વજન ઓછું કરવા થાળીમાં રાખો આટલી રોટલી અને ભાત

News18 Gujarati
Updated: February 27, 2020, 11:40 AM IST
વજન ઓછું કરવા થાળીમાં રાખો આટલી રોટલી અને ભાત
પ્રતિકાત્મક તસવીર

રોટલી અને ભાતમાં કોની પસંદગી? વાંચો અહીં

  • Share this:
હાલ આપણે જે રીતે ડેસ્ક જોબ કરીએ છીએ તેના કારણે મોટાપાની સમસ્યા તમને મોટો પ્રમાણમાં જોવા મળશે. આ સાથે જ અનિયમિત દિનચર્યા પણ આ માટે જવાબદાર હોઇ શકે છે. આ સમયે અનેક લોકો પોતાના ખાવા પર કંટ્રોલ કરીને વજન ઓછું કરવા માંગે છે. પણ યોગ્ય જાણકારીના અભાવે તે ખાવાનું તો ઓછું કરી દે છે પણ તેના કારણે શરીરમાં પર્યાપ્ત માત્રામાં આવશ્યક પોષણ નથી મળતું. તેવામાં આ લોકોને મોટી મુશ્કેલી થાય છે. (Diet Chart to Loose Weight) અનેક લોકોને તે પણ અસમંજસ હોય છે કે ખાવામાં કેટલી રોટલી અને ભાત ખાવા જોઇએ. ભાત અને રોટલીના આ પ્રમાણથી પર્યાપ્ત માત્રામાં કાર્બોહાઇડ્રેટ શરીરને મળે છે. ભારતીય થાળીમાં પ્રોટીન ઓછું અને કાર્બ વધુ માત્રામાં મળે છે. પણ જો તમે વજન ઓછું કરવામાં માંગો છો તો કાર્બ યુક્ત આહારને ના પાડતા શીખવું પડશે. તો જો તમારો પર વજન ઓછું કરવાનો પ્લાન હોય તો આવો જાણીએ કે થાળીમાં કેટલી માત્રામાં કાર્બ એડ કરવા જોઇએ. અને રોટી અને ભાતની થાળીમાં કેટલી માત્રા હોવી જોઇએ.

રોટલીની પોષણ માત્રા
રોટલીમાં કાર્બ સિવાય અનેક પોષક તત્વો હોય છે. તેમાં અનેક પ્રકારના માઇક્રો ન્યૂટ્રીએટ્સ, પ્રોટીન અને ફાઇબર હોય છે. કેટલાક લોકો રોટલીને ચાણસીને ચાણ્યા વગર લોટ પલાડીને બનાવે છે. તેનાથી તેમાં ફાઇબરની વધુ માત્રા રહે છે. જો એક રોટલીનું કેલેરી કાઉન્ટ કરીએ તો તેમાં લગભગ 15 ગ્રામ કાર્બ્સ, 3 ગ્રામ પ્રોટીન, 0.4 ગ્રામ ફેટ અને 71 કેલેરી મળે છે.

ભાત
ભાતની 1/3 વાટકીમાં લગભગ 80 કેલેરી મળે છે. તેમાં કાર્બની વાત કરીએ તો 18 ગ્રામ કાર્બ, 1 ગ્રામ પ્રોટિન 0.1 ગ્રામ ફેટ છે.

રોટલી અને ભાતમાં કોની પસંદગી?ફોલેટ વિટામિન ભાત અને રોટલીમાં અલગ અલગ માત્રામાં મળે છે. ફોલેટ વિટામિનથી બોડીમાં નવા સેલનું નિર્માણ થાય છે અને ડીએનએ બને છે. રોટલીમાં ભાત કરતા ફાસ્ફોરસ અને મેગ્નિશિયમ વધુ હોય છે. મેગ્નેશિયમ જ્યાં બ્લડ પ્રેશર અને બ્લડ શુગર લેવલ મેન્ટેન કરે છે ત્યાં જ ફોસ્ફોરસથી રેડ બ્લડ સેલ્સ અને આયરનની અછત પૂરી થાય છએ. જો તમે વજન ઓછું કરવા માંગો છો અને રોટલી ખાવી કે ભાત તેની અસંમજસ છે તો ભાતની જગ્યાએ રોટલી ખાવી વધુ ફાયદાકારક છે. અને તમે વચ્ચે વચ્ચે ક્યારે ભાતની જગ્યાએ બ્રાઉન રાઇસ લઇને તમારા ભાત ખાવાની ઇચ્છા પણ પૂર્ણ કરી શકો છો.
First published: February 27, 2020, 11:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading