Home /News /lifestyle /BYJU’S Young Genius: દુનિયાની સૌથી નાની ઉંમરની બ્લેક બેલ્ટ ચેમ્પિયન છે આ દીકરી, 15 વર્ષમાં જીત્યા 400 પદક
BYJU’S Young Genius: દુનિયાની સૌથી નાની ઉંમરની બ્લેક બેલ્ટ ચેમ્પિયન છે આ દીકરી, 15 વર્ષમાં જીત્યા 400 પદક
ખુશી પૂંજ, કરાટે ચેમ્પિયન
ખુશીની માતાએ ત્રણ વર્ષની ઉંમરમાં તેની પ્રતિભા અંગે જાણ થઇ ગઇ હતી. ખુશી પહેલાં જ 400થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પદક જીતી ચૂકી છે. તેણે ઘણાં અન્ય રેકોર્ડ પણ સ્થાપિત કર્યા છે. આ સુપર કિડ પર વિશેષ કહાની
ખુશીની માતાએ ત્રણ વર્ષની ઉંમરમાં તેની પ્રતિભા અંગે જાણ થઇ ગઇ હતી. ખુશી પહેલાં જ 400થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પદક જીતી ચૂકી છે. તેણે ઘણાં અન્ય રેકોર્ડ પણ સ્થાપિત કર્યા છે. આ સુપર કિડ પર વિશેષ કહાની
ખુશી હાલમાં 15 વર્ષની છે. જ્યારે તેની ઉપલબ્ધિઓ અને રેકોર્ડ અસંખ્ય છે. મહારાષ્ટ્રની આ દીકરીએ એક એવી ઉંમરમાં રેકોર્ડ બનાવ્યો હતો જ્યારે તે આ દુનિયા શું છે તે સમજતી પણ ન હતી માતાં તેનાં લક્ષ્યને પ્રોત્સાહન આપવાનું અદ્ભૂત કામ કરે છે. તેની આંતરિક શક્તિઓ વધારતાં તેને સફળતા અપાવે છે. ખુશીએ 3 વર્ષની ઉંમરે હાથથી ઇંટો તોડી હતી. કરાટેનો અભ્યાસ શરૂ કર્યાનાં થોડા સમય બાદ જ તેણે તેની હાથને પત્થરની જેમ મજબૂત કરી લીધી છે. એટલું જ નહીં તેણે ચાર વર્ષની ઉંમરે ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશિપમાં પ્રતિસ્પર્ધા કરી અને ટૂર્નામેન્ટમાં સથી નાની ઉંમરની યુવતીનાં રૂપમાં એક રેકોર્ડ બનાવ્યો. ત્યારે તે દુનિયામાં સૌથી નાની ઉંમરની કારેટ બ્લેક બેલ્ટ ચેમ્પિયન બનવા માટે ઇતિહાસ રચી દીધો. ખુશીએ અત્યાર સુધીમાં 400થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પદક જીત્યા છે. તેનાંમાં અતૂટ મેહનત, અંતહીન આત્મવિશ્વાસ અને અપાર સમર્પણ છે.
તે દરરોજ સાડા ચાર કલાક કરાટેનો અભ્યાસ કરે છે અને ખુબજ મેહનત કરે છે. ખુશી કહે છે કે, મારી સફળતાનું મુખ્ય કારણ મારા માતા-પિતા છે. મારી માતા વિશેષ રૂપ છે મારો ઉત્સાહ ખુબ જ વધારે છે. મને મોટા મોટા સાહસ સર કરવામાં મદદ કરે છે. મારી માતા ટૂર્નામેન્ટ દરમિયાન મારી સાથે જ રહે છે. પ્રતિયોગિતા દરમિયાન હાથનાં મોજા ખુબજ ઝડપથી બદલવા પડે છે. તે મારી નજીક રહે છે અને મને હમેશાં મદદ કરે છે.- ખુશી પુંજ
" isDesktop="true" id="1063892" >
ખુશી તેની લક્ષ્યથી જરાં પણ ભટકતી નથી કારણે કે તેની માતા તેનાં લક્ષ્યમાં કોઇ બાધા આવવા દેતી નથી. ખુશીની માતા બુલ બુલ તેમની દીકરીને પ્રોત્સાહિત કરે છે અને દેશને ગૌરવનાં સ્તર સુધી પહોંચાડ્યું છે.
ખુશીની માતા બુલ બુલ કહે છે કે, 'તેણે ચાર વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. ત્યારે તે ટૂર્નામેન્ટમાં સૌથી નાની હતી. બે સિલ્વર મેડલ્સ હાંસેલ કર્યા છે. હજુ તે વધુ મહેનત કરશે ત્યારે તે દેશ માટે વધુ શાનદાર હાંસેલ કરી શકશે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર