Tips and Tricks: એલ્યુમિનિયમની કડાઈને ચમકદાર બનાવવા અજમાવો આ ઉપાય, ચાંદીની જેમ ચમકી ઉઠશે
Tips and Tricks: એલ્યુમિનિયમની કડાઈને ચમકદાર બનાવવા અજમાવો આ ઉપાય, ચાંદીની જેમ ચમકી ઉઠશે
એલ્યુમિનિયમની કડાઈને ચમકદાર બનાવવા અજમાવો આ ઉપાય, ચાંદીની જેમ ચમકી ઉઠશે
મોટા ભાગના ઘરોમાં એલુમિનિયમની કડાઈનો ઉપયોગ થતો હોય છે. પરંતુની રસોઈની ચીકાશ, રસોઈના બળી જવાથી કે અન્ય બીજા ઘણા કારણથી કડાઈ કાળી પડી જતી હોય છે. પરંતુ રસોડામાં હાજર ઘણી એવી વસ્તુઓ હશે કે જેનાથી જિદ્દીમાં જિદ્દી ડાઘ પર દૂર થઈ જાય છે. બેકિંગ સોડા, લીંબુ, અને સર્ફની મદદથી ચપટી વગાડતાની સાથે જ ચમકાવી શકો છો.
Aluminum Utensils Cleaning Tips: આજકાલ એલ્યુમિનિયમ (Aluminum cauldrons) ના વાસણોનો ઉપયોગ ઘણો જ ઓછા જોવા મળી રહ્યો છે. પરંતુ ઘજુ પણ એવા ઘર હશે કે જ્યાં આવા વાસણો સરળતાથી જોવા મળી શકે છે. મોટા ભાગે લોકો અમુક ખાસ પ્રકારની વાનગી બનાવવા અને ચોક્કસ સ્વાદ લઈ આવવા માટે એલ્યુમિનિયમની કડાઈનો જ ઉપયોગ કરા હોય છે. જો કે થોડા સમય બાદ એલ્યુમિનિયમના વાસણો કાળા પાડવા માંગે છે. તેવામાં આજે અમે અહી તમને તેને ચાંદી જેવા ચમકાવવા માટે કેટેલીક ટિપ્સ આપીશું, ચાલો જોઈએ...
સામાન્ય રીતે એલ્યુમિનિયમની કડાઈમાં શાક બનાવતી વખતે તેમાં ચીકાશ રહી જાય છે જેના કારણે તેના પર એક પરત જામી જાય છે. જેથી આજે અમે અહી આપને કડાઈ પર જામેલા ડાઘાઓ દૂર કરવાના સરળ નુસખા જણાવીશું. આ સરળ ટિપ્સની મદદથી તમે પળવારમાં જ એલ્યુમિનિયમની કડાઈમાં પડેલા ડાઘાઓ દૂર કરી શકશો.
મીઠું અને લીંબુથી કડાઈની ચીકાશ સાફ કરવા માટે સૌથી પેલા કડાઈને ગેસ પર ગરમ કરો. હવ તેમાં 3-4 ગ્લાસ પાણી નાખીને તેને ઉકાળો. ત્યાર બાદ તેમાં 1 ચમચી નામક, 2 ચમચી સર્ફ અને એક લીંબુના રસને એડ કરીને 5 મિનિટ સુધી ઉકાળો. હવે કડાઈના ગરમ પાણીને ખાલી કરીને કડાઈને ઘસવાથી કાળી પડેલી કડાઈ ચમકી ઉઠશે.
બેકિંગ સોડાની લો મદદ
કડાઈની ચિકાશ અને કાળાપણું દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ ઘણો જ કારગર સાબિત થઈ શકે છે. આ માટે બેકિંગ સોડામાં સર્ફ મેળવો. હવે આ મિશ્રણથી કડાઈને ખુબજ સારી રીતે ઘસી ઘસીને સાફ કરો. જ્યારે તેને ગરમ પાણીથી પણ ધોઈ શકાય છે. આમ કરવાથી કડાઈ નવા જેવી જ ચમકવા લાગશે.
દાઝેલી કડાઈને કઈક આ રીતે ચમકાવો
ઇલ્યુમિનિયમની કાડાઈ માત્ર હીકાશથી જ નહીં પરંતુ ક્યારેક કાયરેક બળી જવાથી પણ કાળી પડી જાય છે. આ કાળાપણું દૂર કરવા માટે એક ચમચી બેકિંગ સોડા અને બે ચમચી લીંબુનો રસ ભેળવીને ગરમપાણીથી કડાઈને બરાબર ઘસો. આમ કરવાથી કાળા નિશાન તરત જ નીકળી જશે.
કાસ્ટિંગ સોડાથી કડાઈએ સાફ કરવા માટે હાથમાં મોજા પહેરવાનું ન ભુલશો. ત્યાર બાદ પાણીમાં કાસ્ટિંગ સોડા નાંખીને ઉકાળો. ત્યારબાદ કડાઈને પાણીમાં નાખીને 10-15 મિનિટ માટે પલાળી દો. આમ કરવાથી કડાઈએ ખુબજ સારી રીતે સાફ થઈ જશે અને ચમકવા લાગશે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર