત્મક અસર

વધુ પડતો આરામ બની શકે છે હરામ!

Oversleeping Side Effect: આપણે બધા જાણીએ છીએ કે ઓછી ઊંઘથી શરીરને ઘણા પ્રકારના નુકસાન થાય છે, પરંતુ શું તમે જાણો છો કે વધુ ઊંઘવું પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે?

સારા સ્વાસ્થ્ય માટે આરામ ખૂબ જ જરૂરી છે, તેથી જ દરેક આરોગ્ય નિષ્ણાત હેલ્ધી એડલ્ટ લોકોને દરરોજ 7 થી 8 કલાક સૂવાની સલાહ આપે છે. તેનાથી દિવસભરનો થાક દૂર થાય છે અને તાજગીનો અનુભવ થાય છે. નોંધનીય છે કે, ઓછી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ, શું તમે જાણો છો કે, વધારે પડતી ઊંઘ પણ સ્વાસ્થ્ય માટે ઘાતક થઈ શકે છે. વધારે પડતી ઊંઘ લેવી પણ સ્વાસ્થ્યના આ મુજબના ગેરફાયદા છે.

વધુ પડતી ઊંઘ લેવાના ગેરફાયદા

હૃદય રોગ

જો 8 કલાક પછી પણ તમને ઊંઘ ન આવતી હોય તો એલાર્મ અથવા પરિવારના સભ્યોની મદદ લો, કારણ કે જો તમે લાંબો સમય સૂઈ રહો છો તો હૃદયને જોખમ થઈ શકે છે. તેનાથી કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ વધી જાય છે.

આ પણ વાંચોઃ પુરુષોની સરખામણીએ મહિલાઓ માટે વજન ઘટાડવું મુશ્કેલ! જાણો શું છે કારણ?

માથાનો દુખાવો

જો તમને પૂરતી ઊંઘ આવે તો તેનાથી થાક અને માથાનો દુખાવો દૂર થાય છે, પરંતુ જો તમે તેના કરતાં વધુ ઊંઘવાની આદત ધરાવતા હોવ તો તેનાથી માથાનો દુખાવો વધી શકે છે, તેથી આ ખરાબ આદતને જલદીથી બદલી નાખો.

હતાશા

આપણે બધા જાણીએ છીએ કે ઓછી ઊંઘ લેવાથી તણાવ વધી શકે છે, પરંતુ વધુ પડતી ઊંઘ લેવાથી પણ આવી સમસ્યાઓ થઈ શકે છે. જે લોકો પોતાની ઊંઘને કાબૂમાં રાખી શકતા નથી, તેઓ ઘણીવાર ડિપ્રેશનનો શિકાર બને છે.

આ પણ વાંચોઃ હાર્ટને લગતી આ 5 અફવાઓ પર ક્યારેય ના આપતા ધ્યાન, જાણો શું છે તથ્ય



સ્થૂળતા

જ્યારે તમે એક મર્યાદાથી વધુ ઊંઘો છો, તો સ્વાભાવિક છે કે તમે શારીરિક પ્રવૃત્તિઓ માટે સમય કાઢી શકશો નહીં, આવી સ્થિતિમાં પેટ અને કમરની ચરબી વધે છે. આ પાછળથી ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે.
First published:

Tags: લાઇફ સ્ટાઇલ