Home /News /lifestyle /

હૃદય સંબંધી બીમારીઓ અને કોલેસ્ટ્રોલ માટે પ્લાસ્ટિક પણ જવાબદાર છે, જાણો કઈ રીતે

હૃદય સંબંધી બીમારીઓ અને કોલેસ્ટ્રોલ માટે પ્લાસ્ટિક પણ જવાબદાર છે, જાણો કઈ રીતે

પ્લાસ્ટિક (Plastic) હૃદયની બીમારી અને કોલેસ્ટ્રોલનું કારણ બની શકે છે. (Image credit- Canva.com)

Plastic Responsible for Heart Disease & Cholesterol: આપણી લાઇફસ્ટાઇલનો સૌથી મહત્વનો ભાગ બની ચૂકેલ પ્લાસ્ટિક હૃદયની બીમારી અને કોલેસ્ટ્રોલનું કારણ બની શકે છે. પ્લાસ્ટિકને વધારે ટકાઉ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રસાયણો ફ્થાલેટ પ્લાઝમા (phthalate plasma) કોલેસ્ટ્રોલનું લેવલ વધારી નાખે છે.

વધુ જુઓ ...
    Plastic Responsible for Heart Disease & Cholesterol: આપણી લાઇફસ્ટાઇલનો સૌથી મહત્વનો ભાગ બની ચૂકેલ પ્લાસ્ટિક (Plastic) હૃદયની બીમારી અને કોલેસ્ટ્રોલનું કારણ બની શકે છે. આ દાવો કર્યો છે અમેરિકાની યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયા-રિવરસાઈડ (University of California, Riverside)ના સ્કૂલ ઓફ મેડિસિન (School of Medicine)ના વૈજ્ઞાનિકોએ. આ સ્ટડી મુજબ, પ્લાસ્ટિકને વધારે ટકાઉ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રસાયણો (chemicals) ફ્થાલેટ પ્લાઝમા (phthalate plasma) કોલેસ્ટ્રોલ (cholesterol)નું લેવલ વધારી નાખે છે. આ સ્ટડીના નિષ્કર્ષને એન્વાયરમેન્ટલ હેલ્થ પર્સ્પેક્ટિવ (Environmetal Health Perspectives) નામની જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે.

    તમને જણાવી દઈએ કે કોલેસ્ટ્રોલ માનવ કોશિકાઓની બહાર એક ખાસ એલિમેન્ટથી બનેલું સ્તર છે. તેને મેડિકલ સાયન્સની ભાષામાં કોલેસ્ટ્રોલ અથવા લિપિડ કહે છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. પહેલું બેડ કોલેસ્ટ્રોલ જે માનવ શરીર માટે ખતરનાક છે અને બીજું ગુડ કોલેસ્ટ્રોલ જે શરીર માટે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ જેટલું જ મહત્વનું છે.

    ઓછી ઘનતાવાળા લિપોપ્રોટીનને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. જ્યારે લિપોપ્રોટીનમાં પ્રોટીનની જગ્યાએ ચરબીનું પ્રમાણ વધવા લાગે છે, ત્યારે અહીં બેડ કોલેસ્ટ્રોલ જમા થવા લાગે છે. આ સ્થિતિમાં,હૃદય રોગનું જોખમ ઘણું વધી જાય છે.

    આ પણ વાંચો: પ્રદૂષણથી બચવા અને ઇમ્યુનિટી વધારવા ખાઓ આ anti-pollution foods

    શું કહે છે નિષ્ણાતો

    યુસીઆર સ્કૂલ ઓફ મેડિસિન(UCR School of Medicine)ના પ્રોફેસર ચાંગચેંગ ઝોઉ (Changcheng Zhou)નું પ્લાસ્ટિક યુઝને લઈને કરવામાં આવેલ અભ્યાસ અંગે કહેવું છે, 'રિસર્ચ દરમિયાન અમને જાણવા મળ્યું કે DCHP એટલે કે Dicyclohexyl Phthalate, પ્રિગનેન એક્સ રિસેપ્ટર (Pregnan X receptor) એટલે કે પીએક્સઆર સાથે ગાઢ રીતે સંકળાયેલું છે.

    DCHP પેટમાં PXR બનાવે છે અને કોલેસ્ટ્રોલના શોષણ અને પરિવહન માટે જરૂરી મુખ્ય પ્રોટીનને પ્રેરિત કરે છે. અમારો અભ્યાસ સૂચવે છે કે DCHP પેટમાં હાજર PXR સિગ્નલિંગ દ્વારા હાઈ કોલેસ્ટ્રોલ પેદા કરે છે. DCHP નો ઉપયોગ વ્યાપકપણે ફેથલેટ પ્લાસ્ટિસાઇઝર તરીકે થાય છે.

    પર્યાવરણ સુરક્ષા એજન્સી (Environmental Protection Agency)એ તાજેતરમાં DCHP સાથે સંકળાયેલા જોખમોના મૂલ્યાંકનનો પ્રસ્તાવ આપ્યો છે. જો કે, મનુષ્યો પર તેની અસરો વિશે હજી વધુ માહિતી ઉપલબ્ધ નથી.

    આ પણ વાંચો: શું ડાયાબિટીસ મહિલાઓ માટે વધારે જોખમી છે? જાણો કઈ રીતે બ્લડ શુગર લેવલને પ્રમાણમાં રાખશો

    રીસર્ચના પરિણામો શું કહે છે?

    પ્રો. ચાંગચેંગ ઝોઉ કહે છે, 'ઉંદરો પર કરવામાં આવેલો અમારો અભ્યાસ પ્રથમ વખત DCHP અને હાઈ કોલેસ્ટ્રોલ અને હૃદય રોગ વચ્ચેના સંબંધ પર પ્રકાશ પાડે છે. આના પરિણામો પ્લાસ્ટિક સાથે સંકળાયેલા રસાયણોની હાઈ કોલેસ્ટ્રોલ અથવા ડિસ્લિપિડેમિયા અને હૃદય રોગ પર અસરોની નવી સમજણ પેદા કરે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Bad Cholesterol, Cholesterol, Health News, Health news gujarati, Heart Disease, Lifestyle gujarati news, Plastic

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन