Home /News /lifestyle /એક મહિના સુધી પનીર રહેશે ફ્રેશ અને સોફ્ટ, જાણી લો સ્ટોર કરવાની સરળ રીત

એક મહિના સુધી પનીર રહેશે ફ્રેશ અને સોફ્ટ, જાણી લો સ્ટોર કરવાની સરળ રીત

પનીર ખાવામાં હેલ્ધી હોય છે.

Tips to keep store paneer: દરેક લોકોના ઘરમાં પનીરનો ઉપયોગ થતો હોય છે. પનીરમાંથી તમે અલગ-અલગ પ્રકારની અનેક વાનગીઓ બનાવી શકો છો. પનીર હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. તો જાણો તમે પણ પનીરને સ્ટોર કરવાની સાચી રીત.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પનીરમાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. પનીર અને ચીઝ એવી વસ્તુ છે જે દરેક બાળકોથી લઇને મોટા..એમ બધાને ભાવે છે. પનીર તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. આ સાથે જ તમે ઝડપથી પનીરમાંથી કોઇ વાનગી બનાવવા ઇચ્છો છો તો બહારથી પણ લાવી શકો છો. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે પનીર વધે તો એ જલદી બગડી જાય છે. આ સાથે જ પનીરને લાંબો સમય સ્ટોર કેવી રીતે કરવું? આમ, જો તમને પણ આ પ્રશ્ન થાય છે અને વધેલુ પનીર ફેંકી દેવું પડે છે તો આ ટિપ્સ નોટ કરી લો તમે પણ. આ રીતે તમે પનીરને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.

આ પણ વાંચો:આ રીતે રીતે ઘરે બનાવો ફરાળી ટિક્કી

  • પનીરને તમે 1 થી 2 દિવસ માટે સ્ટોર કરવા ઇચ્છો છો તો સૌથી સિમ્પલ રીત એ છે કે તમે એને કોઇ વાસણમાં મુકી દો અને એને પાણીથી ભરી લો. આમ કરવાથી પનીર બગડશે નહીં અને સોફ્ટ રહેશે. આ માટે તમે કોઇ પણ ડબ્બામાં ભરીને ફ્રિજમાં મુકી શકો છો. ખાસ ધ્યાન એ રાખો કે પનીરના ટુકડા ડુબેલા હોવા જોઇએ નહીં તો ખાટું થઇ જશે.


આ પણ વાંચો:બાળકોનું ફેવરેટ ચોકલેટ ડોનટ્સ આ રીતે બનાવો ઘરે



    • પનીરને તમે મીઠાવાળા પાણીમાં પણ રાખી શકો છો. મીઠાના પાણીમાં તમે પનીર રાખો છો તો એક અઠવાડિયા સુધી ફ્રેશ અને સોફ્ટ રહે છે. આ માટે એક બાઉલમાં પાણી લો અને એમાં એક ચમચી મીઠું નાંખો. હવે પાણીમાં પનીર નાખો. પનીર પાણીમાં પૂરી ડિપ થઇ જવું જોઇએ. હવે ઢાંકીને મુકી દો. બે દિવસ પછી પાણી બદલી નાંખો. આ રીતે તમે પનીરને સ્ટોર કરો છો તો 7 થી 10 દિવસ સુધી ફ્રેશ રહેશે.






  • પનીરને તમે જિપ બેગમાં રાખી શકો છો. આ એક બેસ્ટ ઓપ્શન છે. તમે પનીરને જિપ બેગમાં રાખો છો તો એક મહિના સુધી ફ્રેશ રહે છે. આ માટે સૌથી પહેલા પનીરના ટુકડા લો અને એક ટ્રેમાં મુકીને ફ્રિજરમાં મુકી દો. પછી પનીરનો બરફ થઇ જાય એટલે જિપ બેગમાં મુકીને ફ્રિજમાં મુકવાથી એક મહિના સુધી સ્ટોર રહે છે.

First published:

Tags: Kitchen tips, Life Style News, Paneer

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો