Home /News /lifestyle /કિડનીમાં પથરી છે? તો ચિંતા કર્યા વગર આ ઘરેલું ઉપાયો અજમાવો, નહીં કરાવવી પડે સર્જરી
કિડનીમાં પથરી છે? તો ચિંતા કર્યા વગર આ ઘરેલું ઉપાયો અજમાવો, નહીં કરાવવી પડે સર્જરી
આ રીતે કિડનીની પથરીમાંથી છૂટકારો મેળવો
Kidney Stone: અનેક લોકોને કિડનીમાં પથરી થતી હોય છે. આ પથરી થવા પાછળ એક નહીંં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. કિડનીમાં જ્યારે પથરી થાય ત્યારે અસહ્ય દુખાવો ઘણી વાર થતો હોય છે. આ માટે દુખાવામાંથી રાહત મેળવવી ખૂબ જરૂરી છેે. આ ઘરેલું ઉપાયોથી તમને રાહત થઇ શકે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કિડનીમાં પથરી થવી એક સામાન્ય સમસ્યા છે. જો કે કિડનીમાં પથરી થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. શરીરમાં કેલ્શિયમ, ઓક્સોલેટ, યુરિક એસિડ વગેરે વધી જાય છે ત્યારે શરીરમાં ક્રિસ્ટલ બને છે અને કિડની સાથે જોડાઇને એ ધીરે-ધીરે પથરીમાં બદલાઇ જાય છે. 80 ટકા પથરી કેલ્શિયમના પત્થર હોય છે. આમ, જો તમે અથવા તમારા ઘરમાં કોઇને કિડનીમાં પથરી છે તો જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી.
જો કે આ વિશે ડોક્ટર્સનું પણ કહેવું છે કે આ પથરી સર્જરી વગર નીકળી જતી હોય છે. ઘણાં કેસ એવા હોય છે જેમાં સર્જરી કરીને પથરીને કાઢવામાં આવે છે. આમ, સર્જરી વગર પથરી અથવા સ્ટોન કેવી રીતે નિકાળી શકો છો. આ પહેલા જાણી લો પથરી કેમ થાય છે.
પથરી કેમ થાય છે
ખાવામાં ઓછુ કેલ્શિયમ હોય અને પશુ પ્રોટીનને વધુ માત્રામાં લેવાથી પથરીની સમસ્યા થઇ શકે છે.
વધારે પ્રમાણમાં વિટામીન સી અને વિટામીન ડી લેવાથી પથરી થાય છે.
આ સાથે જ કેટલાક લોકોને અનુવાંશિક હોય છે.
આમ, જો પથરી 5 મિમીથી ઓછી હોય છે તો મોટાભાગે સર્જરી વગર જ એ નિકળી જાય છે. આ માટે લિક્વિડ વધુ પ્રમાણમાં લેવું જોઇએ. આ સાથે જ ઘરમાં રહેલી અનેક વસ્તુઓ ઉપયોગમાં લઇને પથરીને સરળતાથી નિકળી શકે છે. આમ, જાણીતા આર્યુવેદિક ડોક્ટર અબરાર મુલ્તાની એ 10 એવી વસ્તુઓ વિશે જણાવ્યું છે જેનાથી તમે સરળતાથી પથરીને નિકાળી શકો છો.