Home /News /lifestyle /ગંદા વોશ બેસિનને આ રીતે ચમકાવી દો, ઓછી મહેનતે ટુથપેસ્ટના અને બીજા બધા જ ડાઘા નિકળી જશે
ગંદા વોશ બેસિનને આ રીતે ચમકાવી દો, ઓછી મહેનતે ટુથપેસ્ટના અને બીજા બધા જ ડાઘા નિકળી જશે
ગંદા વોશ બેસિનને ચમકાવો
Easy tips to clean wash basin: ઘરની સાફ-સફાઇ કરવી ખૂબ જરૂરી છે. એમાં પણ ખાસ કરીને વોશ બેસિંન, ટોયલેટને સાફ કરવુ ખૂબ જરૂરી છે. જો તમે આ વસ્તુઓને સાફ કરતા નથી તો તમારી હેલ્થને અનેક રીતે નુકસાન થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘરની સાફ-સફાઇમાં નાની-નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવુ પડે છે. એમાં પણ ઘરની સાફ સફાઇમાં ખાસ કરીને વોશ બેસિન, બાથરૂમ અને ટોયલેટ સાફ કરવુ એક ટાસ્ક બની જાય છે. વર્કિંગ વુમન્સ માટે ખાસ કંટાળાજનક હોય છે. વોશ બેસિનની સફાઇ કરવામાં ના આવે તો એ બહુ જ ગંદુ થઇ જાય છે અને એમાં હેન્ડ વોશ કરવા પણ ગમતા હોતા નથી. વોશ બેસિન પર અલગ-અલગ પ્રકારના ડાધા-ધબ્બા, ટૂથપેસ્ટના નિશાન જામી જાય છે જે દેખાવમાં બહુ જ ગંદા લાગે છે. આવા નિશાનને દૂર કરવા માટે લોકો અનેક ઘણી મહેનત કરતા હોય છે તેમ છતા જોઇએ એટલું ક્લિન થતુ નથી. આજે અમે તમને કેટલીક સરળ ટિપ્સ બતાવીશું જેની મદદથી તરત જ ક્લિન થઇ જશે.
વોશ બેસિનને ચોખ્ખુ કરવા માટે તમે સરકાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે વોશ બેસિનમાં સરકો નાંખી દો અને થોડી વાર માટે રહેવા દો. ત્યારબાદ વોશ બેસિનને સાદા પાણીથી ધોઇ લો. આમ કરવાથી તમારું વોશ બેસિન એકદમ ક્લિન થઇ જશે અને ચમકવા લાગશે.
વોશ બેસિન પરથી ટુથપેસ્ટના પડી ગયેલા ડાઘા દૂર કરવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડા સાફ-સફાઇ કરવા માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે બેકિંગ સોડા નાંખો અને એની ઉપર વિનેગર નાંખો. ત્યારબાદ 10 મિનિટ રહીને ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી તરત જ તમારું વોશ બેસિન ચોખ્ખુ થઇ જશે.
ગંદા વોસ બેસિંગને સાફ કરવા માટે તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો. આ માટે મીઠું અને વિનેગર એક ડિશમાં લો અને પછી પ્લાસ્ટિકનો કુચો લઇને સાફ કરી દો. આમ કરવાથી તમારું વોશ બેસિન તરત જ સાફ થઇ જશે.
લીંબુથી પણ તમારા ગંદા વોશ બેસિનને તરત સાફ કરી શકો છો. લીંબુ અને બેકિંગ સોડાને બરાબર માત્રામાં લો અને ભીના કપડાની મદદથી વોશ બેસિન પર પડેલા ડાધા પર ઘસો. આમ કરવાથી તરત જ ડાઘ નિકળી જશે અને વોશ બેસિન ચોખ્ખુ થઇ જશે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર