Home /News /lifestyle /Kitchen Hacks: રસોડામાં રહેલી આ વસ્તુઓની નથી હોતી કોઇ એક્સપાયરી ડેટ, ફેંકી દેતા પહેલા જોઇ લો લિસ્ટ

Kitchen Hacks: રસોડામાં રહેલી આ વસ્તુઓની નથી હોતી કોઇ એક્સપાયરી ડેટ, ફેંકી દેતા પહેલા જોઇ લો લિસ્ટ

રસોડાની આ વસ્તુઓ નથી થતી એક્સપાયર

Kitchen hacks : રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ ન થતાં એક્સપાયર થઇ જાય છે અને આપણે તેને ફેંકી દઇએ છીએ. પરંતુ અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જે ક્યારેય એક્સપાયર નથી થતી.

    Kitchen Tips: હેલ્ધી લાઇફ સ્ટાઇલ માટે હેલ્ધી ફૂડ ખાવું પણ એટલું જ જરૂરી છે. પરંતુ જો ખાવાની વસ્તુ ખરાબ થઇ જાય તો તેની સીધી અસર સ્વાસ્થ્ય પર જ પડે છે. તેથી ઘણા લોકો ખાવાની દરેક વસ્તુની ખરીદી પણ એક્સપાયરી ડેટ ચેક કરીને જ કરે છે. જો કે શું તમે જાણો છો કે તમારા કિચનમાં રહેલી કેટલીક વસ્તુઓ ક્યારેય એક્સપાયર નથી થતી. હકીકતમાં ઘણીવાર એવું બને છે કે કેટલીક વસ્તુઓ રસોડામાં લાંબા સમય સુધી ઉપયોગમાં નથી લેવાતી. તેવામાં તેની એક્સપાયરી ડેટ પણ પસાર થઇ જાય છે અને લોકો તેને ફેંકી દે છે. પરંતુ જણાવી દઇએ કે કેટલીક વસ્તુઓ એક્સપાયરી ડેટ પસાર થઇ ગયા બાદ પણ તેનો ઉપયોગ કરી શકાય છે કારણ કે તે ખરાબ નથી થતી. ચાલો જાણીએ આવી વસ્તુઓ વિશે...

    સોયા સૉસ નથી થતો એક્સપાયર


    સોયા સૉસનો ઉપયોગ અનેક ડિશનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ જ્યાં સામાન્ય સૉસ કેટલાંક સમય પછી એક્સપાયર થઇ જાય છે. ત્યાં સોયા સૉસમાં એડિટિવ્સ અને પ્રિઝર્વેટિવ્સ ન હોવાના કારણે તે લાંબા સમય સુધી ખરાબ નથી થતા.

    કૉફી પણ નથી થતી ખરાબ


    ઘણા લોકો કૉફી પીવાની સાથે સાથે કૉફી પીવડાવવાના પણ એટલા જ શોખીન હોય છે. તેથી ઘરમાં હંમેશા કૉફી રાખતા હોય છે. તેથી તેની એક્સપાયરી ડેટ પસાર થઇ ગયા બાદ તેને ફેંકી દે છે. જ્યારે કૉફી ક્યારેય ખરાબ નથી થતી. હકીકતમાં કૉફીને સૂકવીને અથવા વેક્યુમમાં ફ્રીઝ કરીને બનાવવામાં આવે છે. જેના કારણે તેની અંદરનું મોઇશ્ચર સંપૂર્ણ રીતે ખતમ થઇ જાય છે અને તે ક્યારેય એક્સપાયર નથી થતી.

    મધ પણ નથી થતું એક્સપાયર


    ઘણીવાર મીઠી વસ્તુઓ વધુ સમય સુધી રાખવા પર તેમા ફૂગ લાગી જાય છે. પરંતુ મધ સાથે એવું બિલકુલ નથી થતું. જો મધને સારી રીતે કોઇ કંટેનર અથવા બોટલમાં રાખવામાં આવે તો તે ક્યારેય ખરાબ નથી થતું. હકીકતમાં મધમાં પાણીની માત્રા ઘણી ઓછી હોય છે. જેના કારણે તેમાં માઇક્રોબિયલ પેદા નથી થતા અને તે એક્સપાયર નથી થતું.

    મીઠું નથી થતું ખરાબ


    મીઠુ કિચનની સૌથી જરૂરી સામગ્રીઓમાંથી એક છે. મીઠા વિના ભાગ્યે જ કોઇ ડિશ પૂરી થાય છે. તેવામાં મીઠું કિચનમાં હોવું જરૂરી છે. સાથે જ દરિયાના પાણીથી બનવાના કારણે મીઠુ એક નેચરલ પદાર્થ છે. જે ક્યારેય એક્સપાયર નથી થતું.

    એક્સપાયર નથી થતી ખાંડ


    ખાંડને પણ તમે રસોડામાં હંમેશા માટે રાખી શકો છો. તેને સારી રીતે ડબ્બામાં બંધ કરીને રાખવાથી તે ક્યારેય એક્સપાયર નથી થતી. સાથે જ તેનો સ્વાદ અને તેમાં રહેલા પોષક તત્વો પણ યથાવત રહે છે.

    Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ન્યૂઝ18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. તેને અનુસરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Famous Food, Food for life, Food tips, Kitchen tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन