Home /News /lifestyle /ઠંડીમાં આ રીતે સ્ટોર કરો આદુ, એક મહિના સુધી ફ્રેશ રહેશે અને સુગંધ પણ મસ્ત આવશે
ઠંડીમાં આ રીતે સ્ટોર કરો આદુ, એક મહિના સુધી ફ્રેશ રહેશે અને સુગંધ પણ મસ્ત આવશે
આદુ સૂકું લેવાની આદત પાડો.
storage ginger in winter: ઠંડીની સિઝનમાં આદુ અનેક લોકો સ્ટોર કરતા હોય છે. આદુમાંથી તમે સૂંઠનો પાવડર તેમજ ચાનો પાવડર બનાવી શકો છો. આદુ તમે આ રીતે સ્ટોર કરશો તો એક મહિના સુધી એવુંને એવુ જ રહેશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં બજારમાં એકદમ ફ્રેશ આદુ મળે છે. આદુમાંથી તમે ઘરે તાજી સૂંઠ બનાવી શકો છો. સામાન્ય રીતે અનેક લોકો આદુ ઘરે સૂકવીને એમાંથી સૂંઠ, ચાનો મસાલો બનાવતા હોય છે. જો કે ઘણાં લોકોની ફરિયાદ હોય છે કે આદુ ઘરે સ્ટોર કરીએ ત્યારે એ ઘણી વાર સડીને બગડી જાય છે. જો કે આવું અનેક લોકોના ઘરોમાં થતુ હોય છે. આદુ જ્યારે ખરાબ થઇ જાય અને બગડી જાય ત્યારે એને ફેંકવાનો વારો આવે છે અને પૈસા બગડે છે. આ માટે આદુને પ્રોપર રીતે સ્ટોર કરવુ ખૂબ જરૂરી છે. તો જાણો ઘરે કેવી રીતે આદુ સ્ટોર કરશો.
તમે જ્યારે પણ આદુ ખરીદો ત્યારે ખાસ કરીને સૂકું આદુ ખરીદો. સૂકુ આદુ ખરાબ થતુ નથી. સૂકું આદુ સુકાઇ પણ જલદી જાય છે અને સાથે બગડતુ પણ નથી. આ માટે ઘરે સૂકું આદુ લાવો અને એને કટ કરીને તડકામાં સૂકવો.
તમે આદુને લાંબા સમય સુધી સાચવવા માટે જીપ લોક બેગનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે આદુને જીપ લોક બેગમાં ભરી લો અને સ્ટોર કરી લો. ખાસ ધ્યાન એ રાખો કે જીપ લોક બેગમાં આદુ ભરતા પહેલાં તમારે સારી હવા પહેલાં બહાર કાઢી લેવાની છે. આમ કરવાથી આદુ લાંબા સમય સુધી ફ્રેશ રહેશે અને બગડશે પણ નહીં.
આદુને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે તમે પેપર ટોવેલનો ઉપયોગ કરી શકો છો. પેપર ટોવેલમાં તમે આદુ ભરી લો અને એને ફ્રિજમાં મુકી દો. ધ્યાન રહે કે પેપર ટોવેલમાં આદુ મુકો ત્યારે એ કોરું હોવું જોઇએ. ભીનું આદુ તમારે પેપર ટોવેલમાં મુકવું નહીં.
આદુને તમે એક મહિના માટે સ્ટોર કરવા ઇચ્છો છો તો આદુને પીસી લો અને એનો રસ કાઢી લો. ત્યારબાદ આઇસ ટ્રેમાં ભરી લો અને ફ્રિજમાં મુકી દો. આમ કરવાથી તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો.
લીંબુનો રસ પણ તમે મિક્સ કરી શકો છો. આદુને તમે સારી રીતે ધોઇ લો અને એને કાંચની બરણીમાં ભરી લો. પછી આમાં લીંબુનો રસ મિક્સ કરી લો. આમ કરાથી આદુ જલદી ખરાબ નહીં થાય.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર