Home /News /lifestyle /રસોડાના કામને સરળ બનાવે છે કાંટા અને ચમચી, જાણો આ Easy Hacks
રસોડાના કામને સરળ બનાવે છે કાંટા અને ચમચી, જાણો આ Easy Hacks
સ્માર્ટ કિચન ટિપ્સ
Kitchen tips: આજની મહિલાઓ સ્માર્ટ બની ગઇ છે. આમ, જો વાત કરવામાં આવે તો પહેલાનાં સમય કરતા આજે મહિલાઓ જોબ એટલે કે નોકરી વઘારે કરે છે. મોટાભાગની મહિલાઓ જોબ કરતી હોય છે. એવામાં રસોડાના કામ અને નોકરીને મેનેજ કરવું અઘરું પડે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વર્કિંગ વુમન્સ માટે કિચન અને ઘરનું કામ સંભાળવુ થોડુ મુશ્કેલ બને છે. આ બન્ને કામ એક સાથે કરવામાં બહુ અઘરા પડે છે. એવામાં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે સરળતાથી રસોડાનું કામ કરી શકો. તમે રસોડામાં રહેલી કાંટા અને ચમચીની મદદથી અનેક કામને સરળ બનાવી શકો છો. આ કિચન ટિપ્સ તમે ફોલો કરશો તો તમારા અનેક કામ સરળ થઇ જશે અને તમને કોઇ તકલીફ નહીં પડે. કાંટા અને ચમચીની મદદથી તમે આ કામ કરશો તો તમારું વર્ક સરળ બની જશે.
તમે જ્યારે પણ ઘુઘરા બનાવો ત્યારે ખાસ કરીને કાંટા ચમચીની મદદ કરો. કાંટા ચમચી તમારા કામને સરળ બનાવે છે. જ્યારે પણ આપણે ઘુઘરા બનાવીએ ત્યારે એ સાઇડમાંથી ઓપન થઇ જતા હોય છે. એવામાં તમે કાંટા ચમચીની મદદથી બંધ કરો છો તો તમારું કામ સરળ થઇ જાય છે. કિનારીઓને તમે કાંટાની મદદથી સરળતાથી ફોલ્ડ કરી લો. આમ કરવાથી ઘૂઘરા ખુલશે નહીં અને મસ્ત રહેશે.
ચમચીની મદદથી આદુ પણ તમે છોલી શકો છો. આદુ છોલવામાં ઘણો સમય લાગતો હોય છે, એવામાં તમે કાંટા ચમચીનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. આ માટે તમે આદુ લો અને એને ધોઇ લો. ત્યારબાદ ચમચીની મદદથી છોલી લો. આમ કરવાથી આદુ સરળતાથી છોલાઇ શકો છો.
કોથમીર સાફ કરવામાં બહુ કંટાળો આવતો હોય છે. આ માટે તમે કોથમીરની ઝુડી લો અને પછી એની ડંડીઓ પકડીને કાંટાથી વચ્ચે સાફ કરી લો. આમ કરવાથી તમારી કોથમીર તરત જ સાફ થઇ જશે. કાંટા ચમચીની મદદથી તમે મેથી તેમજ પાલકની ઝુડીને પણ સાફ કરી શકે છે.
લીંબુમાં બી હોય છે જેને કાઢવા માટે તમે કાંટા ચમચીનો ઉપયોગ કરી શકો છો. લીંબુ લો અને એને વચ્ચેથી કટ કરી લો. ત્યારબાદ આ લીંબુમાંથી બી કાઢવા માટે તમે કાંટા ચમચીનો ઉપયોગ કરો. સરળતાથી બી નીકળી જશે.
આપણે ખાસ કરીને પુરી તળીએ ત્યારે ફુલી જતી હોય છે. આ માટે તમે પુરીને વણીને એમાં કાંટા ચમચીની મદદથી કાણાં પાડી લો. આમ કરવાથી પૂરી ફૂલશે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર