Home /News /lifestyle /દહીંથી આ રીતે કારેલાની કડવાશ દૂર કરો, આ ટિપ્સ પર કરી લો એક નજર

દહીંથી આ રીતે કારેલાની કડવાશ દૂર કરો, આ ટિપ્સ પર કરી લો એક નજર

કારેલાની કડવાશ દૂર કરો

Kitchen tips: કારેલા એક એવું શાક જે અનેક લોકો ખાવાનું ટાળતા હોય છે. કારેલા ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. જો કે દરેક લોકો કારેલાની કડવાશને દૂર કરવા માટે ઇચ્છતા હોય છે. આમ, જો તમે આ ટિપ્સ ફોલો કરો છો તો કારેલાની કડવાશ સરળતાથી દૂર થઇ જાય છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કારેલા એક હેલ્ધી શાકભાજી છે. ડાયાબિટીસના દર્દીઓને ડોક્ટર્સ કારેલા ખાવાની સલાહ આપતા હોય છે. કારેલા અનેક લોકોને ભાવતા હોય છે તો અનેક લોકો ખાવા માટે ઇગ્નોર કરતા હોય છે. કારેલાની કડવાશથી અનેક લોકો દૂર રહેતા હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે દરેક વ્યક્તિએ અઠવાડિયામાં એક વાર કારેલા ખાવા જોઇએ. કારેલા ખાવાથી તમે અનેક બીમારીઓને સરળતાથી દૂર કરી શકો છો. ખાસ કરીને બાળકો કારેલા ખાવાનું ઇગ્નોર કરતા હોય છે. અનેક લોકોની ફરિયાદ હોય છે કે કારેલાનું શાક ટેસ્ટમાં કડવુ લાગે છે, પરંતુ તમને જણાવી દઇએ કે કારેલાની કડવાશને તમે આ સરળતાથી દૂર કરી શકો છો. તમે આ ટિપ્સ ફોલો કરશો તો કારેલાની કડવાશ જતી રહેશે અને શાક કડવુ નહીં લાગે.

આ પણ વાંચો: શરીરમાં આ 4 તકલીફ દૂર કરવા પીઓ કોફી

કારેલાને છોલી લો


કારેલાની કડવાશ દૂર કરવા માટે સૌ પ્રથમ કારેલાની છાલ કાઢી લો. કારેલાની છાલ તમારે પૂરી રીતે કાઢવાની રહેશે. વધારે કડવાશ છાલમાં હોય છે. તમે ઇચ્છો છો તો કારેલાની છાલનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે કારેલાની છાલ લો અને એમાં થોડુ મીઠું નાંખીને તડકામાં સુકવી દો. ત્યારબાદ આને મસાલા સાથે ફ્રાય કરી લો. ભરેલા ભરેલા કારેલા બનાવતી વખતે તમે આ ભરો છો તો મસ્ત લાગે છે. આનાથી સ્વાદ મસ્ત આવે છે.

મીઠું લગાવીને રાખી મુકો


કારેલા બનાવતા પહેલા મીઠું લગાવીને થોડી વાર માટે રહેવા દો. આમ કરવાથી કડવાશ દૂર થાય છે. મીઠામાં મળતા મિનરલ્સથી કારેલાનો કડવો જ્યૂસ નિકળી જાય છે. કારેલાને લગભગ 20 થી 30 મિનિટ સુધી મીઠું લગાવીને રાખો અને પછી કારેલાને ધોઇ લો. આમ કરવાથી શાક કડવુ નહીં બને.

આ પણ વાંચો:શું તમને પણ નાની-નાની વાતોમાં ગુસ્સો આવે છે?

કારેલાના બી નિકાળી દો


કારેલા કાપતી વખતે તમે બધા જ બી એમાંથી નિકાળી દો. કારેલાના બીમાં કડવાશ વધારે હોય છે જેના કારણે શાક કડવુ બને છે. આ માટે જ્યારે પણ તમે કારેલાનું શાક બનાવો ત્યારે એમાંથી બી નિકાળી દો.

દહીંમાં નાખો


કારેલાની કડવાશ દૂર કરવા માટે તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે કારેલાના કટકા કરી લો અને એને દહીંમાં એક કલાક સુધી મુકી રાખો. આમ કરવાથી કારેલાની કડવાશ દૂર થઇ જશે.
First published:

Tags: Kitchen tips, Life style

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો