Home /News /lifestyle /

Kitchen tips: તમારા ખાદ્ય તેલમાં ઝેરી ભેળસેળ હોય શકે, આ સરળ Trickથી ઘર બેઠા ચકાસો ગુણવત્તા

Kitchen tips: તમારા ખાદ્ય તેલમાં ઝેરી ભેળસેળ હોય શકે, આ સરળ Trickથી ઘર બેઠા ચકાસો ગુણવત્તા

વર્ષોથી તેલની કિંમત અને માંગમાં વધારો થયો છે. તેનાથી આપણા ખાદ્ય તેલમાં ભેળસેળનું જોખમ પણ વધ્યું છે (પ્રતિકાત્મક તસવીર)

how to check if cooking oil Quality- તમારા ખાદ્ય તેલમાં ભેળસેળ છે કે નહીં તે તાપસવા માટે FSSAI દ્વારા જાહેર કરવામાં આવેલા ટેસ્ટનો ઉપયોગ કરો

રસોડામાં તેલ (oil)પોતાનું આગવું સ્થાન ધરાવે છે. તેનો ઉપયોગ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધવા, મેરિનેટ કરવા અને સજાવવા માટે થાય છે. પરંતુ તમે જે ખાદ્ય તેલ (cooking oil)વાપરો છો તે કેટલું શુદ્ધ અને સલામત છે? તેનો તમને ખ્યાલ છે? આપણે બધા જાણીએ છીએ કે, વર્ષોથી તેલની કિંમત અને માંગમાં વધારો થયો છે. તેનાથી આપણા ખાદ્ય તેલમાં ભેળસેળનું (how to check if cooking oil Quality)જોખમ પણ વધ્યું છે. જેના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થઈ રહી છે.

તેલમાં ભેળસેળ સામે જાગૃતિ લાવવા અને ગુણવત્તા બાબતે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ #DetectingFoodAdulterants નામનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ તમારા ખોરાકમાં ભેળસેળ છે કે નહીં તે તપાસવા માટે ટ્રિક શેર કરવામાં આવે છે. જેના અનુસંધાને ખાદ્ય તેલમાં ઝેરી ટ્રાઇ-ઓર્થો-ક્રેસિલ-ફોસ્ફેટના ઉપયોગને કેવી રીતે શોધી કાઢવો તેના પરીક્ષણનો વીડિયો શેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ટોક્સિકોલોજી અનુસાર, ટ્રાઇ-ઓર્થો-ક્રિસિલ-ફોસ્ફેટ એ ફોસ્ફરસ યુક્ત કાર્બનિક સંયોજન અથવા જંતુનાશક છે. જે ભૂતકાળમાં ઘણા મોટા પાયે ઝેર ફેલાવવા માટે જવાબદાર બન્યું હતું. ખાદ્ય તેલમાં ઘણી વાર ટ્રાઇ-ઓર્થો-ક્રેસિલ-ફોસ્ફેટની ભેળસેળ કરવામાં આવે છે.



આ પણ વાંચો - Vastu tips: ઘરમાં રાખો ચાંદીનો મોર, ક્યારેય નહીં થાય ધનની અછત, આવી રીતે થશે ભગવાન કુબેરની કૃપા

નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર ટ્રાઇ-ઓર્થો-ક્રિસિલ-ફોસ્ફેટના સેવનથી દસથી વીસ દિવસમાં લક્ષણો જોવા મળે છે. પ્રારંભિક તબક્કે પગમાં દુ:ખાવો અને પેરેથેસિયા થઈ શકે છે અને પછીના તબક્કે સ્નાયુઓની નબળાઈ, પગના નીચેના ભાગમાં લકવા જેવી ગંભીર સમસ્યા ઉભી થાય છે.

આવી રીતે ઘર બેઠા તપાસો શુદ્ધતા

તમારા ખાદ્ય તેલમાં ભેળસેળ છે કે નહીં તે તાપસવા માટે FSSAI દ્વારા જાહેર કરવામાં આવેલા ટેસ્ટનો ઉપયોગ કરો. એક વાડકીમાં 2ML તેલ લઈ તેમાં એક ચમચી પીળું માખણ ભેળવો. આવું કર્યા બાદ જો તમારા તેલનો રંગ બદલાય નહીં તો સમજી જાવ કે તે શુદ્ધ અને ખાવા લાયક છે. જો રંગ લાલ થઈ જાય તો તેલ અશુદ્ધ છે અને બીમારી થઈ શકે છે.

FSSAI દ્વારા તાજેતરમાં જ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા માધ્યમો પર તેલની ગુણવત્તાને ચકાસવાની ટ્રિક દર્શાવતો વીડિયો શેર કરવામાં આવ્યો હતો.
Published by:Ashish Goyal
First published:

Tags: Health News, Lifestyle, Oil

આગામી સમાચાર