ખોરાક સ્ટોર કરવા માટે પ્લાસ્ટિકના ડબ્બાનો કરો છો ઉપયોગ? તો આજે જ જાણો તેના સેફટી નંબર વિશે

ફાઈલ તસવીર

Type Of Plastic And What Is Safe Number: આજકાલ દરેક ઘરમાં પ્લાસ્ટિક (Plastic)નો ઉપયોગ વધી ગયો છે. આપણે બાળકોને ભોજન આપવાથી લઈને ફ્રિજમાં ખોરાક સંગ્રહ કરવા માટે પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ કરીએ છીએ.

 • Share this:
  Type Of Plastic And What Is Safe Number: આજકાલ દરેક ઘરમાં પ્લાસ્ટિક (Plastic)નો ઉપયોગ વધી ગયો છે. આપણે બાળકોને ભોજન આપવાથી લઈને ફ્રિજમાં ખોરાક સંગ્રહ કરવા માટે પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ કરીએ છીએ. એટલું જ નહીં, રસોડામાં પાણી રાખવા અને વસ્તુઓ સંગ્રહ કરવા માટે પ્લાસ્ટિકના બોક્સનો ઉપયોગ કરીએ છીએ. તેને મેન્ટેન કરવા સરળ છે અને તે તૂટી જવાનો કોઈ ડર પણ નથી હોતો. પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય (Health)ને કેટલી ખરાબ રીતે અસર કરે છે? હા, સંશોધનો અનુસાર, માહિતીના અભાવે લોકો પ્લાસ્ટિકનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે, જે જીવલેણ રોગો તરફ દોરી શકે છે. ત્યારે પ્લાસ્ટિક બોક્સની ગુણવત્તા મેન્ટેન કરવા માટે તેના પર નંબર કોડ આપવામાં આવે છે. આ નંબરોની મદદથી જાણી શકાય છે કે ફૂડ સેફટી (Food Safety)ની દ્રષ્ટિએ કયા બોક્સની ગુણવત્તા આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકતી નથી. અહીં આજે અમે જણાવીશું કે બોટલ અને ડબ્બાની પાછળ લખેલા નંબર અને કોડની મદદથી તમે તમારી અને તમારા પરિવારની સુરક્ષા કેવી રીતે કરી શકો છો.

  આ રીતે નંબર કરો ચેક

  દરેક પ્લાસ્ટિક બોક્સની પાછળ કેટલાક નંબર હોય છે. આ નંબર વાસ્તવમાં રિસાઇકલિંગ નંબર છે. તે બોક્સની ગુણવત્તા જણાવે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમે ખાવા-પીવા માટે પ્લાસ્ટિકના બોક્સ ખરીદો છો, ત્યારે કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખીને જ તેને ખરીદો.

  આ પણ વાંચો: શું પ્રેગ્નેન્સીમાં બદામ ખાવી યોગ્ય છે? અહીં જાણો આ જરૂરી વાતો

  આ નંબર શું છે?

  જ્યારે તમે બોક્સ અથવા બોટલ ખરીદો છો, ત્યારે તેની પાછળનો નંબર 3 અથવા 7 નંબર ચોક્કસપણે ચેક કરો. તેઓ પ્લાસ્ટિકમાં BPA જેવા હાનિકારક તત્વો અંગે માહિતી આપે છે.

  એકવાર કરો ઉપયોગ

  જો બોક્સની પાછળ ત્રિકોણાકાર આકારમાં નંબર 1 લખેલ હોય, તો તેનો અર્થ થાય છે કે તમે આ બોટલ અથવા બોક્સનો ઉપયોગ માત્ર એક જ વાર કરી શકો છો. ત્યારબાદ બોક્સનો ઉપયોગ ન કરવો જોઇએ. તેનો વારંવાર ઉપયોગ શરીર માટે હાનિકારક હોઈ શકે છે.

  આ પણ વાંચો: બીમારીઓ દૂર ભગાડે છે આ 3 ખાસ ફૂલ, આ રીતે કરો તેનો ઉપયોગ

  ફરીથી વાપરી શકાય તેવા ડબ્બાને આ રીતે ઓળખો

  જો તમે રિયુઝ માટે ડબ્બો ખરીદવા માંગતા હોય, તો જે ડબ્બાની પાછળ 2, 4, 5 નંબર લખેલા હોય તે ખરીદો. તમે આ નંબરવાળા પ્લાસ્ટિકના કન્ટેનરનો વારંવાર ઉપયોગ કરી શકો છો અને તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા નથી.

  આ ડબ્બા ખરીદવાનું ટાળો

  જો પ્લાસ્ટિકના ડબ્બા પર 3, 6, 7 નંબર લખેલો હોય તો આવા બોક્સ ન ખરીદવા જોઈએ. ભલે આ બોક્સનું પ્લાસ્ટિક સારી ગુણવત્તાનું હોય તેવું લાગે, પરંતુ તમારે તેનો ઉપયોગ માઇક્રોવેવ ઓવનમાં ન કરવો જોઇએ. તેમાં હાજર હાનિકારક પદાર્થો ગરમ થાય, ત્યારે તમારા ખોરાકને નુકસાન પહોંચાડી શકે છે.

  આ પણ વાંચો: ચોમાસામાં ત્વચાની સમસ્યાથી રાહત આપશે મુલતાની માટી, આવી રીતે બનાવો ફેસપેક

  આ ફ્રીઝર માટે આ ડબ્બા છે સલામત

  જો તમે ફ્રીઝરમાં વાપરવા માટે ડબ્બા ખરીદી રહ્યા છો, તો ફ્રીઝર સેફ લખેલું હોય તે જ ડબ્બો ખરીદો.

  ખોરાક સંગ્રહ કરવા માટે

  જે ડબ્બાની પાછળ કપ અને કાંટાના નિશાન છે, તેનો અર્થ થાય કે તમે આ બોક્સનો ઉપયોગ ખોરાક સંગ્રહિત કરવા માટે કરી શકો છો.

  આ પણ વાંચો: World Breastfeeding Week 2021: જાણો, સ્તનપાન સપ્તાહ શા માટે ઊજવવામાં આવે છે?

  માઇક્રોવેવ માટે

  જો તમે માઇક્રોવેવ માટે વાસણો લેવા માંગતા હોય, તો ફક્ત તે જ ડબ્બા ખરીદો જેની પાછળ તરંગોના નિશાન હોય. આ નિશાન સૂચવે છે કે ડબ્બો માઇક્રોવેવ સેફ છે.

  ડીશવોશર માટે

  જો બોક્સ પર પાણીની આકૃતિ બનાવવામાં આવી છે, તો તે વાસણ 'ડીશવોશર' માટે સલામત હોવાની નિશાની છે.
  Published by:kuldipsinh barot
  First published: