Home /News /lifestyle /મેક અપ કર્યા પછી આ કારણે તમારો ચહેરો લાગે છે ગંદો, ના કરો આ ભૂલો
મેક અપ કર્યા પછી આ કારણે તમારો ચહેરો લાગે છે ગંદો, ના કરો આ ભૂલો
તમે પણ મેક અપ વગર ઘરની બહાર નિકળતા નથી તો દર મહિને ફેશિયલ કરાવો.
Make up Tips: મેકઅપ કરતી વખતે તમે આ ટિપ્સ ફોલો કરશો તો તમારો ચહેરો મસ્ત લાગશે અને જરા પણ મેકઅપ સ્પ્રેડ થશે નહિં. આ મેકઅપ ટિપ્સ તમારા ચહેરાને સુંદર બનાવવાનું કામ કરે છે.
Makeup Tips: અનેક છોકરીઓ મેકઅપ કરવાની શોખીન હોય છે. ઘણી છોકરીઓ તો મેકઅપ વગર ઘરની બહાર પણ નિકળતી હોતી નથી એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. મેકઅપ કરીને જ ઘરની બહાર નિકળવું ઘણી બધી છોકરીઓ એવું માનતી હોય છે, પરંતુ મેકઅપ કરતી વખતે તમારાથી થતી નાની-નાની ભૂલો તમારો ફેસ બગાડીને મુકી દે છે. આ માટે મેકઅપ કરતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. જો તમે મેકઅપ કરતી વખતે ટિપ્સ ફોલો કરતા નથી તો તમારો ફેસ ખરાબ લાગે છે. તો જાણો મેકઅપ કરતી વખતે કઇ ટિપ્સને તમારા ખાસ ફોલો કરવી જોઇએ. મેકઅપ તમે કરવા ખાતર કરો છો તો તમારો ફેસ સારો લાગવાની જગ્યાએ ગંદો લાગે છે.
મેકઅપ કરવામાં જરા પણ ઉતાવળ ના કરો
ઘણી છોકરીઓને ઉતાવળમાં મેકઅપ કરવાની આદત હોય છે. તમને પણ આવી આદત છે તો તમારે બદલવી જોઇએ. ઉતાવળમાં મેકઅપ કરવાથી તમારા ફેસ પર પ્રોપર રીતે મેક અપ થતો નથી જેના કારણે ચહેરો ગંદો લાગે છે. આ માટે જ્યારે પણ તમે મેક અપ કરો ત્યારે શાંત જગ્યા પર બેસીને શાંતિથી મેક અપ કરો જરા પણ ઉતાવળ કરશો નહિં.
તમે પણ મેક અપ વગર ઘરની બહાર નિકળતા નથી તો દર મહિને ફેશિયલ કરાવો. ફેશિયલ કરાવવાથી તમારા ફેસ પર ગ્લો આવે છે અને સાથે ડેડ સ્કિન રિમૂવ થઇ જાય છે. ડેડ સ્કિન રિમૂવ થવાને કારણે તમારા ફેસ પર મેકઅપ કરો છો તો એનું રિઝલ્ટ બહુ મસ્ત મળે છે.
તમે જ્યારે પણ મેક અપ કરો એ પહેલા ફેસ ચોખ્ખા પાણીથી ધોઇ લો અને પ્રાઇમર લગાવો. પ્રાઇમર લગાવીને પછી મેકઅપ કરવાથી મેકઅપનું રિઝલ્ટ સારું મળે છે અને સાથે મેક અપ લાંબા સમય સુધી ટકી પણ રહે છે. પ્રાઇમર વગર જ તમે મેકઅપ કરો છો તો તમારો ફેસ બહુ ગંદો લાગે છે અને મેકઅપનું રિઝલ્ટ પણ પ્રોપર મળતુ નથી. ઘણાં લોકો પ્રાઇમરનો યુઝ કર્યા વગર જ મેક અપ કરી દેતા હોય છે. આમ, જો તમે પણ આવું કરો છો તો તમારે તમારી આ આદત બદલવી જોઇએ.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર