Home /News /lifestyle /શું છે સ્ક્વેલિન? શરીરમાં કૉલસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં ભજવે છે મહત્વની ભૂમિકા, જાણો તમામ માહિતી

શું છે સ્ક્વેલિન? શરીરમાં કૉલસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં ભજવે છે મહત્વની ભૂમિકા, જાણો તમામ માહિતી

જીવનશૈલીમાં બદલાવ (Lifestyle changes) આવવાને કારણે આહાર પ્રણાલી ખરાબ થઈ ગઈ છે. ત્યારે સ્કવેલિન આપણા શરીરનું રક્ષણ કરે છે.

હાઈ બ્લડ પ્રેશર (High blood pressure) અને અયોગ્ય આહાર પ્રણાલીને કારણે હ્રદય સંબંધિત સમસ્યા થવાનું મુખ્ય કારણ છે. લીલા પત્તાવાળા શાકભાજી, (Green vegetables)ફ્રુટ અને સંતુલિત આહારનું સેવન ન કરવાથી હ્રદય રોગ થઈ શકે છે.

નવી દિલ્હી:  ડૉકટર્સ અને સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ભારતમાં હ્રદય સંબંધિત સમસ્યાઓને (Heart related problem) કારણે મોત થાય છે. હાઈ બ્લડ પ્રેશર (High blood pressure) અને અયોગ્ય આહાર પ્રણાલીને કારણે હ્રદય સંબંધિત સમસ્યા થવાનું મુખ્ય કારણ છે. લીલા પત્તાવાળા શાકભાજી, (Green vegetables)ફ્રુટ અને સંતુલિત આહારનું સેવન ન કરવાથી હ્રદય રોગ થઈ શકે છે. Lifekart.inના વરિષ્ઠ કન્સલટન્ટ ડૉ. પ્રવીણ જેકોબે ઈન્ડિયન એક્સપ્રેસને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, દરેક વ્યક્તિએ પોતાની આહાર પ્રણાલી પર ધ્યાન આપવું જરૂરી છે. જીવનશૈલીમાં બદલાવ (Lifestyle changes) આવવાને કારણે આહાર પ્રણાલી ખરાબ થઈ ગઈ છે. ત્યારે સ્કવેલિન આપણા શરીરનું રક્ષણ કરે છે.

જેકોબે જણાવ્યું કે, સ્કવેલિન એક પ્રાકૃતિક કમ્પાઉન્ડ છે. જેમાં એન્ટી-કેન્સર, એન્ટી-એજિંગ અને એન્ટી-ઓક્સિડેન્ટ પ્રોપ્રટી રહેલી છે. જે શરીરમાં કૉલસ્ટ્રોલ, સ્ટિરોઈડ હૉર્મોન્સ અને વિટામિન ડીનું સંશ્લેષણ કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Phantom Pregnancy: શુ તમને પણ થાય છે આવો આભાસ, તો જાણો તેના કારણ લક્ષણ અને ઉપચાર

સ્કવેલિન એટલે શું?

શરીરમાં ખૂબ જ ઓછી માત્રામાં કમ્પાઉન્ડ રહેલું છે. નવજાત શિશુઓના લોહીમાં સૌથી અધિક માત્રામાં સ્કવેલિન રહેલું હોય છે, સમય જતા સ્કવેલિનની માત્રામાં ઘટાડો થઈ જાય છે. 30થી 40 વર્ષ સુધીમાં લોહીમાં કમ્પાઉન્ડની માત્રામાં ઘટાડો થઈ જાય છે.

ઓલિવમાં સ્કવેલિન રહેલું હોય છે, જેને કમ્પાઉન્ડ માટેનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. સ્ક્વેલિન સારા કૉલસ્ટ્રોલમાં વૃદ્ધિ કરે છે અને ખરાબ કૉલસ્ટ્રોલમાં ઘટાડો કરે છે. O2Live કેપ્સ્યૂલ સ્કવેલિનના મુખ્ય સપ્લીમેન્ટ્સ તરીકે કાર્ય કરે છે. આ કેપ્સ્યૂલમાં 100 ટકા સ્કવેલિન રહેલું હોય છે.

આ પણ વાંચો: 

Lifestyle changes

  • તળેલું ભોજન અને પ્રોસેસ્ડ ફૂડનું સીમિત માત્રામાં સેવન કરો.

  • સેચ્યુરેટેડ ફેટ્સ (બટર, નારિયેળ તેલ અને ક્રીમ) ની જગ્યાએ અનસેચ્યુરેટેડ ફેટ્સ (વર્જિન ઓલિવ ઓઈલ, કેનોલા, એવોકાડો, સનફ્લાવર, પીનટ, સોયાબીન અને તલના તેલ)નું સેવન કરો.

  • તમારા ભોજનમાં અલગ અલગ પ્રકારના શાકભાજી, ફ્રુટ્સ અને સાબુત અનાજ હોવા જરૂરી છે.

  • કાર્બોહાઈડ્રેટ્સ રિફાઈન્ડ સોર્સનું સીમિત માત્રામાં સેવન કરો.

  • અનપ્રોસેસ્ડ રેડ મટનનું સેવન ના કરો. અન્ય પ્રકારના મટનનું સપ્તાહમાં 350 ગ્રામ સુધી સેવન કરવું જોઈએ. સૌસાગેસ, હામ, સલામી જેવા પ્રોસેસ્ડ મટનનું સેવન ના કરવું જોઈએ.

  • ભોજન બનાવતા પહેલા ચીકનમાંથી માંસ અને ત્વચા કાઢી નાખો.

  • નિયમિતરૂપે બાફેલા બીન્સ, દાળ, ટોફૂ અને સોયાબીનનું મીઠા વગર સેવન કરો.

  • બહારના તળેલા નાશ્તાનું સેવન ના કરો.

  • સપ્તાહમાં એક વાર માછલીનું સેવન કરો.

  • ભોજન બનાવવામાં મીઠાનું ઓછો ઉપયોગ કરો અને ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે મસાલાનો ઉપયોગ કરો.

  • જે પ્રોડક્ટમાં ઓછું સોડિયમ હોય તેની પસંદગી કરો.

  • કૉલસ્ટ્રોલના સ્તરની તપાસ કરવી જરૂરી છે. જો તમારુ કોલસ્ટ્રોલ લેવલ વધુ હોય, તો ઓછી ફેટ વાળા અને જેમાં ફેટ ના હોય તેવી પ્રોડક્ટનો ઉપયોગ કરો.

  • દારૂનું સેવન કરવાથી બ્લડ પ્રેશરમાં વધારો થાય છે અને લોહીમાં ટ્રાઈગ્લિસેરિડેસમાં વૃદ્ધિ થાય છે.

First published:

Tags: Health Benefits, Healthy life, Lifestyle

विज्ञापन