Home /News /lifestyle /

તમારી ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ છે કે નબળી? આવી રીતે કરો ચેક

તમારી ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ છે કે નબળી? આવી રીતે કરો ચેક

તમારી ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ છે કે નબળી? આવી રીતે કરો ચેક Image Credit : Pexels/Ivan Samkov

શ્વેત રક્ત કોશિકાઓ, એન્ટીબોડીઝ અને અન્ય પ્રકારના પોષકતત્વો શરીરમાં ઈમ્યુન સિસ્ટમ બનાવે છે અને બહારના સંક્રમણ સામે સુરક્ષા આપે છે

How To Check Your Immunity : ભારતમાં કોરોનાની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જોવા મળી છે. કોરોના મહામારી હવે તેના ચરમ પર ગઈ છે. જે વ્યક્તિઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, તેમને ડૉકટર અને વૈજ્ઞાનિકો બહાર ન જવાની અને પ્રોટેક્શનમાં રહેવાની સલાહ આપી રહ્યા છે. જે વ્યક્તિઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, તેમના માટે કોરોનાની બીજી લહેર ખૂબ જ જીવલેણ અને જોખમકારક સાબિત થઈ રહી છે. ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિઓ જલ્દીથી સંક્રમિત થઈ રહ્યા છે અને સ્ટ્રોન્ગ ઈમ્યુનિટી ધરાવતા દર્દી જલ્દીથી સાજા થઈ રહ્યા છે.

શ્વેત રક્ત કોશિકાઓ, એન્ટીબોડીઝ અને અન્ય પ્રકારના પોષકતત્વો શરીરમાં ઈમ્યુન સિસ્ટમ બનાવે છે અને બહારના સંક્રમણ સામે સુરક્ષા આપે છે. જે વ્યક્તિઓની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે તે વ્યક્તિઓ ઋતુ બદલાતા બીમાર પડે છે. વૈશ્વિક મહામારીથી બચવા માટે ઈમ્યુનિટી વધારવાની સલાહ આપવામાં આવે છે. સંક્રમણથી બચવા માટે યોગ, વ્યાયામ અને યોગ્ય ભોજન અને લાઈફ સ્ટાઈલની પણ સલાહ આપવામાં આવે છે, આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ તમામ બાબતો વચ્ચે લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે તેમના શરીરમાં ઈમ્યુનિટી કેવી રીતે કામ કરે છે. ઈમ્યુનિટી અંગેના તમારા મનમાં થતા દરેક સવાલોના જવાબ અહીંયા આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો - લાંચના પૈસા પાછા આપતો Video Viral, જાણો કેવી રીતે બની આ અજીબ ઘટના

ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ છે કે નબળી

· જો તમને ઋતુ બદલાવાથી શરદી, ખાંસી થઈ જાય છે, તો તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે. જેના કારણે તમે જલ્દી બીમાર થઈ જાવ છો.

· જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, તેમને કોઈને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે છે.

· ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિઓને બહારનું ફૂડ ખાવાથી જલ્દી ઈંફેક્શન અને ફૂડ પોઈઝનિંગ થઈ જાય છે.

· ઓછી ઈમ્યુનિટી ધરાવતા વ્યક્તોની આંખ નીચે કાળા ધબ્બા ખૂબ જ પ્રોમિનન્ટ હોય છે.

· સવારે ઊઠ્યા બાદ જો તમને તાજગી નથી અનુભવાતી તો તમારી ઈમ્યુનિટી નબળી પડી ગઈ હોવાનું એક કારણ હોઈ શકે છે.

· ઈમ્યુનિટી ઓછી હોવાથી દિવસભર એનર્જી લેવલ ઓછુ રહે છે અને આખો દિવસ ઊંધ આવે છે, તથા થાક પણ જલ્દી લાગે છે.

· રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે પેટની સમસ્યા રહે છે અને પાચન યોગ્ય રીતે થતુ નથી.

· ઈમ્યુનિટી વીક હોવાને કારણે સ્વભાવ ચીડિયો થઈ જાય છે.

સ્ટ્રોન્ગ ઈમ્યુનિટી

· જો તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત છે તો કોઈપણ સંક્રમણ કે બીમારીથી બચવા માટે દવાઓની જરૂરિયાત નથી રહેતી.

· જે લોકો સ્ટ્રોન્ગ ઈમ્યુન સિસ્ટમ ધરાવે છે, તે લોકો વાયરલ અને ઈંફેક્શનથી પોતાનો બચાવ કરી શકે છે.

· સ્ટ્રોન્ગ ઈમ્યુન સિસ્ટમ ધરાવતા લોકોમાં શરદી-ખાંસીની સમસ્યા જોવા મળતી નથી. જો તેમને શરદી-ખાંસી થાય તો જલ્દીથી મટી જાય છે.

· મજબૂત ઈમ્યુનિટી ધરાવતા લોકોને ઈજા થાય, તો તેના પર રુઝ આવવામાં વધુ સમય લાગતો નથી અને જલ્દી રિકવર થઈ જાય છે.

ઈમ્યુનિટી વધારવા માટેનો આહાર

· હેલ્થલાઈન અનુસાર તમારી દૈનિક આહાર પ્રણાલીમાં સાઈટ્રિક ફૂડ ઓરેન્જ, લીંબુ, લાઈમ, ગ્રેપૂટ, ટેંજેરિન, કીવી જેવા ફળોને શામેલ કરવા જોઈએ.

· વિટામિન સી થી ભરપૂર આહારનું સેવન કરો.

· રેડ બેલ પેપર, બ્રોકોલી, લસણ, આદુ, પાલક જેવા શાકભાજીનું સેવન કરો કે જેમાં, ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ, વિટામિન સી અને ઈમ્યુનિટી બૂસ્ટ પ્રોપર્ટીઝ રહેલી છે.

· નિયમિત દહીંનુ સેવન કરવું જોઈએ, જે તમારી ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોન્ગ બનાવે છે.

· ડ્રાયફ્રુટ્સ અને અલગ અલગ પ્રકારના સીડનું સેવન કરવું જોઈએ. પપૈયુ, હળદર, ગ્રીન ટી, ચીકન, ઈંડા પણ તમારી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. આ બાબત પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published:

Tags: Health News, Immunity, Immunity boaster, Immunity boaster food, Immunity food, Lifestyle

આગામી સમાચાર