Home /News /lifestyle /લીંબુ+મીઠુંથી કાળા અને ગંદા ગેસના બર્નરને આ રીતે મિનિટોમાં સાફ કરી દો, જરા પણ નહીં પડે મહેનત

લીંબુ+મીઠુંથી કાળા અને ગંદા ગેસના બર્નરને આ રીતે મિનિટોમાં સાફ કરી દો, જરા પણ નહીં પડે મહેનત

કાળા ગેસના બર્નર સાફ કરો

Kitchen TIps: ગેસના બર્નર સમય પર સાફ કરવામાં ના આવે તો એ જલદી કાળા પડી જાય છે. કાળા બર્નરને સાફ કરવા બહુ જરૂરી છે. જો તમે કાળા બર્નરને સાફ કરતા નથી તો ગેસ ખોટો વેડફાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: રસોડામાં ગેસના બર્નરની સાફ-સફાઇ કરવી ખૂબ જરૂરી છે. ગેસના બર્નરને રેગ્યુલર સાફ કરવા ખૂબ જરૂરી છે. જો તમે ગેસના બર્નર સાફ કરતા નથી તો ગેસ વેસ્ટ જાય છે અને પૈસા વેડફાય છે. ઘણાં લોકોના ઘરોમાં તમને ધ્યાન હશે કે ગેસના બર્નર પર કાળાશ જામી ગઇ હોય છે. આ કાળાશથી ગેસ બરાબર સળગતો નથી અને ગેસ નકામો પણ જાય છે. તો આજે અમે તમને ગેસના કાળા બર્નર સાફ કરવા માટે લીંબુ અને મીઠાના ઉપાય જણાવીશું જેની મદદથી તમે જલદી જ ગેસના બર્નરની કાળાશને કાઢી શકશો.

    આ પણ વાંચો: ફોટોશૂટ કરાવવા માટે આદિત્યના આ પોઝ છે જોરદાર

    લીંબુ અને મીઠું


    ગેસના બર્નરને સાફ કરવા માટે સૌથી પહેલાં રાત્રે ઊંઘતા પહેલાં ગરમ પાણી કરો અને એમાં લીંબુનો રસ નાંખો. ત્યારબાદ આ બર્નરને આખી રાત આ પાણીમાં રહેવા દો. બીજા દિવસે લીંબુની છાલ પર મીઠું લગાવો અને સાફ કરી દો. આમ કરવાથી ઓછી મહેનતે તમારા ગેસના બર્નર સાફ થઇ જશે. આ ટિપ્સને તમે દર 10 દિવસે ફોલો કરો છો તો ગેસના બર્નર ક્યારે પણ કાળા પડતા નથી.

    બેકિંગ સોડા


    ગેસના બર્નરની કાળાશ દૂર કરવા માટે તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડાથી બર્નર પરની જામેલી કાળાશ જલદી દૂર થઇ જાય છે. આ માટે બે ગ્લાસ પાણી લો અને એમાં બેકિંગ સોડા નાંખો. ત્યારબાદ આ પાણીને બે મિનિટ માટે ઉકળવા દો. પાણી ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો અને પછી બર્નરને આ પાણીમાં નાંખો.

    આ પણ વાંચો: ઘરે બનાવેલા આ તેલથી વાળને લાંબા અને સિલ્કી કરી દો

    હવે બર્નરને બે કલાક પછી પાણીમાંથી કાઢી લો. ત્યારબાદ બ્રશની મદદથી બર્નરને સાફ કરો. આમ કરવાથી બર્નરની કાળાશ દૂર થઇ જશે અને બર્નર એકદમ ચોખ્ખા થઇ જશે. સાફ થયેલા બર્નરથી ગેસની બચત થાય છે. આ સાથે જ ગેસની ફ્લેમ પણ ફાસ્ટ થાય છે.


    વિનેગર


    ગેસના બર્નરને સાફ કરવા માટે તમે વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. વિનેગરથી કાળા પડી ગયેલા બર્નર તરત જ સાફ થઇ જાય છે. આ માટે તમે એક મોટા વાસણમાં વિનેગર લો અને એમાં બર્નર નાંખો. ત્યારબાદ એક કલાક રહીને કોરા કપડાથી લૂંછી લો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Kitchen tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन