Home /News /lifestyle /Kiss Day 2023: પાર્ટનર માટે બનાવો 'એગલેસ ચોકલેટ કેક', સાથે બેસીને ખાઓ અને મસ્ત ફોટો ક્લિક કરો

Kiss Day 2023: પાર્ટનર માટે બનાવો 'એગલેસ ચોકલેટ કેક', સાથે બેસીને ખાઓ અને મસ્ત ફોટો ક્લિક કરો

આ રીતે કેક સોફ્ટ બનશે.

Kiss Day: આજે કિસ ડે...આ દિવસને સ્પેશયલ બનાવવા માટે તમે ઘરે એગલેસ ચોકલેટ કેક બનાવો અને ખાવાની મજા માણો. આ કેક ખાવાની બહુ જ મજા આવે છે. આ ખાસ દિવસે સાથે બેસીને એગલેસ ચોકલેટ ખાવાની મજા માણો.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજે કિસ ડે..કાલે વેલેન્ટાઇન ડે અને આજે કિસ ડે..કાલે વેલેન્ટાઇન વીકનો લાસ્ટ ડે..અનેક લોકો કિસ ડેને મસ્ત રીતે સેલિબ્રેશન કરવા ઇચ્છતા હોય છે. આમ તમારો પાર્ટનર પ્યોર વેજિટેરિયન છે તો તમે આ રીતે ઘરે બનાવો એગલેસ ચોકલેટ કેક. આ કેક તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ કેક બનાવો અને સાથે બેસીને ખાવાની મજા માણો. તો નોંધી લો તમે પણ આ રેસિપી અને ફટાફટ ક્રશ તેમજ પાર્ટનર માટે બનાવો એગલેસ ચોકલેટ કેક.

સામગ્રી


1/3 કપ કોકો પાવડર

1/3 કપ ગરમ પાણી

1/3 કપ વેજીટેબલ ઓઇલ

આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો ચોકલેટ ડોનટ્સ

½ કપ દહીં

½ કપ બેકિંગ પાવડર

¼ કપ બેકિંગ સોડા

¾ કપ મેંદો

¾ કપ કેસ્ટર સુગર

એક ચમચી કોફી

બનાવવાની રીત



  • એગલેસ ચોકલેટ કેક બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ગરમ પાણી મુકો.

  • હવે આમાં કોકો પાવડર અને કોફી પાવડર નાખીને મિક્સ કરી લો.


આ પણ વાંચો:રાજસ્થાની સ્પાઇસી ચટણી ઘરે બનાવવા નોંધી લો આ રીત



    • ચમચીની મદદથી આ મિશ્રણને બરાબર ફેંટી લો.

    • હવે મિક્સરમાં ખાંડ, દહીં અને વેજીટેબલ ઓઇલ નાંખીને ફરીથી ફેંટી લો.

    • તમે ઇચ્છો છો તો કેકના બેટરમાં ઘી તેમજ બટર નાખી શકો છો.

    • થોડી વાર આ મિશ્રણ બરાબર ફેંટી લો અને પછી આમાં બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને મેંદો મિક્સ કરીને ફરીથી ફેંટી લો.

    • આ બેટરને છ મિનિટ માટે માઇક્રોવેવમાં મુકી દો.

    • તો તૈયાર છે તમારી સોફ્ટ કેક.

    • કેક પર ચોકલેટ લગાવીને તમને ગમતુ ડેકોરેશન કરો.

    • આ કેક પર તમે લાલ કલરથી હોંઠનો શેપ પણ દોરી શકો છો.

    • એગલેસ ચોકલેટ કેક તમે આ રીતે બનાવશો તો મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે.

    • તમારા ઘરે ઓવન નથી તો તમે કુકરમાં પણ કરી શકો છો.






  • કુકરમાં પણ તમે સરળતાથી ઘરે કેક બનાવી શકો છો. કુકરમાં પણ સોફ્ટ કેક બનશે.

  • આ કેક ઘરે બનાવો અને કિસ ડેને મસ્ત રીતે સેલિબ્રેશન કરો..હંમેશ માટે યાદગાર બની રહેશે.

First published:

Tags: Kiss day, Life Style News, Valentine Day 2023, Valentine Week