Home /News /lifestyle /

Kidney Health: આ કુટેવો ખરાબ કરી શકે છે તમારી કિડની, જો તમને પણ હોય તો ઝડપથી સુધારો

Kidney Health: આ કુટેવો ખરાબ કરી શકે છે તમારી કિડની, જો તમને પણ હોય તો ઝડપથી સુધારો

કિડનીની બીમારીથી આ રીતે બચો

Kidney Health: કિડની શરીરનું અગત્યનું અંગ છે. કિડનીને સુપર કોમ્પ્યુટર સાથે સરખાવવાનું યોગ્ય ગણાશે, કારણ કે તેની રચના અત્યંત અટપટી છે અને તેનું કાર્ય ઘણું જટિલ છે.

મુંબઈ: શરીરનાં કેટલાક અંગો ખૂબ ખાસ હોય છે, કારણ કે તેમનાંથી આખા શરીરની સિસ્ટમ વ્યવસ્થિત રીતે ચાલતી હોય છે. આવા જ માનવ શરીરના અગત્યના અંગોમાંથી એક અંગ છે કિડની. કિડની (Work of Kidney) શરીરના બીજા અંગોની જેમ જ ખૂબ ખાસ છે સાથે જ નાજુક પણ છે. કિડનીમાં જો કોઈ પણ પ્રકારનું અસંતુલન જોવા મળે, તો તેનાથી આખા શરીરની સ્થિતી બગડી જાય છે અને તેથી જ કિડનીનું વિશેષ ધ્યાન (Kidney health) રાખવાની જરૂર પડતી હોય છે.

કિડની શરીરનું અગત્યનું અંગ છે. કિડનીને સુપર કોમ્પ્યુટર સાથે સરખાવવાનું યોગ્ય ગણાશે, કારણ કે તેની રચના અત્યંત અટપટી છે અને તેનું કાર્ય ઘણું જટિલ છે. તેની રચનામાં લગભગ 30 પ્રકારની જુદી જુદી કોશિકાઓ હોય છે. કિડની ખૂબ જ પાતળી નસોનું બનેલું અત્યંત જટિલ ફિલ્ટર છે, જેનું કામ આપણા શરીરમાંથી પાણી, સોડિયમ, પોટેશિયમ અને આવા જ અન્ય બીજા અગણીત પદાર્થોને સાફ કરી પેશાબ દ્વારા બહાર કાઢવાનું છે.

કિડનીનો આપણા શરીરમાં એક મહત્વનો રોલ (Role of kidney in body) છે. કિડની શરીરમાંથી કચરો તો બહાર કાઢે જ છે, સાથે જ આપણા લોહીને પણ શુદ્ધ રાખવાનું કામ કરે છે. માનવ શરીરમાં 2 કિડની હોય છે, પણ સ્વસ્થ વ્યક્તિ એક કિડનીને આધારે પણ જીવી શકે છે. જો કિડનીમાં કોઈ પણ જાતની ખરાબી થાય તો તેના લક્ષણો શરીરમાં દેખાવા લાગે છે. આ લક્ષણોને ઓળખીને આપણે સમયસર ઉપચાર કરાવી અને મોટી સમસ્યાને નિવારી શકીએ છીએ. સવાલ એ થાય કે કિડની ખરાબ શા કારણે થાય છે. તો આજના આ લેખમાં અમે એવી કેટલીક આદતો વિશે આપને જણાવીશું જે કિડનીનાં ખરાબ થવા પાછળ જવાબદાર હોય છે.

પેઈનકિલરનો વધારે પડતો ઉપયોગ

રોજબરોજ શરીરમાં કોઈને કોઈ દુખાવાની સમસ્યા થતી જ રહેતી હોય છે, ત્યારે મોટાભાગના લોકો દુખાવામાં રાહત મેળવવા માટે વિચાર્યા વગર પેઇનકિલર લઇ લેતા હોય છે પણ ખરેખર વ્યક્તિએ પેઈન કિલર લેવાથી બચવુ જોઈએ. પેઈનકિલર લેવાથી તે સમયે તો દુખાવામાં રાહત મળી જાય છે, પરંતુ આ પેઇનકિલર દવાઓના કારણે શરીરને ઘણું નુકશાન પહોંચે છે.

આ પણ વાંચો: Onion Juice Benefits: ડુંગળીનો રસ શરીર માટે છે ખૂબ જ ફાયદાકારક, આવી રીતે ઉપયોગ કરવાથી નહીં થાય બીમારીઓ

ખાસ કરીને નોનસ્ટીરોઈડ એંટી ઈન્ફ્લોમેટરી ડ્રગ (NSAIDs) વધુ પ્રમાણમાં ખાવાથી કિડનીને નુક્સાન પહોચે છે. આવા કેસમાં કિડની ફેલ્યોરનો ખતરો પણ વધી જાય છે અથવા તો કિડની બરાબર કામ કરતી નથી. જેના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. જે લોકો પહેલેથી કિડનીની કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેમણે પેઈનકિલર લેવાથી બચવું જોઈએ.

વધુ પડતું મીઠું (નમક)

મીઠું આપણા જીવનમાં એક જરુરી વસ્તુ છે, પણ વધારે પડતું મીઠું તમારા સ્વાસ્થને ખરાબ કરી શકે છે. વધુ પ્રમાણમાં મીઠું ખાવાથી કિડનીમાં કેલ્શિયમની માત્રામાં વધારો થાય છે, જેનાંથી કિડનીમાં પથરી એટલે કે સ્ટોનની સમસ્યા થવાનો ખતરો રહે છે. જો તમે સમસ્યાથી બચવા માંગતા હોવ તો મીઠાંનો વધુ પડતો ઉપયોગ કરવાનું ટાળો. સાથે જ વધુ મીઠું બ્લડપ્રેશરની બિમારીને નોતરે છે અને બલ્ડપ્રેશરને કારણે કિડની પર વધુ દબાણ આવે છે. લાંબા સમય સુધી જો આ સ્થિતી રહે તો કિડની માટે તે જોખમકારક છે.

પ્રોસેસ્ડ અને જંક ફુડનું સેવન

મોટાભાગનાં પ્રોસેસ્ડ ફુડ સોડિયમ અને ફોસ્ફરસની અતિશય માત્રા ધરાવે છે. જે પ્રમાણેની અસરો સોડિયમ અને ફોસ્ફરસની માનવ શરીર પર જોવા મળે છે તેનાં પરથી કહી શકાય કે આ તત્વોનાં વધું પડતા સેવનથી કિડની પર વિપરીત અસરો થતી જોવા મળે છે. આ પ્રકારે હાઈ ફોસ્ફરસ ધરાવતા ખાદ્ય પદાર્થો કિડની સહીત હાડકાં માટે પણ નુક્શાન કારક સાબિત થાય છે.

ડિહાઈડ્રેશન

હેલ્થ એક્સપર્ટના મતે, ડિહાઇડ્રેશનથી (DEHYDRATION) શરીરના મુખ્ય અંગ પર ઘણી ખરાબ અસર પડે છે. જ્યારે શરીરમાં પાણીનો અભાવ હોય છે, ત્યારે કોષો હાયપોથાલેમસને સંકેત મોકલે છે. જે વાસોપ્ર્રેસિન નામનું હોર્મોન બહાર કાઢે છે. તે એન્ટિડિરેક્ટિક હોર્મોન (ADH) તરીકે પણ ઓળખાય છે. આ હોર્મોન કિડનીને લોહીમાંથી ઓછું પાણી કાઢવાનો સંકેત આપે છે, જેના કારણે પેશાબ ઓછું, જાડા અને ઘાટા રંગનું આવે છે. કિડની લોહીનું મુખ્ય ફિલ્ટર છે અને પર્યાપ્ત પ્રવાહી વિના તેઓ શરીરમાંથી ઝેરને કાઢી શકતી નથી.

લાંબા સમય સુધી તરસ્યા રહેવા પર સૌથી વધુ અસર કિડની પર પડે છે. નેશનલ કિડની ફાઉન્ડેશન અનુસાર, આ રીતે કિડનીને ઈજા થઈ શકે છે અને તમને કિડનીની બીમારી પણ થઈ શકે છે. શરીરમાં પાણીનો અભાવ પણ પથરીની સમસ્યાઓનું કારણ બને છે. મેયો ક્લિનિક અનુસાર, જે લોકો ગરમ, સુકા હવામાનમાં જીવે છે અને જેઓ અન્ય કરતા વધારે પરસેવો કરે છે. તે લોકોમાં આ જોખમ વધુ જોવા મળે છે. ડૉક્ટરો અનુસાર એક સ્વસ્થ પુખ્ત વયના વ્યક્તિએ દિવસ દરમ્યાન છામાં ઓછું 4થી 5 લીટર પાણી પીવું જોઈએ.

ગળપણનું વધારે સેવન

વધારે પડતું ગળપણ શરીર માટે તમામ રીતે ખરાબ હોય છે. જ્યારે પણ મીઠી વસ્તુઓ ખાઓ ત્યારે તેને પ્રમાણસર ખાવું હિતાવહ છે. જો તમે વધારે પ્રમાણમાં મીઠી વસ્તુઓનું સેવન કરો છો તો તમે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસનો શિકાર થઈ શકો છો, જે તમારી કિડનીને ખરાબ અસર કરે છે અને આવામાં કિડનીને લગતા રોગો થવાની શક્યતા વધી જાય છે.

વધુ પડતા માંસનું અને મસાલાનું સેવન

વદારે પડતું ચટપટું અને મસાલેદાર ભોજન કિડની માટે લાભદાયક નથી. આ ઉપરાંત માંસ, માછલી અને ચિકન કે સી-ફુડનું વધુ પડતું સેવન પણ કિડના પર ખરાબ પ્રભાવ પાડે છે. જો આ વસ્તુઓ પ્રમાણસર ખાવામાં આવે તો તે શરીરને ફાયદો ચોક્કસથી કરે છે, પણ તેની અતિ કિડની માટે એક ગંભીર પરિણામ લાવી શકે છે. કેમ કે આવા ખોરાકમાં એસિડોસિસ વધું હોય છે, જેને કારણે શરીરનું એસિડ જલ્દી બહાર નીકળી શકતું નથી અને શરીરમાં તકલીફ ઉભી કરે છે.

બેઠાળું જીવન

જે લોકોની જીવનશૈલા બેઠાળું હોય છે તેમના શરીરમાં સ્થૂળતા જોવા મળતી હોય છે. વધું પડતું વજન પણ તમારી કિડની માટે જોખમ કારક છે. સમતોલ આહાર અને નિયમિત કસરત દ્વારા વજન જાળવી શકાય છે. યોગ્ય વજન જાળવવાથી ડાયાબિટીસ, લોહીનું દબાણ, હૃદયરોગને કારણે થતા કિડનીના પ્રશ્નો અટકાવી શકાય છે.

આ  પણ વાંચો: ચેન્નઈના આ શખ્સના શરીરમાં છે 5 કિડની, કરાવી 3 ટ્રાન્સપ્લાન્ટ સર્જરી, ડૉક્ટરો માટે શું હતો મોટો પડકાર?

કિડનીના રોગોનાં લક્ષણો નહિવત હોય છે, જે તમારા જીવનની ગુણવત્તાને મોટાપાયે અસર કરી શકે છે. જો કે કેટલાક સરળ ઉપાયો છે કે જેનાથી કિડનીના રોગોનું જોખમ ઘટાડી શકાય છે. બ્લડશુગર કંટ્રોલમાં રાખવું, નિયમિત વ્યાયામ કરવો, સમતોલ અને પૌષ્ટિક આહાર લેવો, ધુમ્રપાન અને દારુંનું સેવન ન કરવું વગેરે જેવી નાની નાની કાળજીઓથી આપણે કિડનીને સ્વસ્થ રાખી શકીએ છીએ.
First published:

Tags: Kidney, Lifestyle, આરોગ્ય, ખોરાક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन