Home /News /lifestyle /ઠંડીમાં લાંબા સમય સુધી ફ્રેશ રહેશે  Green Vegetables, આ રીતે સ્ટોર કરો

ઠંડીમાં લાંબા સમય સુધી ફ્રેશ રહેશે  Green Vegetables, આ રીતે સ્ટોર કરો

પ્લાસ્ટિક બેગમાં સ્ટોર કરો

Tricks to store green vegetables in kitchen: શિયાળામાં લીલા શાકભાજી બજારમાં એકદમ ફ્રેશ આવે છે. આ લીલા શાકભાજી જોતાની સાથે જ આપણને લેવાની ઇચ્છા થઇ જાય છે. પરંતુ લીલા શાકભાજી બગડી પણ જલદી જાય છે. આમ, જો તમે આ રીતે સ્ટોર કરો છો તો એકદમ ફ્રેશ રહેશે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીના વાતાવરણમાં લીલા શાકભાજીમાં બજારમાં વધારે જોવા મળે છે. લીલા શાકભાજીમાં પાલક, મેથી, તાંદળાજો..જેવી અનેક પ્રકારે સમાવેશ થાય છે. પરંતુ આ લીલા શાકભાજી જલદી બગડી પણ જતા હોય છે. લીલા શાકભાજી જ્યારે બગડી જાય અને ફેંકવાનો વારો આવે ત્યારે વધારે જીવ બળી જતો હોય છે. જ્યારે આપણે કોઇ પણ વસ્તુ ફેંકીએ ત્યારે પૈસાનો બગાડ થતો હોય છે. આ માટે જો તમે લીલા શાકભાજીને સ્ટોર કરો છો તો એ બગડતી નથી અને તમારે ફેંકવાનો પણ વારો આવતો નથી. તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જે તમે ફોલો કરીને લીલા શાકભાજી સ્ટોર કરો છો તો એ બગડશે નહીં અને એકદમ ફ્રેશ રહેશે.

આ પણ વાંચો:ક્રિસમસમાં આ લેટેસ્ટ મહેંદી ડિઝાઇન્સ હાથમાં મુકાવો

લીલા શાકભાજી ડ્રાય રાખો


શાકભાજી ખરીદી લો ત્યાર પછી એને સુકવીને ફ્રિજમાં મુકી દો. ઘણાં લોકો ભીનાં શાકભાજી ફ્રિજમાં મુકતા હોય છે. આમ, જો તમારી પણ આવી આદત છે તો તમારે બદલવાની જરૂર છે. આમ, લીલા શાકભાજી બહાર ધોઇને એ કોરા થાય એટલે એને ફ્રિજમાં મુકો.

ફ્રિજમાં સ્ટોર ના કરો


લીલા શાકભાજી તમે ફ્રિજમાં સ્ટોર કરો છો તો પણ એ બગડી જાય છે. આ માટે ક્યારે પણ લીલા શાકભાજીને ફ્રિજમાં મુકશો નહીં. લીલા શાકભાજી ફ્રિજમાં મુકવાની પણ એક રીત હોય છે. જ્યારે પણ તમે લીલા શાકભાજી ફ્રિજમાં મુકો ત્યારે ખાસ કરીને સૌથી પહેલાં કોઇ પણ પેપર પેક કરી લો અને પછી ફ્રિજમાં મુકો.

આ પણ વાંચો:મિનિટોમાં આ રીતે સાફ કરો બાળકોના ગંદા રમકડાં

પ્લાસ્ટિક બેગમાં સ્ટોર કરો


પ્લાસ્ટિક બેગમાં તમે કોથમીર કે પાલકના પાનને સ્ટોર કરીને મુકી શકો છો. આમ કરવાથી પાલક અને કોથમીર 10 થી 15 દિવસો સુધી એકદમ ફ્રેશ રહેશે. આ માટે તમને સરળતાથી બહાર પ્લાસ્ટિક બેગ મળી રહે છે. પ્લાસ્ટિક બેગ શાકભાજી સ્ટોર કરવા માટે એક સારો ઓપ્શન છે.


ટિશ્યુ પેપરમાં સ્ટોર કરો


લીલા શાકભાજીને સ્ટોર કરવા માટે તમે ટિશ્યુ પેપરનો ઉપયોગ કરી શકો છો. ટિશ્યુ પેપર તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. ટિશ્યુ પેપરમાં લપેટતા પહેલાં ખાસ ધ્યાન એ રાખો કે શાકભાજી ભીના ના હોય. જો ભીના હોય તો એને કોરા કરીને પછી ટિશ્યુમાં લપેટો.














First published:

Tags: Kitchen tips, Life style