Home /News /lifestyle /ગંદી અને ચીકણી Chimney સાફ કરી દો, આ Kitchen Hacks પર કરી લો એક નજર

ગંદી અને ચીકણી Chimney સાફ કરી દો, આ Kitchen Hacks પર કરી લો એક નજર

ચીમની સાફ કરવાની સરળ રીત

tricks for cleaning kitchen chimney: મોટાભાગના લોકોના રસોડામાં કિચનમાં ચીમની હોય છે. ચીમનીથી રસોડામાં બીજી જગ્યાઓ પર ચીકાશ ઓછી જામે છે, પરંત ચીમનીને સમય પર ક્લિન કરવી ખૂબ જરૂરી છે. જો તમે સાફ કરતા નથી તો વઘારે ગંદી થઇ જાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘરની સાથે-સાથે કિચનની સાફ-સફાઇ કરવી પણ ખૂબ જ જરૂરી છે. રસોડામાં જમવાનું બનતુ હોવાથી કિચનની ટાઇલ્સથી લઇને બીજી અનેક વસ્તુઓ જલદી ચીકણી અને ખરાબ થઇ જાય છે. હવે મોટાભાગના લોકોના રસોડામાં ચીમની હોય છે. ચીમની રસોડામાં અનેક રીતે ઉપયોગી બને છે, પરંતુ ચીમનીને સમય-સમય પર સાફ કરવી બહુ જરૂરી છે. ઘણાં લોકો એવા હોય છે જે ચીમનીને સાફ કરતા હોતા નથી. રસોઇ કરતી વખતે નિકળતા ધૂમડાને કારણે ચીમની કાળી અને ઓઇલી થઇ જાય છે. તો જાણો તમે પણ ઓછી મહેનતે કેવી રીતે ચીમનીને સાફ કરશો.

    આ પણ વાંચો: મુસાફરી દરમ્યાન ઉલ્ટી, ઉબકા અને ચક્કર આવે છે?

    • ચીમનીને સાફ કરવા માટે તમે સફેદ સરકાનો ઉપયોગ કરી શકો છો. સફેદ સરકો કિચનની સાફ સફાઇમાં અનેક રીતે ઉપયોગી બને છે. આ માટે તમે એક ટબમાં ગરમ પાણી લો અને એમાં બે ચમચી સરકો નાંખો. ત્યારબાદ ચીમનીના ફિલ્ટરને આ પાણીમાં મુકી દો. બે કલાક રહીને પાણીમાંથી બહાર કાઢી લો. આમ કરવાથી ચીમની એકદમ સાફ થઇ જશે અને બધી જ ચીકાશ નિકળી જશે. ચીમનીમાં રહેલા બેક્ટેરિયા પણ નાશ થઇ જશે.


    આ પણ વાંચો: બાળકોને ઘોડિયામાં ઊંઘાડતા પેરેન્ટ્સ ચેતી જજો



      •  દરેક લોકોને કાસ્ટિક સોડા વિશે જાણ હોય છે. કાસ્ટિક સોડાથી તમે ચીમની પરની ચીકાશને દૂર કરી શકો છો. આ માટે તમે પાણીમાં બે ચમચી કાસ્ટિક સોડા નાંખો અને મિક્સ કરી દો. હવે આ પેસ્ટને 30 મિનિટ સુધી ચીમનીના ફિલ્ટર પર લગાવી રાખો. નક્કી કરેલા સમય પછી ચીમનીને સાફ કરી લો. આમ કરવાથી ચીમની તરત જ સાફ થઇ જશે.

      • ડીશ વોશ લિક્વિડથી પણ તમે ચીમનીને સાફ કરી શકો છો. ચીમનીને સાફ કરવા માટે એક ડોલમાં તમે પાણી લો અને એની અંદર લિક્વિડ નાંખો. હવે કપડુ લો અને આ પાણીમાં પલાળીને ચીમનીના ફિલ્ટરથી લઇને બધી જ વસ્તુઓને સાફ કરી લો. આમ કરવાથી તરત જ ચીકાશ દૂર થઇ જશે અને તમને વધારે મહેનત પણ નહીં પડે.






    • ચીમની સાફ કરવા માટેના આ ઉપાયો બેસ્ટ છે. આ રીતે ચીમની સાફ કરવાથી ચીમનીની કોઇ વસ્તુ ખરાબ થતી નથી અને સાફ પણ થઇ જાય છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Kitchen tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन