Home /News /lifestyle /નહીં તૂટે કાચના વાસણો, બસ ફોલો કરો આ Simple Hack
નહીં તૂટે કાચના વાસણો, બસ ફોલો કરો આ Simple Hack
ગરમ વસ્તુઓ ભરશો નહીં.
Kitchen tips: કાચના વાસણોને થોડુ પણ કંઇક અડે તો એ તૂટી જાય છે. આ માટે કાચના વાસણોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. જો તમે કાચના વાસણોનું પ્રોપર રીતે ધ્યાન રાખતા નથી તો એ તૂટી જલદી જાય છે અને સાથે પૈસાનો બગાડ થાય છે. આમ, જો તમે કાચના વાસણોનું આ રીતે ધ્યાન રાખો છો તો એ જલદી તૂટશે નહીં.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ભારતીય ઘરોમાં કાચના વાસણોનો ઉપયોગ વધારે થાય છે. કાચના વાસણો દેખાવમાં સુંદર લાગે છે. કાચના વાસણોમાં તમે કોઇને કોઇ વસ્તુ આપો છો તો એ મસ્ત લાગે છે. જો કે હવે તો કાચના વાસણોમાં પણ અનેક પ્રકારની વેરાયટી બજારમાં જોવા મળે છે. કાચના ગ્લાસથી લઇને ડિશો..તેમજ બીજી અનેક વસ્તુઓ બજારમાંથી સરળતાથી મળી રહે છે. પરંતુ કાચના વાસણોમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ થાય છે કે એ તૂટી જવાનો ડર રહે છે. આ માટે કાચના વાસણોનું ખૂબ ધ્યાન રાખવુ પડે છે. તમે પ્રોપર રીતે કાચના વાસણોનું ધ્યાન રાખતા નથી તો એ પડીને તૂટી જાય છે.
મોંધા કાચના વાસણો ફૂટી જવાને કારણે જીવ બળી જાય છે. આ માટે કાચના વાસણોનો ઉપયોગ ધ્યાનથી કરવો ખૂબ જરૂરી છે. તો જાણી લો તમે પણ કાચના વાસણોને કેવી રીતે ધ્યાન રાખશો જેથી કરીને એ જલદી તૂટી ના જાય.
ઠંડીની સિઝનમાં કોઇ પણ ગરમ વસ્તુ ડાયરેક્ટ કાચના વાસણોમાં કાઢશો નહીં. કાચના વાસણોમાં ગરમ વસ્તુ નાંખતા પહેલાં એમાં ચમચી તેમજ બીજી કોઇ પણ વસ્તુ મુકો. આમ કરવાથી કાચના વાસણો જલદી તૂટશે નહીં.
ઘણાં લોકો કાચના વાસણોમાં ગરમ વસ્તુ ભરતા હોય છે. ખાસ કરીને દૂધ, કોફી જેવી ગરમ વસ્તુઓ કાચના ગ્લાસમાં નાંખશો નહીં. આમ કરવાથી કાચના વાસણો તૂટવાનો ભય વઘારે રહે છે.
કાચના વાસણો હંમેશા અલગ રાખવાની આદત પાડો. ઘણાં લોકો કાચ તેમજ ઘરના રેગ્યુલર વાસણોને એક જ સ્ટેન્ડમાં મુકી દેતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. ખાસ કરીને સ્ટીલ વાસણો સાથે કાચના વાસણો મુકવાથી ક્રેક પડી શકે છે.
ઘણી મહિલાઓ કાચના વાસણોમાં આઇસ ક્યૂબ્સ નાંખીને પછી એમાં કોલ્ડ ડ્રિંક્સ નાખતા હોય છે. આમ કરવાથઈ કાચના વાસણોમાં ક્રેક પડવાના ચાન્સિસ વધી જાય છે. આ માટે પહેલાં કોલ્ડ ડ્રિંક નાંખો અને પછી આઇસ ક્યૂબ્સ નાંખો.
તમારે કાચના વાસણોને તૂટતા બચાવવા છે તો 10 મિનિટ સુધી હુંફાળા પાણીમાં મુકી રાખો. આમ કરવાથી ગ્લાસ જેવા કાચના વાસણો જલદી તૂટશે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર