વાઇ થવાનું શું છે કારણ? વાઇની બીમારીને હરાવવા માટે તેના વિશેની મહત્વની સમજ

ફાઈલ તસવીર

વાઇની બીમારીથી પીડાતા 1 કરોડ લોકોનું કાં તો નિદાન નથી થયું અથવા તો તેમને તબીબી સારવાર મળી રહી નથી.

 • Share this:
  અમદાવાદઃ ભારતમાં (Bharat) તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર લગભગ 1.3 કરોડ લોકો વાઇની બીમારીથી (Epilepsy) પીડાઇ રહ્યાં છે પરંતુ ફક્ત 29 લાખ દર્દીઓને (Epilepsy patient) સારવાર મળી રહી છે. વાઇની બીમારીથી પીડાતા 1 કરોડ લોકોનું કાં તો નિદાન નથી થયું અથવા તો તેમને તબીબી સારવાર મળી રહી નથી. તેમજ, આ બીમારી અંગે જાગૃતિના અભાવ અને તેની સાથે સંકળાયેલી કેટલીક અવધારણાઓના કારણે તેની સાથે એક કલંકની ભાવના પણ જોડાયેલી છે.

  વાઇ વાસ્તવમાં એક ન્યૂરોલોજિકલ સ્થિતિ/બીમારી છે જેમાં વ્યક્તિને વારંવાર આંચકી (શરીરમાં ખેંચ) આવે છે. આંચકી એ અસામાન્ય વર્તણૂક, સંવેદના અને કેટલીક વખત સભાનતા ગુમાવવાનો સમયગાળો છે જે મગજમાં ચાલતી વીજળીક પ્રવૃત્તિઓમાં અચાનક વૃદ્ધિ, ટેકનિકલ રીતે કહીએ તો અતિભારણનું કારણ બને છે.

  વાઇ થવાનું કારણ શું છે?
  વાઇ થવા માટે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ જવાબદાર હોય છે. આમાં મગજમાં ગાંઠ, માથામાં ઇજા, ચેપ, પક્ષઘાત અથવા જનિનિક સ્થિતિ પણ આવી જાય છે. જોકે, પુખ્તો અને બાળકો બંનેમાં વાઇના લગભગ 70 ટકા કિસ્સામાં કોઇ ચોક્કસ કારણ નક્કી કરી શકાતું નથી. કેટલાક સામાન્ય કારણો: ખોટી દવાઓ, તણાવ, બેચેની અથવા અતિ ઉત્સાહ, હોર્મોનમાં થતા ફેરફારો, ચોક્કસ પ્રકારનું ભોજન, દારુનું સેવન, પ્રકાશ-સંવેદનશીલતા અને સંગીત છે.

  વાઇની બીમારીના મુખ્ય પડકારો:
  વાઇની બીમારીની વાત છે ત્યાં સુધી, તેનું નિદાન થવું એજ એક સમસ્યા છે. સામાજિક-સાંસ્કૃતિક સમસ્યાઓ અથવા પ્રતિબંધો/માન્યતાઓ સહિત આ સ્થિતિ સાથે સંકળાયેલી સંખ્યાબંધ અવધારણાઓ છે. કેટલીક વખત આ સ્થિતિનું તબીબી નિદાન પણ સાચું નથી હોતું જેના કારણે ખોટી સારવાર અથવા સારવારમાં વિલંબના કારણે સમસ્યા વધે છે.

  વાઇ એક એવી સામાન્ય સ્થિતિ છે જેને વ્યાપક રીતે બીમારી તરીકે માનવામાં આવતી હોવા છતાં, તેના વિશે સારી રીતે સમજણ કેળવવામાં નથી આવી અને મોટાભાગે તેની સારી સારવાર પણ નથી થતી. વાઇથી પીડિત લોકોને પણ તંદુરસ્તીની દૃષ્ટિએ ખૂબ જ ખરાબ ગુણવત્તાના જીવન જેવી આરોગ્ય અને સામાજિક વિષમતાઓનો અનુભવ થાય છે. વાજબી રીતે ખૂબ સારી રીતે નિયંત્રિત વાઇથી પીડિત લોકો મોટાભાગે લોકો તરફથી ખરાબ પ્રતિક્રિયાઓ આવવાના અથવા આ બીમારી સાથે જોડાયેલી કલંકની ભાવનાના ડરથી તેમના મિત્રો અને સહકર્મચારીઓ સાથે તેમની આંચકીની સમસ્યા અંગે વાત નથી કરતા.

  ભારતમાં, એક એવી માન્યતા છે કે, આ સમસ્યા કોઇ દુષ્ટાત્મા અને ભૂત-પ્રેતના કારણે થાય છે જે વાસ્તવમાં તદ્દન ખોટી વાત છે, કારણ કે વ્યક્તિના પાછલા જીવન સાથે તેને કોઇ લેવાદેવા નથી હોતા. આ એક વૈજ્ઞાનિક ન્યૂરોલોજિકલ સમસ્યા છે - જેને યોગ્ય સારવારથી નિયંત્રણમાં લઇ શકાય છે. વાઇના રોગચાળા વિષયક અભ્યાસો એવું સૂચવે છે કે, એકંદરે વાઇ આવવાની ઘટના મહિલાઓની સરખામણીએ પુરુષોમાં સહેજ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

  જો તમને લાગતુ હોય કે, તમને અથવા તમારા કોઇ પ્રિયજનને આંચકી આવે છે તો, તેનો ઇલાજ શું થઇ શકે તે અંગે ડૉક્ટર સાથે વિચારવિમર્શ કરો તે ખૂબ જ મહત્વનું છે.

  કેટલી વખત અસામાન્ય આંચકીનો હુમલો આવે છે તેની નોંધ રાખો, જે દિવસે આવી હોય તેનો સમય અને કેવી રીતે આવી હતી તેની માહિતી રાખો. આમ કરવાથી ડૉક્ટરને એ નક્કી કરવામાં મદદ મળશે કે, તમે જે કહી રહ્યાં છો તે વાઇના લક્ષણો છે કે નહીં. ડૉક્ટરને વાઇનું નિદાન કરવાનું સૌથી પહેલું સાધન કેવી આંચકી આવે છે તેમજ તેની શરૂઆત થાય તે પહેલાં શું થાય છે તેની શક્ય હોય એટલી વધુ માહિતી સાથે કાળજીપૂર્વક જાણેલો દર્દીનો તબીબી ઇતિહાસ છે. જો તમારા જીવનમાં કોઇને વાઇનું નિદાન થયું હોય તો, તે વધુ સહાયક રહેશે અને સમજવામાં મહત્વપૂર્ણ રહેશે.

  અંદાજે 30થી 40 ટકા વાઇ જિનેટિક વલણોના કારણે થાય છે. સીધો લોહીનો સંબંધ ધરાવતી કોઇ વ્યક્તિને જો વારસાગત વાઇની સમસ્યા હોય તો દર્દીને વાઇ થવાનું જોખમ બેથી ચાર ગણું વધી જાય છે5. આંચકી/શારીરિક ખેંચની સારવાર રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા કરવી જોઇએ જેથી તેનું યોગ્ય નિદાન થાય અને દર્દીને સમયસર યોગ્ય સારવાર મળી રહે. જો તમારી પહોંચમાં હોય તો, તમે એવા ન્યૂરોલોજિસ્ટ્સનો સંપર્ક કરી શકો છો જેઓ યોગ્ય સારવારના પ્રોટોકોલમાં મદદ કરી શકે.

  વાઇથી પીડાતા બાળકોના માતાપિતાઓને તમે કોઇ ખાસ સલાહ આપવા માંગો છો? અને આવી સ્થિતિમાં દર્દીની સંભાળ લેનાર વ્યક્તિની શું ભૂમિકા હોવી જોઇએ?

