Home /News /lifestyle /દૂધમાંથી એકદમ જાડી અને વઘારે મલાઇ નિકળશે, બસ ફોલો કરો આ ટિપ્સ

દૂધમાંથી એકદમ જાડી અને વઘારે મલાઇ નિકળશે, બસ ફોલો કરો આ ટિપ્સ

દૂધને ધીમા ગેસે ગરમ કરો.

Thick cream in milk: અનેક લોકોની ફરિયાદ હોય છે કે દૂધમાંથી મલાઇ જાડી નિકળતી નથી. દૂધની મલાઇ જાડી અને બરાબર ના નિકળવાને કારણે ઘી સરખા પ્રમાણમાં થતુ નથી. આમ જો તમારા ઘરે પણ આવું થાય છે તો આ ટિપ્સ ફોલો કરો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોના ઘરમાં દૂધ આવતુ હોય છે. દૂધમાં કેલ્શિયમનો સ્ત્રોત સારામાં સારો હોય છે. પરંતુ અનેક લોકોની ફરિયાદ હોય છે કે દૂધમાં મલાઇ બરાબર જામતી નથી. દૂધની મલાઇમાંથી તમે ઘી બનાવી શકો છો. દૂધની મલાઇ જેટલી સારી આવે એટલું ઘી સારું નિકળી છે. આ માટે મલાઇ સારી નિકળવી એ બહુ જરૂરી છે. આ સાથે જ જે લોકો છૂટક દૂધ લેતા હોય તેઓ ઘણી વાર માલિકને ફરિયાદ પણ કરતા હોય છે કે દૂધની મલાઇ બરાબર નિકળતી નથી. તમારી સાથે પણ આવું થાય છે તો આ ટિપ્સ તમારા માટે બહુ કામની છે.

    ધીમા ગેસે દૂધ ઉકાળો


    મોટાભાગનાં ઘરોમાં દૂધ મિડીયમ તેમજ ફૂલ ગેસે કરવામાં આવે છે. જો તમે પણ આવુ કરો છો તો આ તમારી ખોટી આદત છે. હંમેશા દૂધને ધીમા ગેસે ગરમ કરો. આમ કરવાથી મલાઇ સારી આવે છે.

    આ પણ વાંચો:જાણો કફ વેરિયન્ટ અસ્થમા વિશે

    ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો


    દૂધ ગરમ કરતી વખતે હંમેશા એ ધ્યાન રાખો કે ઉભરાય નહીં. દૂધ જ્યારે ઉભરાય ત્યારે દૂધ ઓછુ થઇ જાય છે. દૂધ જ્યારે ઉભરાઇને ઓછુ થઇ જાય ત્યારે મલાઇ ઓછી આવે છે.

    દૂધને ઝાળી વાળુ ઢાંકણ ઢાંકો


    દૂધમાં ગરમ થઇ જાય એટલે હંમેશા ઝાળી વાળુ ઢાંકણ ઢાંકો. આ રીતે દૂધ ઠંડુ સરળતાથી ઠંડુ થઇ જાય અને એની મલાઇ સારી રીતે જામે છે. જો તમે દૂધ આ ટાઇપના ઢાંકણથી ઢાંકતા નથી તો એ ફાટી જાય છે અને મલાઇ પણ સરખી થતી નથી.

    આ પણ વાંચો:જાણી લો મગફળી ખાવાના આ ફાયદાઓ વિશે

    ઉભરો આવતાની સાથે તરત ગેસ બંઘ કરશો નહીં


    દૂધમાં જ્યારે પણ ઉભરો આવી જાય ત્યારે તરત ગેસ બંધ કરશો નહીં. આ માટે તમે દૂધને 4 થી 5 મિનિટ માટે ઉકાળો અને પછી ગેસ બંધ કરો. આ રીતે તમે દૂધ ઉકાળીને પછી ગેસ બંધ કરશો તો મલાઇ મસ્ત જાડી જામશે અને ઘી પણ મસ્ત નિકળશે.


    સામાન્ય તાપમાન


    દૂધને હંમેશા સામાન્ય તાપમાન પર ઠંડુ કરો. આ સાથે જ ક્યારે પણ ગરમ દૂધ ફ્રિજમાં મુકશો નહીં. સામાન્ય તાપમાન પર દૂધ ઠંડુ થાય પછી એને ફ્રિજમાં મુકવાની આદત પાડો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Milk

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन