ઘૂંટણના દુખાવાનો રામબાણ ઈલાજ..

News18 Gujarati
Updated: June 4, 2018, 6:59 PM IST
ઘૂંટણના દુખાવાનો રામબાણ ઈલાજ..

 • Share this:
ઘૂંટણમાં દુખાવો હોય તો  ઘણી રાહત અપાવી શકે છે આ ઉપાય

 • સવારે ખાલી પેટ લસણની એક કળી દહી સાથે ખાવ.


 • અળસીના દાણા સાથે બે અખરોટની ગિરી સેવન કરવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે.

 • કપડાને ગરમ પાણીમાં પલાળીને બનાવેલ પૈડથી સેંક કરવાથી ઘૂંટણના દુ:ખાવામાં આરામ મળે છે.

 • હળદર પાવડર, ગોળ, મેથી દાણાનો પાવડર અને પાણી સમાન માત્રામાં મિક્સ કરો.
 • મેથી દાણા, સૂંઠ અને હળદર બરાબર પ્રમાણમાં મિક્સ કરીને તવા કે કઢાઈમાં સેકીને વાટી લો. રોજ એક ચમચી ચૂરણ સવાર સાંજ ભોજન કર્યા બાદ ગરમ પાણી સાથે લો.

 • ભોજનમાં તજ, જીરુ આદુ અને હળદરનો ઉપયોગ વધુમાં વધુ કરો. ગરમ તાસીરવાળા આ પદાર્થોનુ સેવન કરવાથી ઘૂંટણનો સોજો અને દુ:ખાવો ઓછો થાય છે.

 • બરાબર માત્રામાં લીમડો અને એરંડીના તેલને સાધારણ ગરમ કરીને સવાર સાંજ જોડા પર માલિશ કરો.

 • ઘઉંના દાણાની સાઈઝનો ચૂનો દહી કે દૂધમાં ઓગાળીને દિવસમાં એકવાર ખાવ. તેને 90 દિવસ સુધી લેવાથી કેલ્શિયમની કમી દૂર થશે.

 • રોજ સવારે ખાલી પેટ એક ચમચી મેથીના વાટેલા દાણામાં એક ગ્રામ કલૌંજી મિક્સ કરીને કુણા પાણી સાથે લો. બપોરે અને રાત્રે જમ્યા પછી અડધો અડધો ચમચી લેવાથી સાંધા મજબૂત થશે અને કોઈ પણ પ્રકારનો દુખાવો નહી થાય .

 • 50 ગ્રામ લસણ 25 ગ્રામ અજમો અને 10 ગ્રામ લવિંગ 200 ગ્રામ સરસવના તેલને કાળુ ત્યાં સુધી ઉકાળો. પછી ઠંડુ થતા તેને ગાળીને કાચની બોટલમાં ભરી લો. આ તેલથી ઘૂંટણ કે સાંધાની માલિશ કરો.

First published: June 4, 2018, 6:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading