ઉનાળાની ગરમીમાં ખાદ્ય પદાર્થોને સાચવી રાખવા અપનાવો આ Tips

પ્રતિકાત્મક તસવીર

ગરમીની ઋતુ એવી છે જેમા ખાવા-પીવાને વસ્તુઓ જલ્દી ખરાબ થઈ જાય છે. જો સવારની બનાવેલી વસ્તુઓ સાંજે તમને ઘરમાં આવતા ખરાબ મળે છે તો તેને ઠંડા સ્થાન પર મુકો. આજે અમે તમને કેટલીક એવી સહેલી ટિપ્સ બતાવીશુ જે ગરમીમા તમારા ખાવાને ખરાબ થવાથી બચાવશે.

 • Share this:
  લાઈફસ્ટાઈલ ડેસ્કઃ ગરમીની ઋતુ (summer) એવી છે જેમા ખાવા-પીવાને વસ્તુઓ જલ્દી ખરાબ થઈ જાય છે. ખાવા-પીવાની વસ્તુઓમાં ખૂબ પૈસા લાગે છે. તેથી આપણે તેને જલ્દી ખરાબ ન થવા દેવી જોઈએ. જો સવારની બનાવેલ વસ્તુઓ સાંજે તમને ઘરમાં આવતા ખરાબ મળે છે તો તેને ઠંડા સ્થાન પર મુકો. આજે અમે તમને કેટલીક એવી સહેલી ટિપ્સ બતાવીશુ જે ગરમીમા તમારા ખાવાને ખરાબ થવાથી બચાવશે. (kitchen tips)

  દૂધ - દૂધને સારી રીતે ઉકાળો અને જ્યારે એ ઠંડુ થઈ જાય તો ફ્રિજમાં મુકવાની ન ભૂલશો. જો વચ્ચે લાઈટ જતી રહે તો એક મોટી વાટકી લો અને તેને પાણીથી ભરી દો. પછી વચ્ચે દૂધનું તપેલુ મુકી દો. તેનાથી તમારુ દૂધ ખરાબ થતુ બચી જશે

  ભાત - જો ભાત વધે તો તેને એક એર ટાઈટ ડબ્બામાં મુકો. પછી તમે તેને ફ્રિજમાં મુકી શકો છો.

  દાળ - જો દાળને સવારે બનાવવામાં આવે તો તેને બપોરે જમતા પહેલા ગરમ કરવાનુ ન ભૂલશો.

  શાકભાજી - જો તમે બીંસ કે અન્ય કોઈ શાક બનાવી રહ્યા છો તો તેમા નારિયળ ઘસીને નાખવાનુ ન ભૂલો. નારિયળને શાકભાજી બનાવતી વખતે જ નાખો.. ઉપરથી સજાવશો નહી. નહી તો શાક ખરાબ થવાનો ભય રહે છે.

  શાકભાજીઓ - બજારમાંથી શાકભાજી જ્યારે પણ ખરીદીને લાવો તો તેને ધોઈને લૂંછી લો અને પછી તેને પેપર બેગમાં મુકી દો. કોશિશ કરો કે શાકભાજીને ત્રણ દિવસની અંદર જ પ્રયોગમાં લઈ શકો.

  અન્ય ફૂડ આઈટમ - ખાવાનુ બનાવ્યા પછી તરત જ પછી એ વસ્તુઓને ફ્રીજમાં ક્યારેય ન મુકશો. પહેલા ડિશને ઠંડી થવા દો અને પછી ફ્રિજમાં મુકો.

  ફળ - ગરમીમાં ફળ વિશેષ રૂપે કેળા જલ્દી ખરાબ થઈ જાય છે. તમારે ફક્ત એટલુ જ કરવાનુ છે કે તમે જેટલા કેળા સરળતાથી ખતમ કરી શકો એટલા જ કેળા ખરીદીને લાવો. ખરાબ કેળા ખાવાથી તમે બીમાર થઈ શકો છો.
  Published by:ankit patel
  First published: