Home /News /lifestyle /દાળ-શાકમાં મીઠું વધારે પડે તો ટેન્શન ના લેશો, આ રીતે બટાકાની સ્લાઇસ નાંખો અને ખારાશ ઓછી કરો
દાળ-શાકમાં મીઠું વધારે પડે તો ટેન્શન ના લેશો, આ રીતે બટાકાની સ્લાઇસ નાંખો અને ખારાશ ઓછી કરો
રસોઇમાં મીઠું ઓછો કરો
extra salt in vegetables: ઘણી વાર આપણાંથી દાળ-શાક તેમજ બીજી રસોઇમાં મીઠું વધારે પડી જાય છે. રસોઇમાં મીઠું વધારે પડી જાય તો હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. અહીં અમે તમને કેટલીક ટિપ્સ બતાવી છે જેની મદદથી તમે રસોઇની ખારાશ ઓછી કરી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મીઠું ખાવાનો સ્વાદ વઘારે છે એ વાત તો સાચી છે, પરંતુ મીઠું તમે રસોડામાં બીજી અનેક રીતે ઉપયોગમાં લઇ શકો છો. મીઠાનો ઉપયોગ તમે વાસણો ચમકાવવા માટે પણ કરી શકો છો. પરંતુ ઘણી વાર એવું થાય છે કે મીઠું કોઇક વાર વાનગીમાં વધારે પડી જાય છે જેના કારણે ખાવાનો આખો મુડ બગડી જાય છે. ઘણાં લોકો વાનગીમાં મીઠું વધારે પડી જાય તો એને ફેંકી દેતા હોય છે અને બીજી રસોઇ બનાવતા હોય છે, પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે હવે રસોઇમાં મીઠું વધારે પડે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આ રીતે તમે સરળતાથી મીઠાનો સ્વાદ ઓછો કરીને રસોઇ ટેસ્ટી બનાવી શકો છો.
રસોઇમાં જ્યારે પણ મીઠું વઘારે પડી જાય ત્યારે તમે કાચા બટાકાનો ઉપયોગ કરો. કાચા બટાકાથી ખારાશ ઓછી થઇ જાય છે. આ માટે તમે બટાકાની સ્લાઇસ કટ કરી લો અને એને શાકમાં નાંખો. આ માટે તમે બટાકાને સારી ધોઇને એને સ્લાઇસ કરીને પછી નાંખો. 20 મિનિટ રહીને સ્લાઇસ લઇ લો. આમ કરવાથી ખારાશ ઓછી થઇ જશે.
દહીં
દહીંનો ઉપયોગ પણ તમે મીઠાનું બેલેન્સ કરવા માટે કરી શકો છો. આ માટે તમે એક ચમચી દહીં કઢીમાં શાકભાજી નાંખો. આ દહીં તમારે દાળમાં નાખવાનું નથી. ત્યારબાદ 5 મિનિટ સુધી ગેસ પર થવા દો. આમ કરવાથી મીઠાનું બેલેન્સ થાય છે અને સાથે ખારાશ ઓછી થઇ જાય છે.
રસોઇમાં મીઠું ઓછુ કરવા માટે તમે ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરી શકો છો. ફ્રેશ ક્રીમથી રસોઇના સ્વાદમાં વધારો થાય છે અને સાથે ખારાશ પણ ઓછી થઇ જાય છે.
બ્રેડ
દાળમાં કે કઢીમાં મીઠું વધારે પડે છે તો તમે બ્રેડનો ઉપયોગ કરી શકો છો. આ માટે બ્રેડની સ્લાઇસ કટ કરી લો અને પછી કઢીમાં કે દાળમાં નાંખો. આમ કરવાથી ટેસ્ટ મસ્ત આવશે અને ખારાશ ઓછી થઇ જશે. આમ, જ્યારે પણ તમારે રસોઇમાં મીઠું વધારે પડી જાય તો તમે આ ટિપ્સ ફોલો કરીને ખારાશને ઓછી કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર