Home /News /lifestyle /લોકડાઉનમાં જે બાળકોનું વજન વધ્યું છે તેમને કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધુ, નિષ્ણાંતોએ આપી આવી ચેતવણી

લોકડાઉનમાં જે બાળકોનું વજન વધ્યું છે તેમને કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધુ, નિષ્ણાંતોએ આપી આવી ચેતવણી

પ્રતીકાત્મક તસવીર (Image Credit: Shutterstock)

તજજ્ઞોના મત મુજબ કોરોનાની ત્રીજી લહેર 12 વર્ષથી ઓછી વયના બાળકોને ટાર્ગેટ કરે તેવી દહેશત છે

    (Soumya Kalasa)

    કોરોના વાયરસની બીજી લહેર બાદ ત્રીજી લહેર (Corona Third Wave)નો પણ ખતરો તોળાઈ રહ્યો છે. ત્રીજી લહેરમાં કોરોના વાયરસ બાળકો (Children) માટે ઘાતક નીવડશે તેવી ચેતવણી તજજ્ઞો આપી ચુક્યા છે. ત્યારે હાલ બાળકોમાં ઊભી થયેલી બીમારીઓથી માતા પિતા ચિંતિત છે. બેંગલુરુમાં વાલીઓ બાળકોને લઈ હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે.

    આમ તો મહામારી (Corona Pandemic) રોકવી માતા પિતાના હાથમાં નથી. પરંતુ ઘરે બાળકનું ધ્યાન રાખવું તો તેમના હાથમાં છે. હાલ બાળકો તરફ પૂરતું ધ્યાન ન આપવાથી બાળકોના વજન વધે છે અને અંતે તેઓ સ્થૂળતા (Obesity)નો ભોગ બને છે. સ્થૂળતા અનેક બીમારીઓનું કારણ હોવાથી ડોક્ટર પાસે જવાના કેસ વધી રહ્યા છે.

    આ પણ વાંચો, મિગ-21 ક્રેશમાં શહીદ પાઇલટ અભિનવ ચૌધરીએ એક રૂપિયાનું શુકન લઈને કર્યા હતા લગ્ન, દહેજ વિરુદ્ધ આપ્યો હતો સંદેશ

    ઘણા માતા-પિતાને ખ્યાલ નથી હોતો કે સ્થૂળતાના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી બાળકો ઘરમાં જ છે. ખેલ કુદ બંધ છે, તેમજ બેઠાળું જીવન છે. અધૂરામાં પૂરું બાળકો વધુ પ્રમાણમાં જંક ફૂડ ખાવા લાગ્યા છે. જેનાથી સમસ્યા વધી છે. અત્યારના સંજોગો એવા છે કે, રોગપ્રતિકારક શક્તિ ઘટે તો માત્ર બાળકોને નહીં, બધાને તકલીફ થઈ શકે.

    તજજ્ઞોના મત મુજબ કોરોનાની ત્રીજી લહેર 12 વર્ષથી ઓછી વયના બાળકોને ટાર્ગેટ કરે તેવી દહેશત છે. આથી માતા-પિતાને વહેલી તકે રસી લેવાની સલાહ આપવામાં આવે છે. બાળકો તંદુરસ્ત રહે તે સુનિશ્ચિત કરવા પણ સૂચન કરાયું છે. મજબૂત રોગ પ્રતિકારક શક્તિ સુરક્ષિત રાખશે.

    આ પણ વાંચો, ગેસ સિલિન્ડરથી અકસ્માત થતા મળે છે 50 લાખ રૂપિયાનું વળતર, જાણો કેવી રીતે કરવો દાવો

    શરૂઆતમાં બાળકો ઘરની અંદર જ રહેતા હતા. બાદમાં ઓનલાઈન વર્ગો શરૂ થયા હતા. હવે આ જોખમી પરિસ્થિતિ ધાર્યા કરતા વધુ સમય ચાલી છે, પરિણામે બાળકોના માનસ પર અસર થઈ છે. એકલા રહેવું, મિત્રોને મળવું નહીં, સામાજિક કાર્યક્રમોથી દૂર રહેવું, શાળાકીય પ્રવૃત્તિઓનો અભાવ સહિતની બાબતો બાળકોને નિસ્તેજ અને આળસુ બનાવવામાં જોખમી ભૂમિકા ભજવી રહી છે. બાળકો સોશિયલ મીડિયા અને ગેજેટમાં રચ્યાપચ્યા રહે છે. માતા પિતા પાસે પણ બીજો કોઈ રસ્તો નથી. તેઓ ઘરે વર્ક ફ્રોમ હોમમાં વ્યસ્ત છે.

    બેંગલુરુના MS રમીયા હોસ્પિટલના વરિષ્ઠ બાળ ચિકિત્સક ડો. સોમશેખરનું કહેવું છે કે, બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઘટવા પાછળ મેદસ્વીતા જવાબદાર હોય શકે. સ્થૂળતાના કારણે બાળકોમાં શ્વાસ લેવાની તકલીફ ઊભી થાય છે. થોડા ડગલાં ચાલવું હોય તો પણ મેદસ્વી બાળકને તકલીફ પડે છે. મેટાબોલિઝમ અને સાંધાના દુ:ખાવાને લગતી સમસ્યાઓ પણ મેદસ્વીપણા સાથે સંબંધિત છે.
    " isDesktop="true" id="1098340" >

    આવી સ્થિતિમાં બાળકોને જંક ફૂડથી દૂર રાખવા, પોષકતત્વો ધરાવતો ખોરાક આપવો, દરરોજ શારીરિક પ્રવૃત્તિ કરવી સહિતની બાબતો બાળકોને વધારાની ચરબીથી દૂર રાખશે. માતા પિતા ગમે તેટલા વ્યસ્ત હોય પણ બાળકની ખાવાની આદત પર નજર રાખવી જોઈએ. આરોગ્યપ્રદ ખોરાકની આદત જ તંદુરસ્ત જીવનનો માર્ગ છે. જેને બાળકોએ નાની ઉંમરે જ શીખીને સ્વીકારવો જોઈએ.
    First published:

    Tags: Corona third wave, Coronavirus, COVID-19, Kids, Lifestyle, Lockdown, Obesity, Sanjeevani, આરોગ્ય