ઠંડીમાં સ્કિન કરશે ગ્લો, આ રીતે પસંદગી કરો સાચા Moisturizer

News18 Gujarati
Updated: October 16, 2019, 12:16 PM IST
ઠંડીમાં સ્કિન કરશે ગ્લો, આ રીતે પસંદગી કરો સાચા Moisturizer
સ્કિન ગ્લો કરતી તસવીર

જો તમારી ચામડી સામાન્ય હોય તો તમે ઘણાં લકી છો. તમારે મોઈશ્ચરાઈઝરની પસંદગી કરવા માટે કલાકો સુધી વિચારવાની જરૂર નથી.

  • Share this:
બસ હવે ગણતરીના દિવસોમાં જ દિવાળી આવી જશે. અને તે બાદ શિયાળા એટલે કે ઠંડીની શરૂઆત થઈ જશે. ઠંડીમાં આમ પણ વાતાવરણ ખુશનુમા અને રોમેન્ટિક હોય છે, પરંતુ તમારી સ્કિન પણ ઘણઈ સેન્સિટિવ પણ હોય છે. આ મોસમમાં કુદરતી ભેજ ખોવાઈ જવા લાગે છે. એવામાં ચામડીની ચમક જાળવી રાખવા માટે સાચા મોઈશ્ચરાઈઝરની પસંદગી કરવી ઘણી જરૂરી બને છે. તેનાથી તમારા ચહેરાની ચમક તો જળવાઈ જ રહે છે, જેનાથી તમારો કૉન્ફિડન્સ લેવલ પણ સારો રહે છે. આવો જાણીએ સ્કિનના હિસાબે કયું મોઈશ્ચરાઈઝર સારું રહેશે... ઠંડીમાં સ્કિન કરશે ગ્લો, આ રીતે પસંદગી કરો સાચા Moisturizer

સૂકી ચામડી
શું તમારી ચામડી હંમેશા સૂકી રહે છે? તેનાથી ચહેરો ધોયા બાદ ચામડી ખેંચાયેલી લાગે છે. તેનો અર્થ એ છે કે તેમની ચામડી સૂકી છે. તે માટે તમારે ગાઢ મોઈશ્ચરાઈઝરનો ઉપોગ કરવો ઉચિત રહેશે. પરંતુ તે લગાવતા પહેલા તેનો સ્કિન ટેસ્ટ જરૂર કરી લો.

મિશ્રિત ચામડી
શું તમારા માથા, નાક અને કપાળ પર પરસેવાની ટીપાં ચમકે છે? તો તમારી ચામડી મિશ્રેત છે. આ માટે મોઈશ્ચરાઈઝરની પસંદગી કરવી ઘણી મુશ્કલ છે. કારણ કે બજારમાં આવા મોઈશ્ચરાઈઝર ઉપલબ્ધ નથી. તેથી આ માટે તૈલીય અને ડ્રાય સ્કિનને મિક્સ કરી લગાવવું સારું રહેશે.

તૈલીય ચામડીજ્યારે તમે પાણીથી ચહેરો ધૂઓ તો થોડા સમય બાદ ચહેરા પર ચીકાશ અને રામ છિદ્રો દેખાવા લાગે છે. તે માટે વૉટર બેસ્ડ કે જેલ બેસ્ડ મોઈશ્ચરાઈઝર ઉચિત રહે છે. જો તેમાં વિટામિન E ની માત્રા હોય તો તે તમારા નિખર પર ચારચાંદ લગાવી દેશે.

સામાન્ય ચામડી
જો તમારી ચામડી સામાન્ય હોય તો તમે ઘણાં લકી છો. તમારે મોઈશ્ચરાઈઝરની પસંદગી કરવા માટે કલાકો સુધી વિચારવાની જરૂર નથી. તમે બજારમાં મળતા ઘણાં મોઈશ્ચરાઈઝરને અજમાવી શકો છો. પરંતુ તેને ખરીદતા પહેલાં તેની ઍક્સપાયરી ડેટ પણ ચેક કરી લો.

આ પણ વાંચો-  ધનતેરસના દિવસે આ 5 ચીજોની ખરીદી અવશ્ય કરજો, થઈ જશો માલામાલ

આ પણ વાંચો-  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

આ પણ વાંચો-  આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં

આ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?

આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ

આ પણ વાંચો-  આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર
First published: October 16, 2019, 9:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading