Home /News /lifestyle /Kiss Day 2023: કિસ કરવાથી ઉતરે છે વજન! એક મિનિટમાં બર્ન થાય છે અધધધ..કેલરી, જાણો ગજબના ફાયદાઓ

Kiss Day 2023: કિસ કરવાથી ઉતરે છે વજન! એક મિનિટમાં બર્ન થાય છે અધધધ..કેલરી, જાણો ગજબના ફાયદાઓ

ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે.

Kiss Day: આજે કિસ ડે..કિસ ડેને યાદગાર બનાવવા માટે લોકો જાતજાતની તૈયારીઓ કરી લીધી હશે. પરંતુ શું તમે જાણો છો કિસ કરવાના આ ફાયદાઓ વિશે. કિસ કરવાના ફાયદાઓ જાણવા ખૂબ જરૂરી છે. કિસ કરવાથી હેલ્થ તેમજ સ્કિનને અનેક ઘણાં બેનિફિટ્સ થાય છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજે કિસ ડે...શું તમે જાણો છો કિસ કરવાના ફાયદા? બહુ ઓછા લોકો કિસ કરવાના ફાયદા વિશે જાણતા હશે. જો કે કિસ કરવાથી હેલ્થને થતા બેનિફિટ્સ વિશે જાણવું ખૂબ જરૂરી છે. કિસ કરવાથી સ્કિન અને હેલ્થને અનેક પ્રકારે લાભ થાય છે. આમ, જો વાત કરવામાં આવે તો કાલે વેલેન્ટાઇન વીકનો લાસ્ટ ડે છે. એક રિસર્ચ અનુસાર કિસ કરવાથી બોજીમાં એડ્રીનલીન નામનું એક હોર્મોન બને છે જે હાર્ટ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ સિવાય પાર્ટનરને તમે રોજ કિસ કરો છો બ્લડ સર્કુલેશન પણ સારું રહે છે.

આ પણ વાંચો:જાણો દુનિયાના સૌથી મોંઘા ગુલાબની કિંમત

કિસને રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કિસ કરવાથી બોડીમાં ઓક્સીટોસિન, સેરોટોનિન અને ડોપામાઇન જેવા હોર્મોન્સનું લેવલ વધે છે જેના કારણે તમને કામ કરવામાં મન લાગે છે અને સાથે સારી ફિલિંગ્સ પણ આવે છે.

એક મિનિટ કિસ કરવાના ફાયદા


તમે પાર્ટનરને એક મિનિટ સુધી કિસ કરો છો તો 26 કેલરી સુધી બર્ન કરી શકો છો. abplive.com અનુસાર તમે લાંબા સમય સુધી કિસ કરતા રહો છો તો જમ્યા પછી તમે જે ગળ્યું ખાઓ છો એનાથી તમને મળેલી કેલરી દૂર થાય છે. કેલરી બર્ન કરવા સિવાય કિસના બીજા પણ અનેક ફાયદાઓ છે. કેલરી બર્ન થવાને કારણે મોટાપાની સમસ્યામાંથી જલદી બહાર આવો છો.

આ પણ વાંચો:સિંગલ છો તો આ રીતે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરો

ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય


કિસ કરવાથી મહિલાઓમાં ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે. કિસ કરતી  વખતે આપણે બગ્સ અને વાયરસ ટ્રાન્સફર કરીએ છીએ જે આપણાં શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ હોવી ખૂબ જરૂરી છે.


હેલ્ધી હાર્ટ માટે જરૂરી


કિસ તમારા હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે. જો કે આ વાત જાણીને તમને વિશ્વાસ નહીં થાય પરંતુ વાત સાચી છે. તમને જણાવી દઇએ કે કિસ કરવાથી શરીરમાં રહેલું કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદ મળી શકે છે. આ સાથે જ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આમ, તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેવાથી હાર્ટ હેલ્ધી રહે છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.)
First published:

Tags: Kiss day, Life Style News, Valentine Day 2023, Valentine Day Special

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો