Home /News /lifestyle /ચાટ મસાલો બરણીમાં ભરો ત્યારે આ રીતે મુકો લવિંગ, બારે મહિના કલર એવોને એવો જ રહેશે અને ભેજ નહીં લાગે

ચાટ મસાલો બરણીમાં ભરો ત્યારે આ રીતે મુકો લવિંગ, બારે મહિના કલર એવોને એવો જ રહેશે અને ભેજ નહીં લાગે

આ રીતે ચાટ મસાલો સ્ટોર કરો

chat masala store tips: અનેક લોકો ઘરે ચાટ મસાલો બનાવતા હોય છે. આ લોકો બહારથી ચાટ મસાલો લાવવાનું ટાળતા હોય છે. ઘરે બનાવેલા ચાટ મસાલાનો ટેસ્ટ કંઇક અલગ જ આવે છે. આ ચાટ મસાલો ટેસ્ટમાં પણ બહુ મસ્ત બને છે. પરંતુ આને સ્ટોર કરવા માટે શું કરશો જાણો અહીં.

વધુ જુઓ ...
  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ચાટ મસાલો અનેક લોકો ઘરે બનાવતા હોય છે. ચાટ મસાલો ઘરે બનાવેલો બહુ જ મસ્ત લાગે છે. ચાટ મસાલો તમે પણ ઘરે બનાવીને વાપરો છો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. આ ચાટ મસાલો તમે ફ્રૂટ્સ, છાશ જેવી અનેક ખાવાની વસ્તુઓ પણ છાંટી શકો છો. ચાટ મસાલો તમે ફ્રૂટ્સમાં નાંખો છો તો ટેસ્ટ ડબલ થઇ જાય છે અને ખાવાની પણ મજા આવે છે. આમ, તમે બાર મહિનાનો એક સાથે ચાટ મસાલો બનાવી શકો છો. પરંતુ મહત્વની વાત એ છે કે તમારે ચાટ મસાલો યોગ્ય રીતે ભરવો જોઇએ. જો તમે ચાટ મસાલો બનાવો છો અને પછી એને સ્ટોર પ્રોપર રીતે કરતા નથી તો એમાં હવા લાગી જાય છે. તો જાણો કેવી રીતે સ્ટોર કરશો ચાટ મસાલો

  એર ટાઇટ ડબ્બામાં ભરો


  તમે જ્યારે પણ ચાટ મસાલો ઘરે બનાવો ત્યારે એર ટાઇટ ડબ્બામાં ભરવાની આદત રાખો. ઘણાં લોકો જે બરણીમાં ભરે છે એનું ઢાંકણ બરાબર ના હોવાને કારણે એમાં ભેજ લાગી જાય છે અને પછી બગડી જાય છે. આ માટે હંમેશા ચાટ મસાલો ટાઇટ ડબ્બામાં ભરો.

  આ પણ વાંચો: ગરબા રમ્યા પછી માત્ર 2 મિનિટ આ તેલથી કરો માલિશ

  બે દિવસ તડકામાં રાખો


  તમે જ્યારે પણ ચાટ મસાલો ઘરે બનાવો ત્યાર પછી એને 2 દિવસ તડાકામાં મુકી રાખો. તડકામાં મુકી રાખવાથી ભેજ જતો રહે છે, જેના કારણે બારે મહિના સુધી સ્ટોર રહે છે. ઘણાં લોકો તડકામાં મુકતા હોતા નથી જેના કારણે ભેજ લાગી જાય છે અને ફુગ લાગે છે.

  આ પણ વાંચો: સ્કિન કેરમાં આ રીતે કરો બટાકાનું ઉપયોગ

  ભેજવાળામાં ના રાખો


  ચાટ મસાલો બનાવી દીધા પછી ક્યારે પણ એને ભેજવાળા વાતાવરણમાં રાખશો નહીં. આમ કરવાથી ચાટ મસાલો બગડી જાય છે અને એને ફેંકવાનો વારો આવે છે. આ માટે હંમેશા ચાટ મસાલાને ઘરમાં એવી જગ્યાએ મુકો જ્યાં ભેજ ના આવતો હોય.


  લવિંગ મુકો


  ચાટ મસાલાને બારે મહિના સુધી એવોને એવો જ રાખવા માટે તમે એમાં ત્રણથી ચાર લવિંગ મુકી દો. લવિંગ મુકવાથી ભેજ આવતો નથી અને ચાટ મસાલો એવો જ રહે છે. લવિંગ મુકવાથી ચાટ મસાલમાં સ્મેલ પણ સારી આવે છે. આ લવિંગ મુકવા માટે તમે સૌથી પહેલા નીચે મુકો પછી ચાટ મસાલો નાંખો, ત્યારબાદ ફરી બે લવિંગ મુકો અને ચાટ મસાલો એડ કરો. પછી સૌથી ઉપર બે લવિંગ મુકી દો. આમ કરવાથી ચાટ મસાલામાં ભેજ નહીં આવે.
  Published by:Niyati Modi
  First published:

  Tags: Lifestyle

  विज्ञापन
  विज्ञापन