Home /News /lifestyle /રસોડાની ટાઇલ્સ ચીકણી થઇ ગઇ છે? તો આ રીતે લીંબુનો ઉપયોગ કરો, મિનિટોમાં સાફ થઇ જશે
રસોડાની ટાઇલ્સ ચીકણી થઇ ગઇ છે? તો આ રીતે લીંબુનો ઉપયોગ કરો, મિનિટોમાં સાફ થઇ જશે
લીંબુ અસરકારક ઉપાય છે.
Kitchen tips: દરેક લોકોના રસોડામાં રસોઇ બનવાને કારણે તેમજ ઉપયોગ વધારે થવાને કારણે ટાઇલ્સ જલદી ચીકણી થઇ જાય છે. આ સાથે જ ટાઇલ્સ પર ડાઘા પણ પડી જાય છે. આમ, જો તમારા રસોડાની ટાઇલ્સ પણ ગંદી થઇ ગઇ છે તો આ રીતે ચમકાવો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સામાન્ય રીતે રસોડાની ટાઇલ્સ ખૂબ જ જલદી ચીકણી થઇ જતી હોય છે. આ પાછળનું કારણ એ હોય છે કે રસોઇ. રસોડામાં આપણે વિવિધ પ્રકારની રસોઇ બનાવતા હોઇએ છીએ જેનો વઘાર તેમજ બીજી અનેક રીત ટાઇલ્સને ચીકણી કરી દે છે. આ ચીકણી ટાઇલ્સને સાફ કરવી ખૂબ જરૂરી છે. જો તમે સાફ કરતા નથી તો ગંદી લાગે છે. જો કે રસોડાની ચીકણી ટાઇલ્સને સાફ કરવામાં મહિલાઓને અનેક ઘણી તકલીફ પડતી હોય છે જેના કારણે તેઓ કંટાળી જાય છે અને કામ પડતુ મુકે છે. આમ, જો તમે આ રીતે લીંબુથી રસોડાની ટાઇલ્સ સાફ કરશો તો ઓછી મહેનતે ફટાફટ સાફ થઇ જશે.
તમારી રસોડાની ટાઇલ્સ પર ડાઘા પડી ગયા છે તો એને દૂર કરવા માટે એક ગ્લાસમાં અડધુ વિનેગર અને અડધુ પાણી મિક્સ કરો. પછી આમાં મીઠું અને બેકિંગ સોડા મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો. હવે તમે સ્પ્રે બોટલમાં ભરી લો. પછી આ પેસ્ટથી કિચનની ટાઇલ્સ સારી રીતે સાફ કરી લો. આ માટે તમે સ્ક્રબરનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપાયથી તમારી રસોડાની ટાઇલ્સ જલદી સાફ થઇ જશે અને ડાઘા પણ જતા રહેશે.
કિચનની ગંદી ટાઇલ્સ ચમકાવવા માટે તમે લીંબુ અને બ્લીચનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે એક કપમાં બે ઢાંકણ બ્લીચ લો અને બરાબર માત્રામાં લીંબુનો રસ મિક્સ કરો. આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો. પછી આ કપમાં કોટનનું એક કપડુ ડીપ કરો અને એનાથી ટાઇલ્સ જલદી જ સાફ થઇ જશે અને ચીકાશ પણ દૂર થઇ જશે.
લીંબુ અને ગરમ પાણી
તમે લીંબુની છાલની મદદથી પણ ચીકણી ટાઇલ્સ સાફ કરી શકો છો. આ માટે તમે હુંફાળુ પાણી લો અને એમાં લીંબુની છાલ નાંખીને થોડી વાર માટે ઉકળવા દો. ત્યારબાદ સ્પ્રે બોટલમાં ભરી લો અને આનાથી ટાઇલ્સ સાફ કરો. આમ કરવાથી ટાઇલ્સ એકદમ ક્લિન થઇ જશે.
(નોંધ: આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી. અમલ કરતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર