Home /News /lifestyle /Kitchen Hacks: મિક્સર ગ્રાઇન્ડરને અંદરથી સાફ કરવાની સરળ ટ્રીક, મિનિટોમાં સાફ થઇ જશે
Kitchen Hacks: મિક્સર ગ્રાઇન્ડરને અંદરથી સાફ કરવાની સરળ ટ્રીક, મિનિટોમાં સાફ થઇ જશે
બેકિંગ સોડા બેસ્ટ છે.
Kitchen hacks: રસોડામાં ખાસ કરીને વારંવાર મિક્સરનો ઉપયોગ થતો હોય છે. મિક્સરનો ઉપયોગ કરીએ ત્યારે ખાસ કરીને એમાં અંદરની બ્લેડ ખરાબ થઇ જતી હોય છે. આ સાથે જ ચીકાશ થઇ જાય છે. આમ, તમે પણ આ રીતે મિનિટોમાં બ્લેડ સાફ કરી દો.
How to clean Mixer grinder: રસોડામાં વારંવાર મિક્સરનો ઉપયોગ થતો હોય છે. મિક્સરનો ઉપયોગ નાની વસ્તુઓથી લઇને બીજી અનેક વસ્તુઓને ગ્રાઇન્ડ કરવા માટે થાય છે. આ સાથે જ મિક્સરમાં અનેક પ્રકારની ચટણીઓ પણ બનાવવામાં આવે છે. આમ વાત કરવામાં આવે તો મિક્સર જારની બ્લેડ ધારદાર અને તેજ હોય છે, જે સાફ કરવામાં અનેક તકલીફ પડે છે. આમ તમને પણ મિક્સર ગ્રાઇન્ડને સાફ કરવામાં તકલીફ પડે છે તો આ ટ્રિક તમારા માટે બેસ્ટ છે. તો જાણો આ વિશે..
મિક્સર ગ્રાઇન્ડને સાફ કરવા માટે તમે લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ કરી શકો છો. આ માટે મિક્સરમાં થોડો ડિરર્જન્ટ નાખીને એમાં પાણી નાખો. પછી મિક્સરને ચન કરો. આવું 3 થી 4 વાર કરો. આમ કરવાથી બ્લેડ ફટાફટ સાફ થઇ જાય છે. આ સાથે જ ચીકાશ પણ દૂર થાય છે. આમ કરવાથી બ્લેડ પણ મસ્ત થઇ જાય છે.
બેકિંગ સોડાથી તમે ફટાફટ મિક્સર જારની બ્લેડને સાફ કરી શકો છો. આ માટે તમે મિક્સર ગ્રાઇન્ડરમાં બરાબર માત્રામાં બેકિંગ સોડા લો અને એમાં પાણી નાખો. પછી મિક્સરને એક મિનિટ માટે ચન કરો.
આમ કરવાથી ચીકાશ દૂર થઇ જશે અને સાથે બ્લેડ પણ ફટાફટ સાફ થઇ જશે. આ એક બેસ્ટ અને સરળ ઉપાય છે. પછી કપડાથી લૂંછી લો અને સાફ કરી લો. હવે આ મિક્સર જારને 5 મિનિટ માટે તડકામાં મુકી દો. આમ કરવાથી મિક્સર જાર ચોખ્ખુ થઇ જશે.
સરકાનો ઉપયોગ કરો
સરકાનો ઉપયોગ તમે અનેક રીતે કરી શકો છો. આ એક બેસ્ટ ક્લીનર છે. આ માટે તમે મિક્સર ગ્રાઇન્ડને સાફ કરવા માટે એક કપ પાણીની સાથે બે મોટી ચમચી સરકો મિક્સ કરો અને પછી ગ્રાઇન્ડ કરી લો. થોડી સેકન્ડ પછી મિક્સરને પાણીથી સાફ કરી લો. પછી બહારથી મિક્સરને સાફ કરી લો. આમ કરવાથી તરત જ સાફ થઇ જશે.
(નોંઘ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર