Home /News /lifestyle /Kidney Health: કિડનીને સ્વસ્થ રાખવા માટે અપનાવો સ્વામી રામદેવની આ Tips
Kidney Health: કિડનીને સ્વસ્થ રાખવા માટે અપનાવો સ્વામી રામદેવની આ Tips
કિડની સંબંધિત કોઈપણ સમસ્યાને હળવાશથી ન લેવી જોઈએ
Health tips: કિડની સંબંધિત રોગોના કારણે શરીરમાં કેટલાક લક્ષણો દેખાવા લાગે છે જેમ કે શરીરમાં ઉર્જાનો અભાવ, થાક, એકાગ્રતાનો અભાવ, પેશાબ કરવામાં મુશ્કેલી, કિડનીમાં તીવ્ર દુખાવો વગેરે
Kidney Health: કિડની (Kidney) આપણા શરીરમાં સૌથી મહત્વપૂર્ણ અંગ છે. આપણા શરીરમાં ઉત્પન્ન થતા કચરાને ફિલ્ટર કરવાનું અને મૂત્રમાર્ગ દ્વારા તેને દૂર કરવાનું અગત્યનું કામ કિડની દ્વારા જ કરવામાં આવે છે. જો શરીરમાં કિડની (Kidney) ની કામગીરી બગડે તો આપણે અનેક ગંભીર રોગોનો શિકાર બની શકીએ છીએ. જો કિડની કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જાય છે. આવી સ્થિતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કિડની સ્વસ્થ રહે અને શરીરમાં કિડની સંબંધિત કોઈપણ સમસ્યાને હળવાશથી ન લેવી જોઈએ અને તેની યોગ્ય સારવાર કરવી જોઈએ.
આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં બદલાયેલી જીવનશૈલી (Life style) ને કારણે ઘણા લોકો કિડની સંબંધિત બીમારીઓનો શિકાર બની રહ્યા છે. કિડની સંબંધિત રોગોના કારણે શરીરમાં કેટલાક લક્ષણો દેખાવા લાગે છે જેમ કે શરીરમાં ઉર્જાનો અભાવ, થાક, એકાગ્રતાનો અભાવ, પેશાબ કરવામાં મુશ્કેલી, કિડનીમાં તીવ્ર દુખાવો વગેરે. ઘણા લોકો કિડનીને સ્વસ્થ રાખવા માટે એલોપેથિક સારવાર લેવાને બદલે આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપચારો પર આધાર રાખે છે.
જો તમે પણ એલોપેથિકને બદલે આયુર્વેદ (Ayurveda) કે ઘરગથ્થુ ઉપચારને મહત્વ આપો છો તો આજે અમે તમને સ્વામી રામદેવ (Swami Ramdev) દ્વારા આપેલી ટિપ્સ વિશે જાણકારી આપીશું જે કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
સ્વામી રામદેવના કહેવા પ્રમાણે, કિડનીને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત અડદની દાળનું સેવન ચોક્કસથી કરવું જોઈએ.
મહિનામાં એક વાર ગોખરાનું પાણી પીવાથી કિડની અને પથરીની સમસ્યાઓ થતી નથી, માટે પરિવારમાં તમામ લોકોએ આનું સેવન કરવું જોઈએ.
આ પણ વાંચો - Hair Care Tips: ખોડાની સમસ્યા શિયાળામાં સતાવે છે, હવે ફિકર ન કરો.. અપનાવો આ ખાસ ઉપાય
3. ક્રિટેનિનનું લેવલ વધવું, કિડનીમાં લીકેજ થવું વગેરે તમામ રોગોમાં ગોખરુનુ સેવન ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
4. એક મુઠ્ઠી જવ, એક મુઠ્ઠી કુલ્થીની દાળને ચાર કપ પાણીમાં રાત્રે પલાળી દો. આ પછી બીજા દિવસે તેને પકાવો અને જ્યારે એક ચતુર્થાંશ બાકી રહે તો સવારે, બપોરે અને સાંજે ખાલી પેટ તેનુ સેવન કરો. (સાભાર- સ્વામી રામદેવ)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર