શિયાળામાં કેમ રોજ પીવો જોઇએ આમળાનો રસ, જાણી લો કારણ

News18 Gujarati
Updated: January 25, 2020, 3:34 PM IST
શિયાળામાં કેમ રોજ પીવો જોઇએ આમળાનો રસ, જાણી લો કારણ
આમળાનુ સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ પણ દૂર થાય છે.

આયુર્વેદમાં આમળાને શરીરના સર્વાંગી વિકાસ માટે અસરકારક ગણાવવામાં આવ્યા છે.

  • Share this:
લાઇફસ્ટાઇલ ડેસ્ક : શિયાળામાં ભરપૂર આમળા મળતા હોય છે. આયુર્વેદમાં આમળાને શરીરના સર્વાંગી વિકાસ માટે અસરકારક ગણાવવામાં આવ્યા છે. શિયાળામાં દૈનિક આહારમાં આમળા ઉમેરીને અનેકવિધ આરોગ્ય લાભો મળી શકે છે. આમળાને કાચા ખાઇ શકાય છે, તેનો રસ પી શકાય છે, તેનું અથાણું, મુરબ્બો, આથેલા આમળા ખાઇ શકાય છે. આમળા માનવ શરીરમાં અનેક રીતે ગુણકારી છે.

રોજ આમળાનાં રસનું સેવન કરવાથી ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સિડેન્ટ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેડ, ફાઈબર, પ્રોટીન, વિટામિન્સ, મેગ્નેશિયમ,આયરન મળે છે. આમળાનુ સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ પણ દૂર થાય છે. આમળા ખાવાથી અને તેનો રસ પીવાથી આપણને કેવા કેવા ફાયદા થાય છે તે જાણીએ.

આ પણ વાંચો : દેશી ઘી વજન ઘટાડવાની સાથે પેટની ચરબી પીગળાવવામાં પણ છે અકસીર

1. આંખની બીમારીઓ
આમળાનો રસ આંખો માટે લાભકારી છે. આમળા ખાવાથી આંખની રોશની તેજ થાય છે.

2. ડાયાબીટીસઆમળામાં ક્રોમિયમ તત્વ હોય છે. જે ડાયાબીટીસ માટે લાભકારી છે. રોજ આમળાનુ સેવન કે રસ પીવાથી લોહીમાં ખાંડની માત્રા નિયત્રિત રહે છે. આ સાથે જ આમળા ખરાબ કોલેસ્ટ્રોલને ખતમ
કરી સારું કોલેસ્ટ્રોલ બનાવવામાં મદદ કર છે.

3. માસિક ધર્મમાં સમસ્યા
પીરિયડસ મોડા આવવા, વધુ રક્તસ્ત્રાવ થવો, માસિક ધર્મ જલ્દી જલ્દી આવવો અને પેટમાં દુખાવા જેવી અનેક સમસ્યાઓ માટે આમળાનુ સેવન કરવુ ખૂબ જ લાભકારી હોય છે.

4. મજબૂત હાડકા
આમળાનો રસ પીવાથી સેવન કરવાથી હાડકા મજબૂત બને છે.

5. પાચનક્રિયામાં મદદ
આમળાનુ સેવન કરવાથી ખાવાનું સહેલાઈથી પચી જાય છે.

આ પણ વાંચો : Health Tips : સ્કિન અને આંખોની સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે ગાજરનું જ્યુસ

6. મેટાબોલિઝમ વધારે છે
આમળાના રસથી કે સેવન કરવાથી મેટાબોલિઝમ પ્રક્રિયામાં સારી થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
First published: January 25, 2020
વધુ વાંચો
अगली ख़बर