  સંભાળ લેનારે અવશ્યપણે બાળક પર સતત નજર રાખવી જોઇએ અને ક્યારેય બાળકને સંપૂર્ણ એકલું/ધ્યાન રાખ્યા વગર લાંબો સમય છોડવું જોઇએ નહીં. કયા કારણથી આંચકી આવે છે તે જાણો અને શક્ય હોય ત્યાં સુધી તેવી પરિસ્થિતિ ટાળો. ખાતરી કરો કે, બાળકના શિક્ષકો/વાલીઓને આવી તબીબી સમસ્યા ધરાવતા બાળક વિશે જાણકારી હોય અને તેમને નિશ્ચિતરૂપે ઇમરજન્સી સંપર્કોની વિગતો પૂરી પાડો.

  આ પણ વાંચોઃ-દર્દનાક ઘટના! સ્કૂલ જઈ રહેલી શિક્ષિકા ઉપર પડ્યો 11KV વીજળીનો તાર, સ્કૂટી સહિત જીવતી ભડથું થઈ ટીચર

  દવાઓ સમયસર લેવામાં આવે છે અને જરૂરી ફોલોઅપ મુલાકાત/તપાસ કરવામાં આવે છે તેની ખાતરી કરો. દર્દીમાં રેડ ફ્લેગ્સ લક્ષણો જાણો અને ખાતરી કરો કે, રેડ ફ્લેગ્સ લક્ષણોની શંકા લાગે એટલે તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવામાં આવે. જ્યારે બાળક શરીરમાં ખેંચ આવવાની સક્રિય સ્થિતિમાં હોય ત્યારે તેને મોંમાં કોઇપણ વસ્તુ (પાણી/ગોળી/સિરપ) આપવી નહીં અને તેને/તેણીને લઇને તુરંત હોસ્પિટલ પહોંચો.

  શું તે મહિલાઓને અલગ રીતે અસર કરે છે? શું આની કોઇ લાંબાગાળાની અસર હોય છે –એકંદરે આરોગ્ય પર થતી અસર અને ગર્ભાધાન માટે તેમના સામર્થ્ય વિશે કંઇક કહેશો?

  વાઇથી પીડિત છોકરી/મહિલા સામાજિક-સાંસ્કૃતિક પ્રતિબંધોથી પીડાય છે – માટે તેમના પરિવાર સાથે વાત કરીને આ સમસ્યા ઉકેલવાની જરૂર છે. જો સારવાર અને યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો, ઘરે સારી સહાયક સિસ્ટમની મદદથી લગભગ સામાન્ય જીવન જીવવું શક્ય છે. વાઇથી પીડિત મહિલાઓ સામાન્ય મહિલાઓની જેમ જ ગર્ભાધાન કરી શકે છે. ગર્ભાધાનથી વાઇ પર શું અસર પડશે તેનું અનુમાન કરવું મુશ્કેલ છે. કેટલીક મહિલાઓમાં વાઇને કોઇ અસર થતી નથી જ્યારે અમુક કિસ્સામાં તેમની સ્થિતિમાં સુધારો પણ જોવા મળી શકે છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'મમ્મી રડતી નહીં, મને કોઈ યાદ પણ ના કરતા, સટ્ટાની ટેવને લીધે હું થાકી ગયો છું, થલતેજની હોટલમાં યુવકની આત્મહત્યા

  જોકે, ગર્ભાધાનના કારણે શારીરિક અને માનસિક રીતે થોડો તણાવ વધે છે તેમજ થાક પણ વધે છે તેથી વારંવાર અને વધુ તીવ્ર આંચકી આવી શકે છે. કોઇપણ જોખમો ઘટાડવા માટે, તમે ગર્ભાધાન કરો તે પહેલાં અથવા તમે ગર્ભવતી થવાનું વિચારી રહ્યાં હોવ તો, તમારી દવાઓ અંગે તમારા ન્યૂરોલોજિસ્ટની સલાહ લો. તેઓ કદાચ તમને વૈકલ્પિક સારવાર આપી શકે છે. સામાન્યપણે, તમારી દવાઓમાં ગર્ભાધાન દરમિયાન કોઇ ફેરફાર કરવામાં આવે તેના કરતાં અગાઉથી કરવામાં આવે તે વધુ બહેતર છે.

  આ પણ વાંચોઃ-સુરત: એક જ પરિવારના ચાર બાળકો તાપી નદીમાં ન્હાવા પડ્યા, ત્રણનાં મોત, નદી કિનારે નેપાળી પરિવારનો કલ્પાંત

  તમે વાઇ વિરોધી દવાની ચિકિત્સા લઇ રહ્યાં હોવ ત્યારે ગર્ભાધાન થાય તો, તેને ચાલુ રાખો અને તમારા GP અથવા સ્પેશિયાલિસ્ટનો તાત્કાલિક સંપર્ક કરીને તમારી સારવાર અંગે ચર્ચા કરો. તમારી સારવારમાં ફેરફાર કરશો નહીં અથવા સ્પેશિયાલિસ્ટની સલાહ વગર દવા લેવાનું બંધ કરશો નહીં, ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન. ગર્ભાવસ્થા દરમિયાન તીવ્ર આંચકી આવવાથી તમને અને તમારા બાળકને હાનિ અથવા ઇજા થવાની શક્યતા રહે છે માટે આ જરૂરી છે.  શું વાઇથી પીડિત લોકો સામાન્ય જીવન જીવી શકે તે શક્ય છે? તેમના જીવનની ગુણવત્તા પર શું અસર પડી શકે છે?

  વાઇથી પીડિતા મોટાભાગના લોકો હેલ્થ કેર પ્રેક્ટિશનર દ્વારા યોગ્ય સારવાર અને માર્ગદર્શન સાથે તંદુરસ્ત અને સામાન્ય જીવન જીવી શકે છે.
  એબ્બોટ ઇન્ડિયાના ‘આંચકી મુક્ત અભિયાનમાં જોડાઓ – તેને હરાવવા માટે તેની સારવાર કરો’ અભિયાનનો ઉદ્દેશ આ સમસ્યાના લક્ષણો ધરાવતા લોકોને તાત્કાલિક તેમના ન્યૂરોલોજિસ્ટની સલાહ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

  Disclaimer:
  ** This is in partnership with Abbott India, written by Dr. Paresh Zanzmera, Consultant Neurologist, Deep Neuro Epilepsy Clinic, Surat.

  Information appearing in this material is for general awareness only and does not constitute any medical advice. Please consult your doctor for any questions or concerns you may have regarding your condition.

  References:
  1 National Center for Chronic Disease Prevention and Health Promotion, Division of Population Health. https://www.cdc.gov/epilepsy/about/faq.htm
  2Santhosh NS, Sinha S, Satishchandra P. Epilepsy: Indian perspective. Ann Indian Acad Neurol. 2014;17(Suppl 1):S3-S11.
  4.
  5https://www.uchicagomedicine.org/conditions-services/neurology-neurosurgery/epilepsy-seizures/causes
  6
  7 Durugkar S, Gujjarlamudi HB, Sewliker N. Quality of life in epileptic patients in doctor's perspective. Int J Nutr Pharmacol Neurol Dis 2014;4:53-7
  8 Shetty PH, Naik RK, Saroja A, Punith K. Quality of life in patients with epilepsy in India. J Neurosci Rural Pract. 2011;2(1):33-38.
  9 Jacqueline French, Cynthia Harden, Page Pennell, Emilia Bagiella, Evie Andreopoulos, Connie Lau, Stephanie Cornely, Sarah Barnard, and Anne Davis; Neurology April 5, 2016 vol. 86 no. 16 Supplement I5.001
  10 https://www.nebraskamed.com/neurological-care/epilepsy/with-right-treatment-most-epilepsy-patients-can-live-normal-lives
  11 https://www.aans.org/en/Patients/Neurosurgical-Conditions-and-Treatments/Epilepsy
  Published by:ankit patel
  First published: