Home /News /lifestyle /કિડની સ્ટોનના લક્ષણો: આ બીમારીમાં આ વસ્તુઓનું સેવન ના કરો, નહીં તો સીધા દવાખાન ભેગા થવું પડશે
કિડની સ્ટોનના લક્ષણો: આ બીમારીમાં આ વસ્તુઓનું સેવન ના કરો, નહીં તો સીધા દવાખાન ભેગા થવું પડશે
મીઠાનો ઉપયોગ વઘારે કરશો નહીં.
Kidney stone: આજનાં આ સમયમાં અનેક લોકોને કિડનીમાં પથરી હોય છે. કિડનીમાં પથરી હોવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, જો તમને પણ કિડનીમાં પથરી છે તો આ વસ્તુઓનું ખાવાનું બંધ કરી દો. આ વસ્તુઓનું સેવન કરવાથી આ સમસ્યામાં વધારો થઇ શકે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: માણસ ક્યારે કઇ બીમારીમાં સપડાઇ જાય એનું કંઇ નક્કી હોતુ નથી. હાલમાં વ્યક્તિની હાલત સારી હોય તો 5 મિનિટ રહીને ખરાબ પણ થઇ શકે છે. જો કે આજની લાઇફ હવે વધારે પ્રમાણમાં ફાસ્ટ થઇ ગઇ છે. આપણી અનહેલ્ધી લાઇફ સ્ટાઇલ અને ખોટા ખાન-પાનની અસર આપણાં શરીર પર પડે છે, જેના કારણે આપણે અનેક પ્રકારની બીમારીઓમાં જલદી ઝપટાઇ જઇએ છીએ. આમાંથી એક બીમારી છે કિડની સ્ટોન એટલે કે પથરી. આર્યુવેદમાં ગાઉટને વાતરક્ત કહેવામાં આવે છે. આ દિવસોમાં અનેક લોકોને પથરીની સમસ્યા વધી રહી છે. આ બીમારીમાં શરીરમાં દુખાવો અને સોજાની ફરિયાદ વધારે રહે છે.આમ, જો તમે આ વાતને ઇગ્નોર કરો છો તો અનેક મુશ્કેલીમાં મુકાઇ શકો છો. તો જાણો આ માટે કયા ફૂડ્સનું સેવન ટાળવુ જોઇએ.
તમે તમારા ભોજનમાં મીઠાનો ઉપયોગ વધારે કરશો નહીં. વધારે પ્રમાણમાં મીઠું ખાવાથી કિડની સ્ટોનની સમસ્યા વધી જાય છે. જો કે વધારે મીઠું ખાવાથી યુરિનમાં કેલ્શિયમની માત્રા વઘે છે જેના કારણે કિડની સ્ટોન થવાનું જોખમ અનેક ઘણું વધી જાય છે. આમ, જો તમે મીઠાનો ઉપયોગ વધારે પડતો કરો છો તો તમારે એલર્ટ થઇ જવાની જરૂર છે.
પથરીના મોટાભાગના લોકો ડિહાઇડ્રેશનની સમસ્યાથી પીડિત હોય છે. આ રોગીઓને કોલ્ડ ડ્રિંકનું સેવન કરવું જોઇએ નહીં. બને ત્યાં સુધી કોફી પણ પીવાની ટાળવી જોઇએ. કોલ્ડ ડ્રિંકમાં રહેલા એસિડથી સ્ટોન થવાનો ખતરો વધી જાય છે. આ સાથે જ કેફીન શરીર માટે અનેક રીતે હાનિકારક સાબિત થાય છે. આમ, જો તમને કોલ્ડ ડ્રિંક પીવાની આદત વધારે છે તો તમારે બંધ કરવાની જરૂર છે.
નોનવેજથી દૂર રહો
મીટ, માછલી અને ઇંડા જેવા નોનવેજ ફૂડતી દૂર રહો. આ વસ્તુઓમાં પ્રોટીનની માત્રા વઘારે હોય છે જે કિડની સ્ટોનના દર્દીઓ માટે જોખમ ઉભુ કરી શકે છે.
(આ આર્ટિકલ સામાન્ય જાણકારી આધારિત છે, કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર