આ છે ગર્લ્સ બેચરલ પાર્ટી માટે બેસ્ટ લોકેશન? કરી શકશો ભરપૂર મસ્તી

પ્રતિકાત્મક તસવીર

આજકાલ પ્રી-વેડિંગ ફોટોશૂટની સાથે પ્રી-વેડિંગ ડેસ્ટિનેશન બેસ્ટ બેચરલ પાર્ટીનો પણ ટ્રેન્ડ શરૂ થયો છે. કોઈપણ છોકરી માટે લગ્ન પહેલા બેચલર પાર્ટી(Bachelorette Party)નું વિશેષ મહત્વ હોય છે

 • Share this:
  આજકાલ પ્રી-વેડિંગ ફોટોશૂટની સાથે પ્રી-વેડિંગ ડેસ્ટિનેશન બેસ્ટ બેચરલ પાર્ટીનો પણ ટ્રેન્ડ શરૂ થયો છે. કોઈપણ છોકરી માટે લગ્ન પહેલા બેચલર પાર્ટી(Bachelorette Party)નું વિશેષ મહત્વ હોય છે. લગ્ન જીવનમાં તાંતણે બંધાતા પહેલાં, નવા દાંમપત્ય જીવન શરુ કરતા પહેલાં દરેક છોકરીઓ તેની Girls Gang સાથે Chill કરવા માટે ફ્રેશ થવા માટે આ પ્રકારનું આયોજન કરતી હોય છે.

  જો તમે પણ લગ્ન કરવા જઇ રહ્યા છો અને તે પહેલાં જ તમારી પાર્ટીને અનોખી બનાવવા માંગતા હોય, તો અમે તમને ભારતની કેટલીક ઓફબિટ ડેસ્ટિનેશન બેસ્ટ જગ્યાઓ બતાવવા જઈ રહ્યાં છીએ. જ્યાં તમે Bachelorette Party કરી શકો છો અને પોતાની આ અવિસ્મરણીય પળોનો આનંદ માણી શકો છો.

  તો આવો જાણીએ ક્યા-ક્યા છે ભારતના Best Bachelorette Party માટેના Places –

  નૈનિતાલ, ઉત્તરાખંડ :

  ઉત્તરાખંડ રાજ્યનું નૈનીતાલ તમારું Preferred Location હોવું જોઇએ. દેશના સૌથી સ્વચ્છ હિલ સ્ટેશન ગણાતા નૈનીતાલમાં ગર્લ્સ ગેંગ ટ્રેકિંગ કરી શકો છો. ઝીલમાં તમે બોટિંગની મજા પણ માણી શકો છો. આ સિવાય અહીં મેરેજ કે અન્ય ખરીદી માટે ઉત્તમ તિબેટીયન બજાર પણ છે. સૌથી મહત્વની વાત કે આ પ્લેસ છોકરીઓ માટે એકલા જવા માટે પણ સલામત છે.

  ઋષિકેશ :

  ઉત્તરાખંડ રાજ્યનું જ ઋષિકેશ રમતપ્રેમીઓ માટે બેસ્ટ પ્લેસ છે. અહીં ટ્રેકિંગ, રિવર રાફ્ટિંગ, બંજી જમ્પિંગ, કેમ્પફાયર વગેરે એડવેન્ચર્સ સાથે બેચલર પાર્ટીનો ઉત્તમ આનંદ લઈ શકાય છે.

  આ પણ વાંચો - જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનની મહેંદી સેરેમની વચ્ચે છે વર્લ્ડ કપ 2019 કનેક્શન

  સ્પીતી, હિમાચલ પ્રદેશ :

  જો તમે બેચરલ પાર્ટીમાં એડવેન્ચરને પ્રાધાન્ય આપવા માંગતા હોય તો આ જગ્યા તમારા માટે સારો ઓપ્શન છે. તમારી ગર્લ ગેંગ સાથે તમે અહીં હાઇકિંગ, ટ્રેકિંગ, સ્કીઇંગની મજા લઇ શકો છો.

  કસૌલ :

  હિમાચલ પ્રદેશનું જ કસૌલ પાર્ટી માટેનું એક ઉત્તમ સ્થળ છે. પાર્વતી નદીના કાંઠે વસેલા આ ગામમાં તમે કેમ્પિંગની મજા માણી શકો છો. આ સિવાય પાર્વતી ખીણ અહીંનું બેસ્ટ અક્રેકટીવ લોકેશન છે.

  ખજુરાહો, મધ્યપ્રદેશ :

  યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાયેલ ખજુરાહો પણ બેચલર પાર્ટીનો બેસ્ટ ઓપ્શન છે. જો તમે મજા માણવાની સાથે આપણા દેશના ઇતિહાસ અને સંસ્કૃતિને પણ માણવા માંગતા હોવો તો આ એક સારું સ્થાન છે. આ ઉપરાંત અહીં મિત્રો સાથે યોગ સેશનની પણ મોજ માણી શકો છો.

  મુન્નાર, કેરળ :

  ભારતના ફરવા માટેના બેસ્ટ પ્લેસમાં કેરળ રાજ્ય ટોચના સ્થાને જ હોય છે. કેરળનું મુન્નાર એક શ્રેષ્ઠ પર્યટન સ્થળ છે. મુન્નાર ચારેકોર હરિયાળી ટેકરીઓથી ઘેરાયેલ છે અને ચાના બગીચા તેની સુંદરતામાં વધુ ઉમેરો કરે છે. તમારી ગર્લ્સ ગેંગ અહીં ટ્રેકિંગ, સાયકલિંગ, હાઇકિંગ અને પગપાળા યાત્રા સાથે કુદરતના ખોળાનો પણ અદ્દભત આનંદ માણી શકે છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય નયનરમ્ય છે.

  ઝીરો વેલી, અરુણાચલ પ્રદેશ :

  અરુણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લામાં આવેલ ઝીરો વેલી બેચલર પાર્ટી માટે એક શ્રેષ્ઠ સ્થાન છે. મુસાફરો અને પ્રકૃતિપ્રેમીઓ માટે આ એક ફૂલપેકેજ લોકેશન છે. ચારેય તરફ પાઈન અને ઓર્કિડના જંગલોથી ઘેરાયેલી આ ખીણ ખૂબ જ શાંત અને સુંદર છે. મહત્વની વાત એ છે કે આ સ્થળ સુધી પહોંચવા માટે તમારે ડોલો માંડોના એક નાના સુંદર ટ્રેક પરથી પસાર થવું પડશે એટલે એ પણ એક એડવેન્ચર અને મજા અપાવશે.
  First published: