Home /News /lifestyle /ઓછી મહેનતે મિનિટોમાં પિત્તળના વાસણોમાં ચમક લાવો, મીઠું અને લીંબુ સાથે જાણો બીજા ઉપાયો

ઓછી મહેનતે મિનિટોમાં પિત્તળના વાસણોમાં ચમક લાવો, મીઠું અને લીંબુ સાથે જાણો બીજા ઉપાયો

પિત્તળના વાસણો ચમકાવો

Tricks for cleaning brass utensils: પહેલાનાં સમયમાં મોટાભાગના લોકો પિત્તળના વાસણોનો ઉપયોગ કરતા હતા, જ્યારે આજે પણ અનેક ઘરો એવા છે જેમના ઘરે પિત્તળના વાસણો છે. પિત્તળના વાસણો સાફ કરવા માટે અનેક ઘણી મહેનત પડે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: રસોડામાં ખાસ કરીને મહિલાઓ સ્ટીલ અને નોન સ્ટિક વાસણોનો ઉપયોગ વધારે કરે છે, પરંતુ જૂના સમયમાં એટલે પહેલાના સમયમાં મોટાભાગના લોકો પિત્તળના વાસણોનો ઉપયોગ કરતા હતા. આજે પણ અનેક ઘરોમાં પિત્તળના વાસણોનો ઉપયોગ લોકો કરતા હોય છે. વાત કરવામાં આવે તો પિત્તળના વાસણો દેખાવમાં જેટલાં સારા લાગે છે એટલી જ એની મહેનત પણ સાફ કરવામાં વઘારે પડે છે. પિત્તળના વાસણોને સાફ કરવાની પણ એક ટ્રિક હોય છે. જો તમે આ રીતે પિત્તળના વાસણો સાફ કરો છો તો જલદી જ સાફ થઇ જશે અને બહુ મહેનત પણ નહીં પડે.

    આ પણ વાંચો: બહુ નસકોરાં બોલતા હોય તો આ રીતે સૂઇ જાવો

    સરકો


    તમે સરકાનો ઉપયોગ પિત્તળના વાસણોને સાફ કરવા માટે કરી શકો છો. આ માટે તમે વાસણમાં સરકો અને એમાં મીઠું નાંખો. હવે આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ 5 મિનિટ રહીને ગરમ પાણીથી ધોઇ લો. આમ કરવાથી પિત્તળના વાસણો તરત સાફ થઇ જશે અને તમને બહુ મહેનત પણ નહીં પડે.

    આંબલી


    આંબલીનો ઉપયોગ તમે પિત્તળના વાસણોને ચમકાવવા માટે કરી શકો છો. આ માટે તમે આંબલીને 15 મિનિટ માટે પાણીમાં પલાળીને રાખો. આ આંબલીમાંથી પલ્પ કાઢી લો અને વાસણોને સાફ કરી લો. આમ કરવાથી વાસણો જલદી જ ચોખ્ખા થઇ જશે.

    આ પણ વાંચો: ભૂલથી પણ આ 4 વસ્તુઓ કોઇની સાથે શેર ના કરો

    બેકિંગ સોડા


    બેકિંગ સોડા તમારા વાસણોને જલદી જ સાફ કરવાનું કામ કરે છે. બેકિંગ સોડાનો ઉપયોગ તમે રસોડામાં અનેક રીતે કરી શકો છો. આ માટે તમે એક વાસણમાં એક ચમચી બેકિંગ સોડા લો અને લીંબુનો રસ મિક્સ કરી દો. હવે આ પેસ્ટને પિત્તળના વાસણો પર લગાવો અને 10 મિનિટ સુધી રહેવા દો. આમ કરવાથી પિત્તળના વાસણો જલદી જ સાફ થઇ જાય છે. પિત્તળના વાસણો તમે આ રીતે સાફ કરો છો તો એકદમ ચકચકાટ થઇ જાય છે.


    લીંબુ અને મીઠું


    લીંબુ અને મીઠું રસોડામાં તમને સરળતાથી મળી રહે છે. લીંબુ અને મીઠુંથી તમે સરળતાથી પિત્તળની ચમક પાછી લાવી શકો છો. આ માટે એક ચમચી લીંબુનો રસ લો અને એમાં મીઠું નાખીને મિક્સ કરી દો. ત્યારબાદ આ બન્ને વસ્તુથી વાસણ સાફ કરો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Kitchen tips, Life style, Salt

    विज्ञापन
    विज्ञापन