Home /News /lifestyle /દુકાનમાંથી દાળ લેતી વખતે આ નાની-નાની વાતો પર આપો ધ્યાન, નહીં તો જલદી જીવાત પડશે અને છેતરાઇ જશો

દુકાનમાંથી દાળ લેતી વખતે આ નાની-નાની વાતો પર આપો ધ્યાન, નહીં તો જલદી જીવાત પડશે અને છેતરાઇ જશો

દાળ બનાવતી ખાસ આ ધ્યાન રાખો

kitchen tips of dal: ગુજરાતીઓ દાળ પીવાના શોખીન હોય છે. મોટાભાગના ગુજરાતીઓના ઘરે સવારમાં દાળ-ભાત બનતા હોય છે. દાળ અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ દાળ ખરીદતી વખતે અનેક નાની-નાની બાબતો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ભારતીય ઘરોમાં દાળનું ખૂબ મહત્વ રહેલું હોય છે. મોટાભાગના લોકોના ઘરોમાં સવારના જમવામાં દાળ, ભાત, શાક અને રોટલી હોય છે. દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે. ઘણાં લોકો દાળને એક વર્ષ સુધી સ્ટોર કરતા હોય છે. આ સાથે જ ઘણાં લોકો થોડી-થોડી દાળ લાવીને ઘરમાં ખાતા હોય છે. અનેક પ્રકારની દાળ બજારમાં મળે છે જેમ કે..ચણાની દાળ, મગની દાળ, અડદની દાળ, મિક્સ દાળ વગેરે...પરંતુ આ દાળ ખરીદતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે નાની-નાની વાતો પર ધ્યાન આપતા નથી તો આ દાળમાં જલદી જીવાત પડી જાય છે અને ખાવાના ઉપયોગમાં લેવાતી નથી. તો જાણો દાળ લેતા સમયે ખાસ કરીને શું ધ્યાન રાખશો.

    આ પણ વાંચો: નેચરલી સ્પર્મ કાઉન્ટ વધારવા ખાઓ આ બીજ

    દાળનો કલર ખાસ જુઓ


    તમે જ્યારે પણ દાળ દુકાનમાં લેવા જાવો ત્યારે ખાસ કરીને દાળનો કલર બરાબર જોઇ લો. દાળ જૂની હશે તો તમને કલર ઝાંખો લાગશે અને દાળ નવી હશે તો તમને કલર ડાર્ક લાગશે. આ માટે હંમેશા ડાર્ક કલરની દાળ લો. આછા રંગની દાળ જૂની હોવાથી તમે જ્યારે ઉપયોગમાં લો ત્યારે કલર અને ટેસ્ટ બરાબર આવતો નથી. આ સાથે જૂની દાળમાં જીવાત પણ વધારે પડી શકે છે.

    આ પણ વાંચો:દિવાળીમાં આ રીતે મોમ-દીકરી ડ્રેસિંગ કરો મેચિંગ

    દાળની સાઇઝ ચેક કરીને લો


    તમે જ્યારે પણ દાળ ખરીદવા જાવો ત્યારે ખાસ કરીને એની સાઇઝ ચેક કરી લો. ઘણી દુકાનોમાં બેથી ત્રણ ટાઇપની દાળ મળતી હોય છે જેમાં ખાસ કરીને એ લોકોએ જે સારી અને નવી દાળ હોય એનો ભાવ વધારે રાખ્યો હોય છે. જ્યારે સેકેન્ડ ક્વોલિટી દાળનો ભાવ ઓછો હોય છે. પરંતુ તમે સારી લેવાનો આગ્રહ રાખો. જૂની અને નાની દાળ બન્યા પછી ટેસ્ટી લાગતી નથી અને સાથે બગડી પણ જલદી જાય છે.


    ક્વોલિટી પર ધ્યાન આપો


    જ્યારે દાળ લેવા જાવો ત્યારે ખાસ કરીને એની ક્વોલિટી પર ધ્યાન આપો. દાળમાં અનેક પ્રકારની મિલાવટ આવતી હોય છે. આ માટે બને ત્યાં સુધી કરિયાણું કોઇ સારી દુકાનમાંથી લેવાનો આગ્રહ રાખો. સારી દુકાનમાં વેંચાણ વધારે હોવાથી વસ્તુ સારી આવવાના ચાન્સિસ વધી જાય છે.
    Published by:Niyati Modi
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन